ઉત્તર પ્રદેશ(UP)ના મુઝફ્ફરનગર(muzaffarnagar)થી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જ્યાં એક દલિત સગીરા(Dalit girl molested)ની છેડતી બાદ મોટો ઝઘડો થયો. જેમાં ઇંટો, પથ્થરો અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો. ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ દ્વારા પીડિતા પર ઉકળતું તેલ પણ ફેંકવામાં આવ્યું હતું, જેના કારણે તેની હાલત ગંભીર બની ગઈ હતી અને તેને દવાખાને દાખલ કરવામાં આવી છે.
જાણો શું છે આખો મામલો?
ઘટના શનિવારની છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બે સગીર છોકરીઓ સાથે છેડતી કરવામાં આવી. આ ઘટના પછી વિવાદ એટલો મોટો થઈ ગયો કે તેણે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું અને ઈંટો, પથ્થરો અને લાકડીઓથી હુમલો થયો. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, આરોપીઓએ પીડિતા પર ઉકળતું તેલ ફેંક્યું હતું. જેમાં તે ગંભીર રીતે દાઝી જતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મુસ્લિમ સમાજના બે યુવાનો મોનિસ અને આરીશે દલિત સગીરાની છેડતી કરી હતી, જે તેના ઘરની બહાર બેડમિન્ટરન રેકેટથી રમી રહી હતી. સગીરા જેમતેમ કરીને ત્યાંથી ભાગી ગઈ અને પોતાના ઘરે પહોંચી આખી ઘટના તેના પરિવારને જણાવી હતી.
પરોઠાની દુકાનેથી ઉકળતું તેલ રેડ્યું
એ પછી પીડિતા અને તેનો પરિવાર નજીકમાં આવેલી આરોપી યુવકની હલવા પરોઠાની દુકાને પહોંચ્યા ફરિયાદ કરવા પહોંચ્યો હતો. જો કે આરોપીઓએ તેમની ભૂલ સ્વીકારવાને બદલે પરિવાર સાથે મળીને પીડિતા અને તેના પરિવાર પર ગરમ તેલ રેડ્યું અને તેમને માર મારવાનું શરૂ કરી દીધું હતું. એ દરમિયાન બંને પક્ષોએ સામસામે લાકડીઓ અને પથ્થરો ફેંકીને હુમલો કર્યો હતો. જે બાદ પીડિતાના પરિવારે સ્થાનિક પોલીસ સ્ટેશન જઈને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: દલિત સગીરાને 4 યુવકોએ બે મહિના સુધી ગોંધી રાખી ગેંગરેપ કર્યો
मुजफ्फरनगर: बत्ती बुझाई और चलाने लगे डंडे-पत्थर…पहले लड़की को छेड़ा, फिर शिकायत पर परिवार को पीटा
.#UttarPradesh #muzaffarnagarhttps://t.co/k8VPzhZQGc— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) March 23, 2025
બીએનએસની કલમ હેઠળ કેસ નોંધાયો
આ ઘટના 20 માર્ચની છે, જેની ફરિયાદ પર પોલીસે તાત્કાલિક આરોપી મોનિશ, આરીશ, શહજાદ, વસીમ, સલમાન, સમીર, પરવેઝ, આશુ ઉર્ફે બહલ, કાસિમ, નાઝીમ અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા BNS 2023 ની કલમ 191 (2), 191 (3), 190, 125, 74, 115 (2), 352, 351 (3), પોક્સો એક્ટની કલમ 3 અને 4, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC-ST Act) અધિનિયમ 1989 સુધારો 2015 ની કલમ 3 (1) (D) અને 3 (1) (D) હેઠળ કેસ નોંધ્યો છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરાઈ
શનિવારે આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક આ ઘટનામાં એક યુવકની ધરપકડ કરી હતી અને બાકીના લોકોની ધરપકડ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આવા કિસ્સાઓમાં સગીરો સામેના જાતીય ગુનાઓ સંબંધિત POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવે છે. ઉપરાંત જો ગુનો જાતિ ભેદભાવને કારણે થયો હોય તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST act) હેઠળ પણ કેસ નોંધી શકાય છે. જે આ કેસમાં પણ થયું છે.
આ પણ વાંચો: ભાજપ નેતાએ શંકાને લીધે પત્ની અને 3 બાળકોને ગોળી મારી દીધી