“તારા જેવી સત્તર સાથે મારા પુત્રને સંબંધ છે, તું અઢારમી છો…!”

Atrocity News: આદિવાસી યુવતીને ગર્ભવતી બનાવી દઈ તરછોડી દેનાર નવસારીના ભાજપના પૂર્વ મીડિયા સેલ કન્વીનરની એક વર્ષથી ધરપકડ કેમ નથી થતી?
Navsari BJP worker Jay Soni

નવસારીમાં આદિવાસી યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધા બાદ જાતિસૂચક અપશબ્દો કરીને તરછોડી દેવાના કેસમાં ભાજપ મીડિયા સેલના પૂર્વ કન્વીનર અને ટેટુ આર્ટિસ્ટ જય સોનીની દુષ્કર્મ અને એટ્રોસિટીના કેસમાં છેલ્લાં એક વર્ષથી ધરપકડ થઈ રહી નથી. જય સોનીએ આ માટે નવસારી જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ આ દુષ્કર્મીના વકીલે હાઈકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પરત ખેંચવાની ફરજ પડી છે.

નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી જય સોની પરણિત હોવા છતાં ભોગ બનનારને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરવાનો આરોપ છે. ગર્ભ રહી જતાં ભોગ બનનાર પાસે જબરદસ્તી ગર્ભપાત કરાવી, તેણીને તરછોડી દઈ જાતિ-વિષયક અપમાન કર્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

આરોપીએ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન અરજી પાછી ખેંચી

આ ગુનામાં જય સોની દ્વારા નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. ભોગ બનનાર તરફે સિનિયર એડવોકેટ પ્રતાપસિંહ કે. મહિડા અને એડવોકેટ તસ્લીમ એમ શેખ હાજર રહ્યા હતા. તેમના દ્વારા રજૂ કરાયેલ સોગંદનામું અને સરકારી વકીલ બી.ડી. રાઠોડની દલીલોને માન્ય રાખીને, 6 ઓગસ્ટ, 2025ના રોજ નવસારીના બીજા અધિક ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સી.જી. મહેતા સાહેબ દ્વારા આ અરજી નામંજૂર કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ હુકમ સામે જય સોનીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જસ્ટિસ દિવ્યેશ એ. જોશીની કોર્ટમાં 17 સપ્ટેમ્બર, 2025ના રોજ સુનાવણી સમયે, જય સોનીના એડવોકેટ દ્વારા આ જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.

Navsari BJP worker Jay Soni

મામલો શું છે?

નવસારી શહેરના લૂંસીકુઈ વિસ્તારમાં આવેલા ટેટુ સ્ટુડિયો ધરાવતા યુવાને શહેરની એક યુવતી સાથે મિત્રતા કેળવ્યા બાદ શરીર સંબંધ બાંધી તેને લગ્નની લાલચ આપ્યા બાદ તરછોડી દીધા બાદ યુવતીને જાતિ વિષયક ગાળો આપતા જય સોની વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકમાં 12 એપ્રિલ 2025 ના રોજ ફરિયાદ આપતા એટ્રોસિટી એક્ટ,દુષ્કર્મ,અને ગેરકાયદેસર ગર્ભપાતની મુજબ ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો: નોઈડા દલિત પ્રેરણા સ્થળે મહિલાના આંતરવસ્ત્રો પહેરી યુવકે રીલ બનાવી

નવસારીના લુંસીકુઈ વિસ્તારમાં આવેલા ડ્રીમલેન્ડ ટેટૂ સ્ટુડિયો ધરાવતા જય સોનીના સ્ટુડિયો પર યુવતી 27 માર્ચ 2023 ના રોજ ટેટુ પડવા ગઈ હતી. જય સોની ભાજપનો કાર્યકર અને ભાજપ મીડિયા સેલનો પૂર્વ કન્વીનર પણ છે. કામ પૂર્ણ થયા બાદ જય સોનીએ યુવતી નો નંબર લઈ ફોન પર ‘લવ યુ’ અને ‘મારે તને હગ કરવું છે’ જેવા મેસેજ કર્યા હતા. જે બાદ યુવતી સાથે તેની મિત્રતા થઈ હતી અને જય સોનીએ યુવતીને ‘મારી પત્ની સાથે છૂટાછેડા થયા બાદ તારી સાથે લગ્ન કરીશ’ તેવો વાયદો કરી અલગ અલગ જગ્યાએ શરીરી સંબંધ બાંધ્યા હતા.

Navsari BJP worker Jay Soni

લાંબા સમય સુધી લગ્નની લાલચ આપ્યા બાદ યુવતીને ગર્ભ રહેતા યુવાને તેને ગર્ભ નિરોધક ગોળી આપ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં જોખમી રીતે ગર્ભપાત પણ કરાવ્યો હતો, અને એક દિવસે જય સોની એ હવે આપણા લગ્ન શક્ય નથી એવું કહી જાતિવિષયક ગાળો ભાંડી હતી. જેથી યુવતીએ ગત એપ્રિલ માસમાં જય સોની વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકનો અરજી આપતા તેના આધારે પોલીસે એટ્રોસિટી એક્ટ, બળાત્કાર ગેરકાયદેસર ગર્ભપાત અને ગાળ આપવાના ગુના ને લગતી એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી, હજુ સુધી આરોપી જય સોનીની ધરપકડ થઈ નથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

યુવતીએ જય સોની પર ગંભીર આક્ષેપ કર્યા હતા

યુવતીએ જય સોની પર ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કહેવાયું હતું કે, હું ગર્ભવતી બનતા જય સોનીએ મને ઈમોશનલ બ્લેકમેઇલ કરી હતી. તેણે કહ્યું કે ‘જો હું આ ગર્ભ નહીં પડાવું તો તે મારી સાથે લગ્ન નહીં કરે.’ ત્યારબાદ તેણે મને ગર્ભપાત માટે ગોળી પીવડાવી અને ખાનગી હોસ્પિટલમાં જઈ ગર્ભપાત કરાવ્યો હતો. આ ઘટના બાદથી મારી તબિયત સારી રહેતી ન હોવા છતાં તેણે મને ફરી ઘણી વાર લગ્ન કરી લેવાની લાલચે ઘરે, અલગ-અલગ સ્થળે, સ્ટુડિયો અને કારમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા.

Navsari BJP worker Jay Soni

“તારા જેવી સત્તર સાથે મારા પુત્રને સંબંધ છે..”

પીડિતાએ કહ્યું કે, ‘જ્યારે મેં ભાજપ કાર્યકર જય સોનીના ઘરે જઈ લગ્ન કરવાની વાત કરી તો જય સોનીના માતા-પિતાએ નિર્લજ્જતાપૂર્વક કહ્યું કે, “તારા જેવી સત્તર છોકરી સાથે અમારા પુત્રના સંબંધ છે, તું અઢારમી છે,તારા જેવાને તો અમે ઘરે કામે પણ ન રાખીએ. આટલું કહ્યા બાદ તેના માતા-પિતાએ મને જાતિ વિષયક ગાળો આપી હતી.”

આ અરજી અંગે નવસારી એસસીએસટી સેલના ડીવાયએસપી હરેશ ચાંદુએ તપાસ કરી નવસારી સીટી પોલીસમાં ભાજપના કાર્યકર જય સોની સામે દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ હજુ સુધી જય સોનીની ધરપકડ થઈ નથી.

આ પણ વાંચો: મેવાણીએ કહ્યું, ‘ધારાસભ્યોને ઈંટના ભઠ્ઠામાં મોકલો તો ખબર પડે’

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x