ગુજરાત હવે ધીરેધીરે બળાત્કાર જેવા જઘન્ય ગુનાઓમાં જાણે યુપી-બિહારના રસ્તે જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડાઓ ચોંકાવનારા છે. એ મુજબ ગુજરાતમાં 3 વર્ષમાં દુષ્કર્મના 8849 કેસ નોંધાયા છે, એટલે કે દર દિવસે સરેરાશ 8 દુષ્કર્મના કેસ નોંધાય છે.
હાલમાં જ પૂર્ણ થયેલા ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્ય સરકારે આપેલી માહિતી મુજબ જૂન 2022થી મે 2025 સુધી દુષ્કર્મના કુલ કેસમાંથી ગ્રામીણ વિસ્તારોમાં 60% એટલે કે 5330 અને શહેરી વિસ્તારમાં 40% એટલે કે 3519 કેસ નોંધાયા હતા. NCRB ના ડેટા મુજબ, ગુજરાતમાં 3% આરોપીઓને પણ દુષ્કર્મના કેસમાં દોષી ઠરાવવામાં આવ્યા નથી. આ સમયગાળા દરમિયાન 2882 હત્યા એટલે કે રોજ સરેરાશ 2 કે 3 હત્યા નોંધાઇ છે. આ ઉપરાંત વિદેશી, બિયર, દેશી દારૂ સંબંધિત 6.20 લાખ કેસ નોંધાયા હતા. વિવિધ પ્રકારના આઠ ગુનામાં 7953 આરોપીની ધરપકડ કરવાની બાકી છે.
3821 આરોપીઓની ધરપકડ થઈ, દોષી ઠર્યા માત્ર 97
સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા એનસીઆરબીના આંકડા મુજબ, 2018થી 2022 દરમિયાન 5 વર્ષમાં દુષ્કર્મના કેસમાં 3821 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 97(3% ઓછા)ને દોષી ઠેરાવવામાં આવ્યા હતા. 3783 આરોપીઓ સામે અને 2766 કેસમાંથી 2572માં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. માત્ર 708 કેસમાં ટ્રાયલ પૂર્ણ થયો હતો. માત્ર 79 કેસમાં નિર્ણય આવી શક્યો હતો.
આ પણ વાંચો: દલિત મહિલા મધ્યાહન ભોજન બનાવતી હોવાથી 21 વિદ્યાર્થીઓએ શાળા છોડી
દારૂ, જુગાર સહિતના મુખ્ય 8 ગુનાની સંખ્યા અઢી લાખે પહોંચી
3 વર્ષ દરમિયાન નશીલા પદાર્થો, દારૂ, જુગાર, લૂંટ, હત્યા, દુષ્કર્મ, છેડતી અને છેતરપિંડીના કેસ વધ્યા છે.જૂન 2022થી મે 2023 દરમિયાન આ મુખ્ય આઠ ગુનાની કુલ સંખ્યા 2.25 લાખ હતી, જે જૂન 2024થી મે 2025 દરમિયાન વધીને 2.30 લાખ થઇ હતી. આ દરમિયાન દારૂના સૌથી વધુ 6.19 લાખ, જુગારના 52 હજાર કેસ નોંધાયા હતા. છેડતીના 3379 અને છેતરપિંડીના 6832 ગુના નોંધાયા હતા.
રાજ્યના 225 તાલુકામાં દુષ્કર્મના કેસ નોંધાયા
આ 3 વર્ષ દરમિયાન 225 તાલુકા એવા છે જેમાં કોઇને કોઇ વર્ષે દુષ્કર્મનો કેસ નોંધાયો છે. શહેરી વિસ્તારોમાં 33 જિલ્લાના મુખ્ય શહેરી મથકો સામેલ છે. આ દરમિયાન દારૂ સંબંધિત સૌથી વધુ 61 હજાર કેસ સુરતમાં નોંધાયા હતા.
આ પણ વાંચો: દલિત દંપતી ખેતરમાં કપાસ જોતું હતું, ગુંડાઓએ હાથ-પગ ભાંગી નાખ્યા











Users Today : 1747