બદ્રીનાથ અને કેદારનાથ સહિત 48 મંદિરોમાં બિનહિંદુઓના પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના પ્રમુખ હેમંત દ્વિવેદીએ આ જાહેરાત કરી છે. હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે બદ્રીનાથ, કેદારનાથ અને સમિતિના અધિકારક્ષેત્ર હેઠળના તમામ મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર હવે પ્રતિબંધ મૂકવામાં આવશે. આ અંગેનો ઔપચારિક ઠરાવ સમિતિની આગામી બોર્ડ મીટિંગમાં પસાર કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ મુજબ, હેમંત દ્વિવેદીએ કહ્યું કે ઉત્તરાખંડની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે આરોપ લગાવ્યો કે, પરંપરાગત રીતે કેદારખંડથી માનસખંડ સુધીના મંદિરોમાં બિન-હિંદુઓને પ્રવેશવાની મંજૂરી નથી, પરંતુ અગાઉની બિન-ભાજપ સરકારો દરમિયાન આ પરંપરાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. હવે, આ પરંપરાઓનો કડક અમલ કરવામાં આવશે.

હેમંત દ્વિવેદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ચાર ધામ પર્યટન સ્થળો નથી, પરંતુ સનાતન ધર્મના સર્વોચ્ચ તીર્થસ્થળો છે. અહીં પ્રવેશ એ નાગરિક અધિકારોનો વિષય નથી, પરંતુ ધાર્મિક પરંપરાઓ સાથે સંબંધિત બાબત છે. તેમણે દાવો કર્યો હતો કે બધા મુખ્ય ધાર્મિક ગુરુઓ પણ સંમત છે કે બિન-હિંદુઓને આ મંદિરોમાં પ્રવેશવાની મંજૂરી ન આપવી જોઈએ.
આ પણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર કદી રજા નથી લેતા?

BKTC પ્રમુખે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીના નિર્દેશ પર, રાજ્યભરમાં ગેરકાયદેસર મંદિરો દૂર કરવામાં આવ્યા છે અને આ પગલું ઉત્તરાખંડની ધાર્મિક ઓળખ, સાંસ્કૃતિક વારસો અને કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવશે. ભાજપ નેતાએ દાવો કર્યો હતો કે UCC ના અમલીકરણથી લોકોનો સરકારમાં વિશ્વાસ વધ્યો છે.
બીજી તરફ કોંગ્રેસે આ નિર્ણય પર ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે કહ્યું કે, હું આ અંગે કોઈ નિવેદન કરવા નથી માંગતો કારણ કે આ ભાજપનો પોતાનો એજન્ડા છે. તેમને તે કરવા દો… વિશ્વભરના અન્ય ધર્મો લોકોને તેમના પૂજા સ્થળો તરફ આકર્ષિત કરે છે. પણ આ લોકો આવું નથી કરવા માંગતા.
माफ़ कीजिएगा महामहिम राज्यपाल गुरमीत सिंह जी, लेकिन अब आप बद्रीनाथ जी और केदारनाथ जी के दर्शन नहीं कर सकेंगे। बदरी केदार मंदिर समिति ने ग़ैर हिंदुओं के प्रवेश को वर्जित कर दिया है। आप भी माफ कीजिएगा केंद्रीय मंत्री किरण रिजिजू जी, आप बौद्ध है, और हरदीप पुरी जी आप सिक्ख हैं, इसलिए… pic.twitter.com/CuWVMOKXrd
— Ajit Singh Rathi (@AjitSinghRathi) January 26, 2026
આ પણ વાંચો: ‘SC-ST-OBC સ્ત્રી પર બળાત્કાર કરવાથી તીર્થનું ફળ મળે!’
કોંગ્રેસના પ્રવક્તા સુજાતા પાલે સવાલ ઉઠાવતા કહ્યું કે, પહેલા એ નક્કી કરવું જોઈએ કે કોણ હિન્દુ છે અને હિન્દુ હોવાની વ્યાખ્યા શું છે. તેમણે પૂછ્યું કે જે લોકોને VIP દર્શન કરાવવામાં આવે છે, મોંઘી હોટલોમાં રોકવામાં આવે છે અને તેમની સાથે ફોટા ખેંચાવવામાં આવે છે તેમના પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.
તેમણે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે શું હવે ઉત્તરાખંડના રાજ્યપાલને બદ્રીનાથ અને કેદારનાથની મુલાકાત લેતા અટકાવવામાં આવશે? ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડના વર્તમાન રાજ્યપાલ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ગુરમીત સિંહ છે, જે શીખ છે.
આ પણ વાંચો: “તમારી હદમાં રહો, તમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી”










