બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ-ઇન્સ્પેક્ટરનાં વૃદ્ઘ માતા-પિતાની ગત રાત્રે લૂંટારાઓ દ્વારા નિર્મમ હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. લૂંટારાઓ એટલા ક્રૂર હતા કે બંનેના ચહેરા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ચીરી નાખ્યાં હતાં તેમજ વૃદ્ઘાએ પગમાં કડલાં પહેર્યાં હતાં. કડલાં લૂંટવા માટે પગમાંથી બહાર કાઢવાને બદલે તેમના પગ જ કાપી નાખ્યા હતા અને એ લઇ ફરાર થઇ ગયા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)માં ફરજ બજાવતા પોલીસ- ઇન્સ્પેક્ટર અજમલ ચૌધરીનાં માતા હોશીબેન અને પિતા વરધાજી ચૌધરી વતન બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે રહેતાં હતાં. લૂંટારાઓ એટલા ક્રૂર હતા કે બંનેના ચહેરા પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા.
આજે સવારે જ્યારે તેમના ખેતરમાં કામ કરતો ભાગીદાર તેમના ઘરે પહોંચ્યો તો ઘરના આંગણામાં ખાટલામાં બંનેના મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળ્યા હતા, જેથી તેણે આ અંગે બધાને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા સહિતના પોલીસકર્મીઓ, ડૉગ-સ્ક્વૉડ, એફએસએલની ટીમ ઘટનાસ્થળે તપાસ માટે પહોંચી હતી.
આ પ ણવાંચો: કલોલમાં ક્રાંતિઃ પહેલીવાર પત્નીએ પતિના મૃતદેહને અગ્નિદાહ આપ્યો
બનાસકાંઠાના એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે અમારા આગથળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જસરા ગામે આવેલા સીમાડામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. આ બનાવમાં વરધાજી મોતીજી પટેલ અને તેમનાં પત્નીની હત્યા કરવામાં આવી છે. વરધાજીનો પુત્ર પોલીસ-ઈન્સ્પેક્ટર છે. મર્ડરમાં પ્રાથમિક વિગત એવી મળી છે કે લૂંટારા મહિલાના પગ કાપી કડલાં કાપી લૂંટી ગયા છે તેમજ કાનની બુટ્ટીઓ પણ કાપીને લઈ ગયા છે તથા ઘરમાં તિજોરી પણ તોડેલી છે.
એસ.પી. અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ એવું માની શકાય કે જે ઈસમો આવેલા હતા તેમને ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે. અમે આ મામલે અલગ અલગ મોડસ ઓપેરન્ડીથી કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે. એવી કોઈ ગેંગ છે, જે કોઈ વિસ્તારમાંથી આવીને અંજામ આપતી હોય છે. એના પર કામ કરી રહ્યા છીએ. એફએસએલ અને ડોગ-સ્ક્વોડની ટીમ તપાસ કરી રહી છે.
વરધાજી મોતીજી ચૌધરી પટેલ અને તેમના પત્ની હોશીજી વરધાજી ચૌધરી પટેલ કે જેની ઉંમર 60-65 વર્ષની હશે. રાત્રે અજાણ્યા શખ્સોએ મોઢાના ભાગે કાપીને અને પગ કાપીને ઘરેણાંઓની ચોરી કરી છે. ઘરમાં બધુ વેરવિખેર હતું, તિજોરીઓ ખૂલી હતી. તેમના પુત્ર એસએમસી વિઝિલન્સમાં પીઆઈની નોકરી કરે છે. એમની દીકરી(પુત્રી) શિક્ષિકાની નોકરી કરે છે.
આ પ ણવાંચો: RSS-BJP સાથે જોડાયેલા દુકાનદારે દલિત યુવકની ગોળી મારી હત્યા કરી