PM, રાહુલ, કેજરીવાલ, લાલુ સહિતના નેતાઓએ શિબુ સોરેન વિશે શું કહ્યું?

Shibu Soren death: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના અવસાનથી શોકનું મોજું ફરી વળ્યું છે. જાણો કોણ કેવી રીતે દિશોમ ગુરૂને શ્રદ્ધાંજલિ પાઠવી.
sibu soren death pm, rahul reaction

Shibu Soren death: ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન(Shibu Soren)નું અવસાન થયું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મોટા નેતાઓએ દિગ્ગજ આદિવાસી નેતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને શિબુ સોરેનને એક પાયાના નેતા ગણાવતા કહ્યું કે તેમણે લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે જાહેર જીવનમાં ઊંચાઈઓ હાંસલ કરી હતી. પીએમએ હેમંત સોરેન સાથે ફોન પર પણ વાત કરીને સાંત્વના પાઠવી હતી. પીએમ ઉપરાંત, આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ શિબુ સોરેનના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.

શિબુ સોરેન એક જમીન સાથે જોડાયેલા નેતા હતા – પીએમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પરની પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘શિબુ સોરેનજી એક જમીન સાથે જોડાયેલા નેતા હતા. તેમણે આદિવાસી સમાજ, ગરીબો અને વંચિતો માટે કામ કર્યું.’ પીએમએ આગળ લખ્યું કે ‘મને તેમના નિધનથી દુઃખ થયું છે. મારી સંવેદના તેમના પરિવાર અને લોકો સાથે છે.’

આ પણ વાંચોઃ આદિવાસી વિદ્યાર્થીએ સ્માર્ટફોન-ઈન્ટરનેટ વિના NEET UG પાસ કરી

તેમની ભૂમિકા હંમેશા યાદ રહેશેઃ રાહુલ ગાંધી

શિબુ સોરેનના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે ‘આ સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. સોરેનજી લોકોના હિતો અને અધિકારો માટે લડ્યા. ઝારખંડના નિર્માણમાં તેમની ભૂમિકા હંમેશા યાદ રહેશે.’

આ પણ વાંચોઃ ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર

શિબુ સોરેનના નિધનથી દુઃખ થયું છેઃ મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શિબુ સોરેનના નિધન પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે ‘શિબુ સોરેનજીના નિધનથી હું દુઃખી છું. તેમણે ઝારખંડ રાજ્ય અને તેના લોકોના જળ, જંગલ, જમીન અને આદિવાસી સંસ્કૃતિના અધિકારોને બચાવવા માટે લાંબો સંઘર્ષ કર્યો છે.’

આ પણ વાંચોઃ આદિવાસી બાળકીને કોબ્રા કરડ્યો, હોસ્પિટલ પહોંચવા રસ્તો ન હોવાથી મોત

ભારતના દલિત અને આદિવાસી સમાજ માટે દુઃખદ સમાચારઃ લાલુ પ્રસાદ

શિબુ સોરેનના નિધન પર લાલુ પ્રસાદ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ‘શિબુ સોરેન લાંબા સમયથી રાજકારણમાં સક્રિય હતા અને તેઓ હંમેશા સમાજના વંચિત વર્ગના અધિકારો માટે લડ્યા હતા. તેમની વિદાય માત્ર ઝારખંડ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતના દલિત અને આદિવાસી સમાજ માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.’

આ પણ વાંચોઃ સુરતના અંતરિયાળ ગામનો આદિવાસી છોકરો ઈન્ડિગોનો પાયલોટ બન્યો

મૃત્યુના સમાચાર ખૂબ જ પીડાદાયક છેઃ કેજરીવાલ

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શિબુ સોરેનના મૃત્યુને પીડાદાયક ગણાવ્યું. તેમણે લખ્યું કે ‘આદરણીય દિશોમ ગુરુનું મૃત્યુ એક યુગનો અંત છે.’ કેજરીવાલે આગળ લખ્યું કે ‘તેમની વિદાય દેશના રાજકારણ અને આદિવાસી ચળવળ માટે ન ભરી શકાય તેવી ખોટ છે.’

આ પણ વાંચોઃ 70 વર્ષના આદિવાસી વૃદ્ધને માર મારી થૂંક ચાટવા મજબૂર કર્યા

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે ‘તેમણે આદિવાસી ભાઈઓ-બહેનો અને વંચિતોના અધિકારો માટે કામ કર્યું. શિબુ સોરેનજી તેમના સરળ, સહજ વ્યક્તિત્વ માટે સામાન્ય માણસમાં લોકપ્રિય હતા. તેમના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ છે.’

આ પણ વાંચોઃ સ્કૂલમાં આદિવાસી રસોઈયા હોવાથી અન્ય જાતિના બાળકો જમતા નથી

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x