જનતા દળ સેક્યુલર (JDS)ના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્ના(prajwal revanna)ને કોર્ટે બળાત્કાર કેસ(rape case)માં આજીવન કેદ(life imprisonment)ની સજા ફટકારી છે. કોર્ટે પ્રજ્વલને 11 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. પોતાના ચુકાદામાં કોર્ટે કહ્યું છે કે ગુનેગારે આ રકમ પીડિતાને આપવી પડશે. પ્રજ્વલ ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાનો પૌત્ર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી એચડી કુમારસ્વામીનો ભત્રીજો છે.
પ્રજ્વલને 1 ઓગસ્ટના રોજ કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. કેસ નોંધાયાના માત્ર 14 મહિનામાં કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટરૂમમાં ચુકાદો જાહેર થયા પછી પ્રજવલ્લ રેવન્ના કોર્ટમાં જ પોક મૂકીને રડી પડ્યો હતો. તેને મહિલા પર બળાત્કાર કરવા અને વીડિયો બનાવવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ દલિત સગીરા પર બ્રાહ્મણ યુવકે રેપ કરી બ્લિડીંગ બંધ ન થતા ઝાડીમાં ફેંકી દીધી
બેંગલુરુની એક ખાસ અદાલતે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન, રેવન્નાના વકીલે આરોપોને નકારી કાઢ્યા હતા. પરંતુ કોર્ટે તેમની દલીલોને ફગાવી દીધી હતી. આ કેસ 48 વર્ષીય મહિલાના જાતીય સતામણી સાથે સંબંધિત હતો. મહિલા રેવન્નાના ફાર્મહાઉસમાં ઘરમાં હેલ્પર માટે કામ કરતી હતી. આરોપ હતો કે રેવન્નાએ તેની સાથે બે વાર બળાત્કાર કર્યો હતો. પહેલી વાર ફાર્મહાઉસમાં અને પછી 2021 માં કોવિડ લોકડાઉન દરમિયાન બેંગલુરુના બાસવનગુડીમાં તેના ઘરે. આરોપીએ મહિલાનો વીડિયો પણ બનાવ્યો હતો.
આ પણ વાંચોઃ ‘પદ્મશ્રી’ સ્વામી પ્રદિપ્તાનંદ સામે બળાત્કારનો કેસ નોંધાયો
मोदी जी ने जिस प्रज्वल रेवन्ना के लिए वोट मांगे थे, उसे आज अदालत ने महिलाओं से रेप, उत्पीड़न और वीडियो बनाने जैसे जघन्य अपराधों में उम्रकैद की सज़ा सुनाई है। क्या यही है “बेटी बचाओ, बेटी पढ़ाओ” का असली चेहरा, मोदी जी? pic.twitter.com/r4bIc56YZq
— Hansraj Meena (@HansrajMeena) August 2, 2025
વીડિયોમાં જે સાડી મહિલાએ પહેરી હતી તેને તેણે સાચવી રાખી હતી અને તેને કેસ દરમિયાન કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, સાડી પર સ્પર્મના નિશાન મળી આવ્યા હતા. પીડિતાની આ સાડીએ રેવન્નાને દોષિત ઠેરવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચોઃ દલિત સગીરા પર 4 યુવકોનો ગેંગરેપ, હત્યા કરી લાશ ઘરમાં લટકાવી
રેવન્નાની વિરુદ્ધ IPC અને IT એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ CID ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરવામાં આવી હતી. 2,000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કુલ ૧૨૩ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા હતા. કોર્ટ કેસ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ શરૂ થયો હતો. આ દરમિયાન ૨૩ લોકોએ જુબાની આપી હતી.
આ પણ વાંચોઃ ભાજપની મહિલા નેતાએ પોતાની જ સગીર દીકરી પર ગેંગરેપ કરાવ્યો