અમદાવાદમાં મધરાતથી એકધારો વરસાદ, અઢી ઈંચ પાણી વરસ્યું

Rain Update Ahmedabad Gujarat: અમદાવાદ શહેરમાં ગઈ મોડી રાતથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ રહ્યો છે. જાણો અમદાવાદ સહિત રાજ્યભરની વરસાદી અપડેટ.
ahmedabad rain update

Rain Update Ahmedabad Gujarat: ગુજરાતભરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલ રાતથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. ખાસ કરીને અમદાવાદ શહેરમાં વરસાદ સતત વરસી રહ્યો છે. મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. સવારે 10 વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ અઢી ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જેના પગલે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ, નિકોલ, નરોડા, અને રબારી કોલોની સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે સરસપુર, વટવા, મણિનગર, ચાણક્યપુરી, ચાંદખેડા, ગોતા, થલતેજ, પકવાન ચાર રસ્તા, સિંધુભવન, ઇસ્કોન, સરખેજ, મકરબા, પ્રહલાદ નગર, અને વેજલપુર સહિતના પશ્ચિમના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.

જોધપુર, સેટેલાઇટ, શિવરંજની, વસ્ત્રાપુર, કાલુપુર, ઇન્કમટેક્સ, શાહપુર, નિકોલ, રામોલ, ગોમતીપુર, રખિયાલ, મણિનગર, લાલ દરવાજા, ગીતામંદિર, વાડજ, ઇન્કમટેક્સ, અને ઉસ્માનપુરા જેવા વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચોઃ ‘હું કાળો જાદું જાણું છું, 11 લાખ આપ એટલે 2 કરોડનો વરસાદ કરું’

gujarat rain news

છેલ્લાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે.

આ પણ વાંચોઃ આદિવાસી બાળકીને કોબ્રા કરડ્યો, હોસ્પિટલ પહોંચવા રસ્તો ન હોવાથી મોત

અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

gujarat rain

આજે અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગરમાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરના વસ્તડીનો બ્રિજ 3 વર્ષથી તૂટેલો છતાં રિપેર કરાતો નથી

આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ જાહેર

28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાત આસપાસ 4 સિસ્ટમ સક્રીય હોવાથી વરસાદ ચાલુ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ઉત્તર છત્તીસગઢ અને ઝારખંડ ઉપર ડિપ્રેશન સક્રિય થયું છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાત ઉપર પણ મોનસૂન ટ્રફ સક્રિય છે. ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ 04 સિસ્ટમ સક્રિય હોવાથી આગામી સમયમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ દરમિયાન, પવનની ઝડપ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આઝાદીના 76 વર્ષમાં ગામમાં પહેલીવાર છોકરી મેટ્રીક પાસ થઈ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x