‘હું દરબાર છું’ કહીને મહેસાણામાં રજપૂત યુવકે દલિત યુવકને માર્યો

નાસ્તાની દુકાને રજપૂત યુવક મહિલાઓની હાજરીમાં ગાળો બોલતો હતો. દલિત યુવકે અટકાવતા નિર્દયતાથી માર માર્યો. એટ્રોસિટીની ફરિયાદ થઈ.
Dalit news

મહેસાણામાં એક દલિત યુવકે નાસ્તાની દુકાને મહિલાઓની હાજરીમાં ગાળો બોલતા રજપૂત યુવકને અટકાવતા લુખ્ખા તત્વોએ દલિત યુવકને હું દરબાર છું, તું કોણ છે કહીને જાતિસૂચક અપશબ્દો કહીને નિર્દયતાથી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દલિત યુવક ઘાયલ થતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયો છે.

મહેસાણા શહેરમાં આવેલ સોમનાથ રોડ પર સામાન્ય તકરારમાં એક 31 વર્ષીય દલિત યુવાનને જાતિવિષયક અપમાન કરીને બે શખસોએ ગડદાપાટુનો માર મારતાં ઈજા થઈ છે. ઝપાઝપી દરમિયાન તેનો સોનાનો દોરો અને ઈયરફોન કયાંક પડી ગયા હતા. આ અંગે પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો: મોદી સરકારની લેબર પોલિસી મનુસ્મૃતિના નિયમો પ્રમાણે બનાવાઈ છે?

મહેસાણાના સોમનાથ રોડ પર આવેલ જય બંગલોઝ સોસાયટીમાં રહેતા ફરિયાદી મયૂરકુમાર મહેશભાઈ પરમાર ગત તા. 28/10/25ના રોજ સાંજના સુમારે ગોકુલધામ ફલેટ સામે નાસ્તો કરી રહ્યા હતા. તે વખતે તેમની બાજુમાં બેઠેલા મિત્ર ઈન્દ્ર પંડીત, સોલંકી મહેન્દ્ર શંકરભાઈ અને મનીષ કનુજી રાજપૂત એકબીજા સાથે ઉંચા અવાજે વાતો કરીને ગાળો બોલતા હતા. અહીં મહિલાઓ બેઠી હોઈ મયૂરે તેમને ગાળો બોલવાની ના પાડતા, આરોપીઓએ તું કોણ છે તેમ કહીને જતા રહેવાનું કહ્યું હતું.

“હું દરબાર છું તું કયાંનો છે?” તેમ કહીને ગડદાપાટુનો માર માર્યો

તેમણે પોલીસને જાણ કરવા ફોન કરતા હતા ત્યારે મહેન્દ્રએ ગાળો બોલી હતી અને મનીષે આવીને હું દરબાર છું તું કયાંનો છે તેમ કહીને જાતિવિષયક અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં તેઓને ઈજાઓ થતાં સારવાર માટે મહેસાણા સિવિલમાં લઈ જવાયા હતા. ત્યારબાદ સામાજિક આગેવાનોની દરમિયાનગીરીથી સમાધાન થયું હતું તેમછતાં તેઓ મારવાની ધમકીઓ આપતા હોય અંતે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: દલિત બાળકો ફટાકડા ફોડતા રજપૂતોએ ઘરમાં ઘૂસી માર માર્યો

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
K.K.Jadav shaheb
K.K.Jadav shaheb
3 months ago

સાચો દરબાર કે રાજપૂત, ક્ષત્રિય કદીપણ પોતાનો ક્ષાત્ર ધર્મની મર્યાદા તોડતો નથી. આવા ખોટા ક્ષત્રિય બની બેઠેલા લોકો સમાજને હિનપત દેખાડવા તરફ લઈ જતા હોય છે. સાચા ક્ષત્રિયમાં તો અધધ કેટલી બધી નમ્રતા અને સજ્જનતા હોય છે. તમીઝ વિનાનો કદી દરબાર ના જ હોય શકે.

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x