Ram Mandir Donation: અમેરિકા, ચીન અને જાપાન સહિત દુનિયાના મોટાભાગના વિકસિત દેશો પોતાના મહત્તમ ખર્ચ ટેકનોલોજીના સંશોધન પાછળ કરી રહ્યાં છે. બીજી તરફ ભારતમાં તેનાથી તદ્દન ઊલટું થઈ રહ્યું હોય તેમ લાગે છે. સરકાર શિક્ષણ પાછળ ઓછામાં ઓછો ખર્ચ કરે છે અને મંદિરોના નિર્માણ પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. એકબાજુ દેશમાં 80 કરોડ લોકો મોદી સરકારના રાજમાં સરકારી અનાજ પર નિર્ભર થઈ ગયા છે, બીજી તરફ મંદિરોમાં ધર્માંધ લોકો કરોડો રૂપિયાનું દાન આપીને તેને સમૃદ્ધ કરી રહ્યાં છે.
વાત અયોધ્યા સ્થિત રામ મંદિર(ram mandir)ની છે. જ્યાં છેલ્લાં બે મહિનાની અંદર 26.89 કરોડનું દાન (donation) મળ્યું છે. આ સમયગાળા દરમિયાન ૫૭ લાખ રૂપિયાનું વિદેશી દાન પણ પ્રાપ્ત થયું છે. મહાકુંભના ૪૫ દિવસ દરમિયાન અયોધ્યામાં આશરે ૨૫૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય થયાનો અંદાજ છે. દરરોજ સાડા ત્રણથી ચાર લાખ ભક્તો રામ મંદિરમાં દર્શન અને પૂજા કરતા હતા. ભક્તોની અણધારી ભીડને કારણે રામ મંદિર દરરોજ ૧૮ થી ૧૯ કલાક માટે ખોલવું પડ્યું હતું.
આ પણ વાંચોઃ Ayodhya માં દલિત યુવતીનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો
રામ મંદિરમાં દાન પેટી 6 વધારી 34 કરી દેવાઈ
ટ્રસ્ટે દાન પેટીઓની સંખ્યા છ થી વધારીને ૩૪ કરી હતી. જેના કારણે મંદિરને કરોડોનું દાન મળ્યું. રામ મંદિર ટ્રસ્ટની આવક સતત વધી રહી છે. વર્ષ ૨૦૨૩-૨૪માં રામ મંદિર ટ્રસ્ટની આવક ૩૭૬ કરોડ રૂપિયા હતી. આ વર્ષના માત્ર બે મહિનામાં, એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં, ટ્રસ્ટને ૨૬.૮૯ કરોડ રૂપિયાની આવક થઈ છે. રામ મંદિરને જાન્યુઆરીમાં ૧૧.૫૬ કરોડ રૂપિયા અને ફેબ્રુઆરીમાં ૧૫.૩૩ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.
#WATCH | Uttar Pradesh: Devotees continue to arrive in Ayodhya in large numbers for the darshan of Ram Lalla at Shree Ram Janmabhoomi Mandir.
Visuals from Shree Ram Janmabhoomi Darshan Marg. pic.twitter.com/eyeiDobGFh
— ANI (@ANI) February 17, 2025
મહાકુંભ દરમિયાન ૫૭ લાખ રૂપિયાનું વિદેશી દાન મળ્યું
આશ્ચર્યની વાત એ પણ છે કે, મંદિરને કુંભમેળા દરમિયાન 57 લાખનું વિદેશી દાન પણ મળ્યું હતું. જાન્યુઆરીમાં છ લાખ અને ફેબ્રુઆરીમાં ૫૧ લાખ વિદેશી ભક્તોએ રામ મંદિરમાં દાન આપ્યું હતું. એપ્રિલ ૨૦૨૩ થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં, મંદિરને ૧૦.૪૩ કરોડ રૂપિયાનું વિદેશી દાન મળ્યું છે. દાન આપનારાઓમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, નેપાળ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, મલેશિયા વગેરે દેશોના ભક્તોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ શાળાને બદલે મંદિરમાં પ્રવેશવા માટે દલિત પરિવારોનું આંદોલન
રામ મંદિરને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ભારે આવક થઈ છે. ધર્મના નામે આ ચાલતો ધંધો કેટલો ફાયદાકારક છે તે આ આંકડાઓ પર નજર કરશો તો સમજાઈ જશે.
જાન્યુઆરી ફેબ્રુઆરી
દાન કાઉન્ટર પર ૪.૨૨ કરોડ ૬.૯૦ કરોડ
દાન પાત્રની રકમ – ૫.૯૦ કરોડ ૭.૩૮ કરોડ
ઓનલાઈન રકમ – ૧.૩૬ કરોડ ૧.૦૦ કરોડ
વિદેશી દાન રકમ – ૬ લાખ ૫૧ લાખ
ચાર મહિનામાં રામ મંદિર ટ્રસ્ટે ૪.૨૯ એકર જમીન ખરીદી
રામ મંદિરની ધૂમ આવકને કારણે મંદિર ટ્રસ્ટ માલામાલ થઈ ગયું છે. નવેમ્બર ૨૦૨૪ થી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીના ચાર મહિનામાં રામ મંદિર ટ્રસ્ટે ૧૫ સ્થળોએ કુલ ૪.૨૯ એકર જમીન ૩૬.૬૧ કરોડ રૂપિયામાં ખરીદી છે. ટ્રસ્ટે હૈબતપુરમાં પાંચ જગ્યાએ જમીન લીધી છે. એક જગ્યાએ ૧૧૧૯૪ ચોરસ ફૂટ જમીન ખરીદવામાં આવી છે અને બીજી જગ્યાએ ૫૪૫૭ ચોરસ ફૂટ જમીન ખરીદવામાં આવી છે. આ પછી, હૈબતપુરમાં અન્ય ત્રણ સ્થળોએ અનુક્રમે ૧૭૦૧, ૩૩૯૧ અને ૫૫૧૬ ચોરસ ફૂટ જમીન ખરીદવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રસ્ટે રાનોપાલીમાં ૫૪૯૦ ચોરસ ફૂટ જમીન ખરીદી છે. આ બધું ભક્તોના ખિસ્સામાંથી આવેલી રકમમાંથી ખરીદાયું છે. આ જ તો છે ધર્મનો ધંધો.
આ પણ વાંચોઃ શાળાને બદલે મંદિરમાં પ્રવેશવા માટે દલિત પરિવારોનું આંદોલન