Galgotias university: ભારત જ્યારે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ના સપના સાકાર કરવા માટે વિશ્વભરના દિગ્ગજ દેશો સાથે ટેકનોલોજીના ક્ષેત્રે સ્પર્ધા કરી રહ્યું છે, ત્યારે ગ્રેટર નોઈડાની Galgotias યુનિવર્સિટી(Galgotia University)ની એક શરમજનક કરતૂતે દેશની છબિને આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ’ (india ai impact summit 2026) જેવા પ્રતિષ્ઠિત મંચ પર, જ્યાં દુનિયાભરના ટેકનોલોજી નિષ્ણાતો હાજર હતા, ત્યાં યુનિવર્સિટીએ ચીની ટેકનોલોજીને પોતાની કહીને રજૂ કરી હતી. જ્યારે આ છેતરપિંડી પકડાઈ ત્યારે માત્ર યુનિવર્સિટી જ નહીં, પરંતુ સમગ્ર દેશના સંશોધન જગત અને શિક્ષણ પ્રણાલીની વૈશ્વિક સ્તરે મજાક ઉડી રહી છે.
શું છે સમગ્ર વિવાદ?
તાજેતરમાં દિલ્હીમાં આયોજિત AI સમિટમાં Galgotias યુનિવર્સિટીએ એક આધુનિક ‘રોબો-ડોગ’ પ્રદર્શિત કર્યો હતો. આ પ્રદર્શન દરમિયાન યુનિવર્સિટીના પ્રોફેસરો અને સત્તાવાર પ્રતિનિધિઓએ મીડિયા અને મુલાકાતીઓ સામે અત્યંત ગર્વ સાથે એવો દાવો કર્યો હતો કે તેમના ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ ના વિદ્યાર્થીઓ અને રિસર્ચ ટીમ દ્વારા આ રોબોટ સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યો છે. તેમણે આ રોબોટને ‘ઓરિયન’ (Orion) નામ પણ આપ્યું હતું જેથી તે ભારતીય પ્રોજેક્ટ હોય તેવું લાગે.

આ પણ વાંચોઃ ભાજપ SC મોરચા પ્રમુખની પાંચ લોકોએ જાહેરમાં હત્યા કરી
JUST IN
The University of Galgautia in India claimed to have built this drone model from scratch, completing its engineering entirely. In reality, the Stryker V3 ARF is commercially available. pic.twitter.com/aBHv1eNfQr
— China pulse 🇨🇳 (@Eng_china5) February 18, 2026
પરંતુ આ ડિજિટલ યુગમાં સત્ય છુપાવવું મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર ટેક-એક્સપર્ટ્સ અને જાગૃત નેટિઝન્સે તરત જ આ દાવાની પોલ ખોલી નાખી હતી. બારીકાઈથી તપાસ કરતા જાણવા મળ્યું કે આ રોબોટ વાસ્તવમાં ચીની રોબોટિક્સ ફર્મ ‘યુનિટ્રી’ (Unitree) નો પ્રખ્યાત ‘Go2’ મોડેલ છે. આ રોબોટ ચીની ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આશરે 2 થી 3 લાખ રૂપિયામાં કોઈપણ ખરીદી શકે છે. ચીની પ્રોડક્ટ પર માત્ર પોતાનું લેબલ લગાવીને અને તેને ‘ઇનોવેશન’ તરીકે ખપાવવાની આ હરકતે શિક્ષણ જગતમાં નૈતિકતાના ધજાગરા ઉડાડી દીધા છે.

Galgotias યુનિ.ના સંચાલકો ભાજપ- RSS ના સમર્થક
Galgotias યુનિવર્સિટી માત્ર આ એક વિવાદને કારણે જ નહીં, પરંતુ તેના સંચાલકોની ચોક્કસ રાજકીય વિચારધારા પ્રત્યેની નિકટતાને કારણે પણ લાંબા સમયથી વિવાદોમાં રહી છે. યુનિવર્સિટીના સ્થાપકો અને ઉચ્ચ હોદ્દેદારો ભાજપ અને આરએસએસ (RSS) ના પ્રખર સમર્થક હોવાનું જગજાહેર છે. પીએમ મોદી, યોગી આદિત્યનાથ સહિત ભાજપ અને આરએસએસના અનેક નેતાઓ સાથે તેમના સારા સંબંધો છે. અગાઉ પણ જ્યારે દેશમાં વિપક્ષો કે વિરોધ પ્રદર્શનો થતા હતા, ત્યારે આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને બસો ભરીને વિરોધમાં મોકલવામાં આવતા હોવાના આક્ષેપો થયા હતા.
આ પણ વાંચોઃ રાજકોટ ભાજપના ઉપપ્રમુખને માતાજી આવ્યા! ધૂણીને સાંકળો ફટકારી!
The owner of Galgotias Private University is Sunil Galgotia. He is from an upper caste, there is no reservation here, but this casteist Anuradha Tiwari has to be targeted with reservation,
and let me tell you the list of Galgotias University – Department of Computer Science and… pic.twitter.com/7PZT143cAi
— AmbedkariteIN (@AmbedkariteLM) February 18, 2026
Galgotias યુનિ.નો વિવાદિત ભૂતકાળ
ભૂતકાળમાં ‘અર્બન નક્સલ’ વિરુદ્ધના એક પ્રદર્શનમાં પણ ગલગોટિયા યુનિવર્સિટીના પ્લેકાર્ડ્સમાં ગંભીર સ્પેલિંગ મિસ્ટેક્સ જોવા મળી હતી, જેના કારણે દેશભરમાં યુનિવર્સિટીની શૈક્ષણિક ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા. વિશ્લેષકોનું કહેવું છે કે, સત્તાધારી પક્ષને ખુશ કરવાની અને ‘મેક ઇન ઇન્ડિયા’ ના નામે ખોટી વાહવાહી લૂંટવાની લ્હાયમાં યુનિવર્સિટી સંચાલકોએ શૈક્ષણિક ઇમાનદારીને નેવે મૂકી દીધી છે. જ્યારે શૈક્ષણિક સંસ્થાઓ સંશોધનને બદલે રાજકીય પ્રોપેગન્ડાનું કેન્દ્ર બને છે, ત્યારે આવી જ ક્ષોભજનક સ્થિતિ પેદા થાય છે.
વૈશ્વિક બદનામી થયા સ્ટોલ બંધ કરાવી દેવાયો
આ છેતરપિંડીનો મામલો જ્યારે ટોચના સરકારી અધિકારીઓના ધ્યાને આવ્યો, ત્યારે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી. ન્યૂઝ એજન્સી ANI ના અહેવાલ મુજબ, ભારત સરકારે આ બાબતને ગંભીરતાથી લઈને Galgotias યુનિવર્સિટીને AI સમિટનું સ્થળ તાત્કાલિક ખાલી કરવા અને તેમનો સ્ટોલ હટાવવા કડક આદેશ આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્સની હાજરીમાં આ પ્રકારની સાયબર-ચોરી અને બૌદ્ધિક સંપદાના ઉલ્લંઘને ભારત સરકારને પણ વિશ્વ સમક્ષ નીચું જોવડાવ્યું હતું.
આ પણ વાંચોઃ ભાજપની દલિત વિરોધી નીતિ ખુલ્લી પડી! ચેતન ધાનાણી ફરી પ્રમુખ
गलगोटिया यूनिवर्सिटी द्वारा एआई समिट में चीनी रोबोट डॉग को अपना इनोवेशन बताने पर सोशल मीडिया पर सरकार की भारी किरकिरी देखने को मिल रही है.
पूरी ख़बर: https://t.co/88A5ikd7WV pic.twitter.com/vBxXUyN8Q8
— The Wire हिंदी (@thewirehindi) February 18, 2026
યુનિવર્સિટીએ પાછળથી સોશિયલ મીડિયા પર એવી સ્પષ્ટતા કરી કે તેમણે ક્યારેય આ રોબોટ ‘બનાવ્યો’ હોવાનો દાવો કર્યો નથી, પરંતુ તે માત્ર વિદ્યાર્થીઓ માટે એક ‘લર્નિંગ ટૂલ’ છે. જોકે, આ બચાવ તદ્દન ખોટો સાબિત થાય છે, કારણ કે સમિટ દરમિયાનના અસંખ્ય વીડિયોમાં તેમના જ પ્રોફેસરો ‘ઓરિયન’ ને પોતાની ટીમનું સર્જન ગણાવી રહ્યા છે.
વૈશ્વિક સ્તરે ભારતની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ
આ ઘટનાની અસર માત્ર એક શૈક્ષણિક સંસ્થા પૂરતી સીમિત નથી. ભારત આજે સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) અને ડિજિટલ ઇન્ડિયાના જોરે ગ્લોબલ સુપરપાવર બનવાના સપના જુએ છે, આવી સ્થિતિમાં જ્યારે કોઈ મોટી ખાનગી યુનિવર્સિટી ચીની માલને ‘સ્વદેશી’ તરીકે પ્રોજેક્ટ કરે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને વૈજ્ઞાનિકોની નજરમાં ભારતની વિશ્વસનીયતા ઘટે છે.
Galgotias યુનિવર્સિટીએ AI ક્ષેત્રે 350 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી, પરંતુ 2-3 લાખના તૈયાર ચીની રોબોટ પર સ્ટીકર લગાવીને જે ‘શોર્ટકટ’ અપનાવ્યો છે, તે ભારતની અસલી વૈજ્ઞાનિક પ્રતિભાનું અપમાન છે. આ કિસ્સો સાબિત કરે છે કે જો સંસ્થાઓ માત્ર રાજકીય વગના આધારે ચાલશે અને સંશોધનમાં પ્રામાણિકતા નહીં રાખે, તો ‘મેક ઇન ઇન્ડિયા’ માત્ર એક સૂત્ર બનીને રહી જશે. ભારતને ખરેખર આગળ વધવા માટે ‘સ્ટીકર એન્જિનિયરિંગ’ નહીં પણ સાચા વૈજ્ઞાનિક અભિગમની જરૂર છે.
આ પણ વાંચોઃ દલિત અધિકારી પર હુમલો કરનાર ભાજપ નેતાનું સ્વાગત કરાયું










