RSS પર પ્રતિબંધ મૂકવા મહારાષ્ટ્રમાં હજારો બહુજનો રસ્તા પર ઉતર્યા

સુજાત આંબેડકરના નેતૃત્વમાં વંચિત બહુજન આઘાડી(VBA)એ છત્રપતિ સંભાજીનગરમાં RSS કાર્યાલય સુધી જાહેર વિરોધ કૂચ યોજી તેના પર પ્રતિબંધની માંગ કરી.
Rss bane maharashtra

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે ડૉ.આંબેડકરના પ્રપૌત્ર સુજાત આંબેડકર(Sujat-Ambedkar)ના નેતૃત્વમાં વંચિત બહુજન આઘાડી(Vanchit Bahujan Aghadi)ના હજારો કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને છત્રપતિ સંભાજીનગરમાં આવેલા RSS ના કાર્યાલય સુધી જન આક્રોશ રેલી યોજી તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

RSS કાર્યકરો ઓફિસને તાળું મારીને ભાગી ગયા!

છત્રપતિ સંભાજીનગરમાં RSS કાર્યાલય સામે આ પ્રકારનો આ પહેલો વિરોધ કૂચ માનવામાં આવે છે. વંચિત બહુજન આઘાડી (VBA) નું ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ ભારતીય બંધારણ, ત્રિરંગો અને મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટની નકલો આપવા માટે ગયું હતું, ચોંકાવનારી વાત એ છે કે RSSના કાર્યકરો બહુજન સમાજનો આક્રોશ પારખીને પહેલેથી જ ઓફિસને તાળું મારીને ભાગી ગયા હતા. આમ આરએસએસની ઓફિસ બંધ હોવાથી ડેપ્યુટી કમિશનરે તે સ્વીકાર્યું હતું.

આ પણ વાંચો: ‘RSS કાર્યકરો નાનપણથી મારો રેપ કરતા હતા, તેમનો વિશ્વાસ ન કરો!’

VBA એ જન આક્રોશ રેલીમાં શક્તિ પ્રદર્શન કર્યું

વંચિત બહુજન આઘાડી(VBA)એ શુક્રવારે છત્રપતિ સંભાજીનગરમાં RSS કાર્યાલય પર જાહેર આક્રોશ કૂચની ચેતવણી આપ્યા બાદ પોલીસે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. જેને અવગણીને સવારે 11 વાગ્યે વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરના પુત્ર સુજાત આંબેડકરના નેતૃત્વમાં હજારોની સંખ્યામાં આંબેડકરવાદીઓ અને બહુજન સમાજના જાગૃત નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જન આક્રોશ રેલીમાં જોડાયા હતા.

RSS પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી

આ જન આક્રોશ રેલીમાં RSS પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. RSS ને દેશવિરોધી અને બંધારણની મૂળ ભાવનાનો વિરોધ કરતું સંગઠન ગણાવીને હજારો લોકો નારા લગાવતા RSS કાર્યાલય તરફ આગળ વધ્યા હતા. આ રેલી દરમિયાન ભારે પોલીસ અને વિશેષ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. વંચિત બહુજન આઘાડીના કાર્યકરોનો રોષ જોઈને RSS કાર્યાલયની સામે ભાગ્યનગરમાં મોટી સંખ્યામાં બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. પોલીસે ભાગ્યનગરમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સામે કૂચ કરનારાઓને રોક્યા હતા. એ દરમિયાન ડો.આંબેડકરના પ્રપૌત્ર સુજાત આંબેડકરે સભાને સંબોધિત કરી હતી.

આ પણ વાંચો: CJI ગવઈની માતાએ RSS ના કાર્યક્રમમાં હાજરી આપવાનો ‘ઈનકાર’ કર્યો?

વંચિત બહુજન આઘાડીના હજારો કાર્યકરો રસ્તા પર ઉતર્યા

આ જન આક્રોશ રેલી દરમિયાન જિલ્લા બેંકની સામે એક મિટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વંચિત બહુજન આઘાડીના સિનિયર કાર્યકરોએ પ્રદર્શનકારીઓને સંબોધિત કર્યા હતા અને RSSની નીતિઓ અને સમાજના કાર્યકરો સામે કરવામાં આવેલી FIR ની આકરી નિંદા કરી હતી. આ જન આક્રોશ રેલીમાં વંચિત બહુજન આઘાડીના કાર્યકરો અમિત ભુઇગલ, રૂપચંદ ગાડેકર, અરુંધતી શિરસાઠ, રામેશ્વર તાયડે, પંકજ બનસોડે, યોગેશ બાન, રાહુલ મકાસર ઉપરાંત રાજ્ય કાર્યકારિણીના પદાધિકારીઓ અને જિલ્લા કાર્યકરોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો: તમિલનાડુમાં સ્કૂલમાં ઘૂસી કાર્યક્રમ કરનાર 40 RSS કાર્યકરોની ધરપકડ

RSS ના રજિસ્ટ્રેશનને લઈને સવાલો ઉઠ્યાં

ગયા અઠવાડિયે, સરકારી તંત્ર નિકેતન કોલેજની સામે RSS નોંધણી ચાલી રહી હતી. એ દરમિયાન વંચિત બહુજન આઘાડીના કાર્યકરોએ પૂછ્યું કે કોલેજમાં નોંધણી શા માટે કરવામાં આવી રહી છે. જેને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. એ પછી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને વંચિત બહુજન આઘાડીના કાર્યકરો સામે FIR દાખલ કરવામાં આવી હતી. આ રેલીમાં વીબીએના કાર્યકરોએ આરએસએસની નોંધણીને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે RSS ને દેશની મૂળ ભાવનાની વિરુદ્ધ કામ કરતું એક દેશદ્રોહી સંગઠન ગણાવી તેના પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

શા માટે RSS પર પ્રતિબંધ મૂકવાની વાત થઈ રહી છે?

ઉલ્લેખનીય છે કે, RSS પર અત્યાર સુધીમાં બે વાર પ્રતિબંધ મૂકવામાં આવી ચૂક્યો છે. પહેલીવાર ગાંધીજીની હત્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી જાહેર કરી ત્યારે પણ RSS પર પ્રતિબંધ મૂકાયો હતો. RSS પર કાયમ મનુવાદ, જાતિવાદ અને બ્રાહ્મણ સર્વોપરિતાને ઉત્તેજન આપવાના આરોપો લાગતા રહે છે. દેશમાં બંધારણનું રાજ હોવા છતાં RSS ના કાર્યકરો જાહેરમાં મનુસ્મૃતિનું વર્ણ વ્યવસ્થા આધારિત હિંદુ રાષ્ટ્ર બનાવવાની વાતો કરે છે. RSS એ વર્ષો સુધી દેશના રાષ્ટ્રધ્વજ તિરંગાનું પણ અપમાન કર્યું હતું. આ બધી બાબતોને કારણે ફરી એકવાર તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ તીવ્ર બની રહી છે.

આ પણ વાંચો: 100 વર્ષમાં એક પણ દલિત RSS પ્રમુખ કેમ નથી બન્યો?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
18 days ago

*तथागत भगवान बुद्ध की पवित्र भूमि पर RSS का अस्तित्व होना भारतवर्ष का दुर्भाग्य है! क्योंकि RSS एक अनरजिस्टर्ड और अनओथोराईज्ड संगठन हैं!
इसका कोई सरकारी संवैधानिक जरिए औडिट होता नहीं है! यह राष्ट्रद्रोही देशद्रोही और देशवासियों की नागरिकता को खत्म करने वाली बीजेपी सरकार का सबसे बड़ा हथियार है! VBA for India Zindabad Zindabad Zindabad! जय संविधान जय भारत।

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x