ગુજરાત સરકારમાં ન જાણે કેટલીવાર મંત્રીમંડળમાં બદલાવનું ભૂત ધૂણ્યું છે, છતાં તેની અટકળોનો અંત આવતો નથી. ત્યારે ફરી એકવાર મંત્રીમંડળમાં બદલાવના ભણકારા વાગી રહ્યાં છે. પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલે આજે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ અંગે પણ સંકેતો આપ્યા હતા. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, પ્રમુખે પોતાના પ્રવચનમાં હજુ આપણે જલ્દી બે વખત મળીશું તેવી ટકોર કરી. નજીકના સમયમાં પ્રદેશ અધ્યક્ષ આવશે તેવો ઈશારો કર્યો. આમ આ રીતે મંત્રીમંડળના ફેરફાર અંગેના પણ સંકેતો આપ્યા હોવાનું કહેવાય છે.
જો કે, આ બેઠકમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત આરએસએસના પ્રાંત કાર્યવાહની હાજરી હતી. અત્યાર સુધી કદી પણ સંઘના કાર્યવાહ ભાજપની મંત્રીમંડળ વિસ્તરણ સહિતની બાબતોની મિટીંગોમાં હાજરી આપતા નહોતા. આ પહેલીવાર છે જ્યારે સંઘના કાર્યવાહ સીધા ભાજપ કાર્યાલયમાં મીટિંગમાં હાજર રહ્યા હોય.
કમલમ ખાતે મળેલ ભાજપની બેઠકમાં કંઈક નવાજૂની થવાના એંધાણ મળ્યા હતા. ભાજપની બેઠકમાં પહેલી વખત સંઘના પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા. ગાંધીનગરમાં કોબા સ્થિત કમલમ બેઠકમાં આરએસએસના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત તમામ ધારાસભ્ય અને સાંસદો પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યો, સાંસદો સાથે સંઘના હોદ્દેદાર પણ બેઠકમાં હાજર જોવા મળતા અનેક તર્કવિતર્ક સર્જાયા હતા.
આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?
બેઠક દરમિયાન મંત્રીમંડળમાં વિસ્તરણ મામલે સીઆર પાટીલે મોટા સંકેત આપ્યા છે. નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ મામલે તેમણે ગાંધીનગરની બેઠકમાં સંકેત આપ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, પાટીલે બેઠકમાં પોતાના સંબોધનમાં કહ્યું કે, જલદી આપણે બે વખત મળીશું. નજીકના સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ આવશે તેવો ઈશારો કર્યો. મંત્રીમંડળના ફેરફાર અંગેના પણ સંકેતો આપ્યા હોવાની જાણકારી મળી રહી છે.
આજે ગાંધીનગરમાં સંગઠનની બેઠકમાંથી પણ મંત્રી બચૂ ખાબડની બાદબાકી જોવા મળી હતી. મંત્રી બચૂ ખાબડ કમલમ્ ખાતે બેઠકમાં ગેરહાજર જોવા મળ્યા. મનરેગામાં પુત્રોની ધરપકડ બાદ સતત જાહેર કાર્યક્રમોમાં તેમની ગેરહાજરી વધી રહી છે. જે આંખે ઉડીને વળગે તેવી છે. ભાજપની બેઠકમાં તમામ અપેક્ષિત મંત્રીઓ ધારાસભ્ય અને સાંસદોની બેઠકમાં પણ ગેરહાજર જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક મળી હતી. જે પ્રધાનમંત્રીના જન્મ દિવસની ઉજવણી સંદર્ભે મળી હતી. ૧૭ સપ્ટેમ્બર પીએમ મોદીના જન્મ દિવસ પર સેવા સપ્તાહની ગુજરાતભરમાં ઉજવણી થવાની છે. જો કે, આરએસએસના હોદ્દેદારની હાજરીને કારણે મંત્રીમંડળનું સંભવિત વિસ્તરણ થવાનું હોવાનો મુદ્દો જ ચર્ચામાં રહ્યો હતો
આ પણ વાંચો: ‘તમે દલિત છો? નીચે ઉતરી જાવ’ કહી BJP MLAએ સરપંચનું અપમાન કર્યું
આપણે આજે મહાત્મા જ્યોતિબા ફુલે ને એકવાર વાંચવાની જરૂર છે..