દિવાળીના તહેવારમાં એકબાજુ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે ત્યારે દલિતો પર અમાનવીય અત્યાચારોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક ગામમાં જાતિવાદી બ્રાહ્મણ સરપંચ અને તેના પુત્રે તેમના સાગરિતો સાથે મળીને એક નિર્દોષ દલિત સાથે અત્યંત અમાનવીય વર્તન કર્યું હતું. સરપંચ ગામમાં ગેરકાયદે ખનીજોનું ખનન કરતો હતો. જેની સામે દલિત યુવકે વિરોધ નોંધાવ્યો હતો. જેથી બ્રાહ્મણ સરપંચે તેના પુત્ર અને સાગરિતો સાથે મળી દલિત યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, જાતિવાદી સરપંચ અને તેના સાગરિતોએ યુવકની માતાની નજર સામે જ તેના મોં પર પેશાબ કર્યો હતો. આ મામલે હવે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરવામાં આવી છે.
મામલો મધ્યપ્રદેશના કટની છો. આ શહેર ફરી એકવાર અમાનવીય અને જાતિ આધારિત અત્યાચારની શરમજનક ઘટનાથી હચમચી ઉઠ્યું છે. કટની જિલ્લાના સ્લિમાનાબાદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મટવારા ગામમાં ગેરકાયદેસર ખનનનો વિરોધ કરી રહેલા એક દલિત યુવક પર ગામના બ્રાહ્મણ સરપંચ અને તેના પુત્રે સાગરિતો સાથે મળીને અત્યંત શરમજનક હરકત કરી હતીને હુમલો કર્યો હતો. આરોપ છે કે આ જાતિવાદી તત્વોએ દલિત યુવકને માર મારીને તેની માતાની નજર સામે જ તેના ચહેરા પર પેશાબ કર્યો હતો.
આ પણ વાંચો: પાંચ વર્ષની દલિત બાળકી પર રેપ કરી હત્યા કરનારને ફાંસીની સજા
પીડિત રાજકુમાર ચૌધરી (36) એ કટનીના એસપીના આપેલી અરજીમાં જણાવ્યું છે કે આ ઘટના 13 ઓક્ટોબર, 2025 ની સાંજે બની હતી. રાજકુમારે તેના ખેતર નજીક રામગઢ ટેકરી પર સરકારી જમીનના ગેરકાયદેસર ખોદકામનો વિરોધ કર્યો હતો. ખોદકામ કરતા રામ બિહારી હલ્દકરે તેને જાતિસૂચક અપશબ્દો કહીને મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદી રાજકુમારના જણાવ્યા મુજબ, જ્યારે તે તેની માતા મુન્નીબાઈ ચૌધરી સાથે ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ગામના સરપંચ રામાનુજ પાંડે, તેના પુત્ર પવન પાંડે, ભત્રીજા સતીષ પાંડે અને તેના સાથીઓએ ગામ પાસે આવેલા સ્મશાન પાસે તેમનો રસ્તો રોકીને આંતર્યા હતા. આ તમામ લોકોએ મળીને રાજકુમાર પર લાતો, મુક્કા અને લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો. એવો આરોપ છે કે મારામારી દરમિયાન, સરપંચ રામાનુજ પાંડેના પુત્ર પવન પાંડેએ રાજકુમારના મોં પર તેની માતાની નજર સામે જ પેશાબ કરીને ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી.
આ મામલામાં દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરતી રાજકુમાર ચૌધરીની માતા મુન્નીબાઈને પણ વાળ ખેંચીને જાતિવાદી અપશબ્દો કહ્યા હતા. આરોપીઓએ તેને મારીને દાટી દેવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ‘સમ્યક સમાજ’ દ્વારા ‘સમ્યક સન્માન કાર્યક્રમ’ યોજાશે
ગંભીર રીતે ઘાયલ રાજકુમારને કટની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની ત્રણ દિવસ સુધી સારવાર ચાલી હતી. લુખ્ખા તત્વોની સતત ધમકીઓ અને રાજકીય પ્રભાવને કારણે તેઓ સ્લીમાનાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શક્યા નહોતા. સારવાર લીધા પછી યુવક તેની માતા સાથે સીધો કટની પોલીસ અધિક્ષકની ઓફિસ પહોંચ્યો હતો અને ન્યાય માટે અપીલ કરી હતી.
રાજકુમારે કહ્યું કે આરોપીઓ તેમને ગામમાં પ્રવેશવા દેતા નથી અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. તેણે SC/ST એક્ટ હેઠળ કડક કાર્યવાહીની માંગ કરી છે. અધિક પોલીસ અધિક્ષક સંતોષ દેહરિયાએ જણાવ્યું કે આ મામલાની તપાસ ચાલુ છે. તેમના મતે, પોલીસે FIR નોંધી છે અને તમામ પાસાઓની તપાસ કરી રહી છે. તેમણે પીડિતાને ન્યાયની ખાતરી આપી છે.
આ પણ વાંચો: રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તીનું ‘પલ્લી પરિવર્તન અભિયાન’ શું છે?











Users Today : 44
*દલિત દોસ્તો, વધુમાં વધુ જધન્ય બનાવો મધ્ય પ્રદેશમાં જ કેમ થાય છે, તેનું મનોવૈજ્ઞાનિક કારણ છે કે મધ્ય પ્રદેશ (મહુ છાવણી) પરમ પૂજ્ય બાબા સાહેબ ડો.ભીમરાવ રામજીરાવ આંબેડકર જીની પવિત્ર જન્મભુમિ છે!
એટલે બાબા સાહેબ ડો.આંબેડકરને નેસ્તનાબૂદ કરવાની
મનુસ્મૃતિનાં રક્ષકો ની મેલીમુરાદ, મેલી વિદ્યા અને મેલી મંશા છે, હવે દલિત બંધુઓ આટલે થી ગાંઠ વાળી દો કે
મનુવાદી બ્રાહ્મણવાદી રાજકીય નેતાઓનું સમર્થન કરીશું નહીં. જયભીમ જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર જય વિજ્ઞાન. ધન્યવાદ સાધુવાદ!