7 વર્ષની દલિત બાળકી પર બળાત્કાર, હાલત ગંભીર

દલિત બાળકી તેના માતાપિતા સાથે લગ્ન સમારોહમાં આવી હતી. આરોપી યુવક તેને ચોકલેટ આપવાના બહાને ખેતરમાં લઈ ગયો અને બળાત્કાર ગુજાર્યો. બાળકીની હાલત ગંભીર છે.
darbar who raped dalit minor gets life imprisonment
પ્રતિકાત્મક તસવીર Image credit - google Images

જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત યુપી (Uttar Pradesh) ના ઇટાવા (Etawah) માં 7 વર્ષની એક દલિત બાળકી પર બળાત્કાર (7 year old dalit girl raped) નો મામલો સામે આવ્યો છે. માસૂમ તેના પિતા સાથે લગ્ન સમારોહમાં આવી હતી અને ગેસ્ટ હાઉસના મેદાનમાં રમી રહી હતી. એ દરમિયાન આરોપી યુવક તેને ચોકલેટ અપાવવાના બહાને ખેતરમાં ઉપાડી ગયો અને રેપ કર્યો. માસુમ આરોપી સાથે રડતી રડતી ગેસ્ટ હાઉસ પહોંચી. તેના પગમાં લોહી ચોંટ્યું હતું. આ જોઈને છોકરીના પરિવારના સભ્યોએ આરોપીને પકડી લીધો અને તેને બરાબરનો ફટકાર્યો.


ઘટના મંગળવારે સાંજે બકેવર પોલીસ સ્ટેશન (Bakevar PoliceStation ) વિસ્તારના ઔરૈયા રોડ (Oraiya Road) પર બની હતી. માહિતી મળતાં પોલીસ પહોંચી અને આરોપીની ધરપકડ કરી અને બાળકીને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ માસૂમ બાળકને સૈફઈ મેડિકલ કોલેજમાં રિફર કરી છે.

ઘટના કેવી રીતે ઘટી?

ઔરૈયા રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં નગલા હરી ગામ (Nagla Hari Village) ના એક દલિત પરિવારની પુત્રીના લગ્નનો સમારોહ હતો. ૭ વર્ષની બાળકી તેના પિતા સાથે આ સમારોહમાં આવી હતી. પિતા જમતા હતા અને છોકરી ગેસ્ટ હાઉસમાં રમી રહી હતી. આરોપી યુવક અંકુર (21) જે બકેવરના વ્યાસપુર (Vyaspur) ગામના રહેવાસી છે, તે આમંત્રણ વિના જ આ કાર્યક્રમમાં જમવા માટે આવી ગયો હતો. અંકુર બાળકીને ચોકલેટ આપવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો. જ્યારે બાળકીના પરિવારને ગેસ્ટ હાઉસમાં દીકરી ન મળી, ત્યારે તેમણે તેની શોધ શરૂ કરી. લાંબા સમય સુધી તેની કોઈ ભાળ ન મળી.

આ પણ વાંચો: સાવરકુંડલામાં શિક્ષકે દલિત વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

Uppolice

લગભગ એક કલાક પછી, છોકરી આરોપી યુવક સાથે ગેસ્ટ હાઉસ તરફ આવતી જોવા મળી. લોકોને જોતાંની સાથે જ અંકુર ત્યાંથી ભાગવા લાગ્યો. પણ લોકોએ દોડીને તેને પકડી લીધો. માસુમ બાળકી તેના માતા-પિતાને જોઈને રડવા લાગી. તેના પગમાંથી લોહી વહી રહ્યું હતું. કપડાં પર પણ લોહી હતું. છોકરીએ તેની માતાને આખી ઘટના વિશે જણાવ્યું. એ પછી બાળકીના પરિવારના સભ્યો અને જાનૈયાઓએ આરોપી અંકુરને બરાબરનો માર્યો અને પછી પોલીસને સોંપી દીધો.

બાળકીની હાલત ગંભીર

ઘટનાની જાણ થતા જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપી હતી. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. બાળકીની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેને સૈફઈ મેડિકલ કોલેજમાં રિફર કરી છે. જ્યાં તેને દાખલ કરવામાં આવી છે.

SSP એ કહ્યું- આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

માહિતી મળતા જ એસએસપી સંજય કુમાર વર્મા ફોરેન્સિક ટીમ અને પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. એસએસપીએ જણાવ્યું કે દલિત બાળકી તેના પરિવાર સાથે બકેવર વિસ્તારના એક ગેસ્ટ હાઉસમાં લગ્ન સમારોહમાં આવી હતી. અંકુર નામના યુવકે તેના પર બળાત્કાર કર્યો. પરિવારની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. બાળકીને સારવાર માટે સૈફઈ મેડિકલ યુનિવર્સિટી મોકલવામાં આવી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: પ્રેમિકાને રાજી કરવા દલિત યુવક વાઘના પાંજરામાં ઉતર્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું ગુજરાત કોંગ્રેસ અને તેના સવર્ણ નેતાઓ દલિતો સાથે ભેદભાવ રાખે છે?
0
Would love your thoughts, please comment.x
()
x