ક્રિકેટમાં રૂ. 50 હારી જતા 7 યુવકોએ દલિત વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કર્યું

50 રૂપિયા વસૂલવા મિત્રોએ દલિત કિશોરને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરી વીડિયો બનાવી એક મહિના સુધી શોષણ કર્યું.
dalit news

ગુનાખોરી અને જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના સહારનપુરના રામપુર મણિહરણમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક દલિત વિદ્યાર્થી પર ક્રિકેટ સટ્ટામાં રૂ. 50 હારી જતા 7 મિત્રોએ જંગલમાં લઈ જઈને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, આરોપીઓએ દુષ્કર્મનો વીડિયો બનાવી લીધો હતો અને બાદમાં આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી એક મહિના સુધી આ રીતે શોષણ કર્યું હતું.

ક્રિકેટ સટ્ટામાં 50 રૂપિયા હારી જતા દુષ્કર્મ આચર્યું

પીડિત દલિત વિદ્યાર્થીએ પોલીસને જણાવ્યું કે તે તેના મહોલ્લાના કેટલાક યુવાનો સાથે ક્રિકેટ રમવા જતો હતો. લગભગ એક મહિના પહેલા ક્રિકેટ મેચ રમતી વખતે તે ૫૦ રૂપિયા હારી ગયો હતો. પરંતુ તેની પાસે શરત મુજબ આપવા માટે 50 રૂપિયા નહોતા. એ પછી બધા છોકરાઓએ તેની પાસે પૈસા માંગ્યા, તેથી તેણે પૈસા ચૂકવવા માટે સમય માંગ્યો. એ દરમિયાન, તેઓ તેને વાત કરતા કરતા કોઈ બહાને જંગલમાં લઈ ગયા. જ્યાં બધા આરોપીઓએ તેને માર માર્યો અને પછી ધમકી આપી તેના કપડાં ઉતારી નાખ્યા.

dalit news

દુષ્કર્મનો વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી

પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું કે જંગલમાં બે છોકરાઓએ તેના હાથ-પગ પકડી રાખ્યા હતા. ત્રીજાએ તેનું મોં દબાવી દીધું. ત્યારબાદ 2 છોકરાઓએ તેના પર બળાત્કાર ગુજાર્યો. આ દરમિયાન કેટલાક છોકરાઓએ તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો. બાદમાં બધાએ મળીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો: સામાજિક બહિષ્કાર કરાતા આદિવાસી પરિવારે સામૂહિક આપઘાત કર્યો

પીડિત વિદ્યાર્થીએ આરોપીઓને કહ્યું હતું કે, હું તમને પૈસા આપીશ દઈશ પણ વીડિયો વાયરલ ના કરતા. એ પછી અન્ય 5 આરોપીઓએ તેને ધમકી આપીને જંગલમાં બોલાવીને તેના પર દુષ્કર્મ આચર્યું. આ ક્રમ એક મહિના સુધી ચાલુ રહ્યો. જ્યારે વિદ્યાર્થીએ આરોપી છોકરાઓને રૂ. 50 આપ્યા તો તેમણે તે લેવાનો ઈનકાર કરી દીધો.

દલિત વિદ્યાર્થીએ પરિવારને જાણ કરી

પીડિત વિદ્યાર્થીના પરિવારજનોએ જણાવ્યું કે તેમનો દીકરો ડરેલી સ્થિતિમાં રહેવા લાગ્યો, જો કંઈ પૂછવામાં આવે તો તે કશું કહેતો નહોતો અને ચૂપ રહેતો હતો. એક દિવસ જ્યારે તેમણે તેની સાથે પ્રેમથી વાત કરી ત્યારે તેણે રડતા રડતા આખી ઘટના જણાવી. ઘટના સાંભળ્યા પછી, પરિવારના સભ્યો ચોંકી ગયા અને તેઓ તેને સીધા પોલીસ સ્ટેશન લઈ ગયા અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે સાત યુવકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને વિદ્યાર્થીનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું.

પોલીસે શું કહ્યું?

આ ઘટનાના તપાસ અધિકારી એસપીવ્યોમ બિંદલે જણાવ્યું હતું કે, પરિવાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત વિદ્યાર્થીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે, કેસની તપાસ ચાલી રહી છે, ટૂંક સમયમાં બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો: રેતીમાં ઉછરેલો દલિત યુવક ‘સૂરજ’ હવે ‘આકાશ’ના તારા ગણશે

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x