જામનગરના પીપળીમાં ભરવાડોએ દલિત પિતા-પુત્ર પર હુમલો કર્યો

Dalit News: જામનગરના પીપળી ગામે બે ભરવાડોએ 64 વર્ષના દલિત વૃદ્ધ અને તેમના પુત્ર પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો.
jamnagar news

Dalit News: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામે દલિત સમાજના એક પિતા-પુત્ર પર જાતિવાદી ભરવાડોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. પીપળીમાં રહેતા 64 વર્ષના ચનાભાઈ પરબતભાઈ મકવાણા અને તેમના પુત્ર ધીરજભાઈને સમાજમાં ઉતારી પાડવા માટે આ હુમલો કરાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળે છે.

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

આ કેસની મળતી વિગતો મુજબ ચનાભાઈ અને ધીરજભાઈ ગામના પાદરમાં ઉભા હતા. એ દરમિયાન પ્રફૂલ પૂંજા ભરવાડ અને પૂંજા ભરવાડ બંને ત્યાં ધસી આવ્યા હતા અને દલિત પિતા-પુત્રને ‘તમે દલિત જ્ઞાતિ છો અને અહીં શું કામ ઊભા છો’ તેમ કહીને જાતિસૂચક અપશબ્દો બોલીને ધોકા અને પાઈપ વડે હુમલો કરીને માર માર્યો હતો.

આ પણ વાંચો: દલિત વિદ્યાર્થી બ્રાહ્મણના ટિફિનને અડી જતા માર માર્યો

આ મામલે દલિત પિતા-પુત્રે પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ(SC ST act)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે.

પોલીસે તપાસ શરૂ કરી

પોલીસે ચનાભાઈ મકવાણા અને ધીરજભાઈ મકવાણા ઉપર લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમ જ સમાજમાં ઉતારી પાડી હડધૂત કરવા અંગે ભરવાડ પિતા પુત્ર પ્રફુલ પુંજાભાઈ ભરવાડ અને પુંજાભાઈ પરબતભાઈ ભરવાડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: દલિત પરિવાર દુર્ગાના દર્શન કરવા ગયો, સવર્ણોએ ધક્કા મારી કાઢી મૂક્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
1 month ago

Hindu jatankvadi che te laato ka bhut ,, bato se nahi samjega,,,, tene jel bhegina karo,,,

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x