Special story: કેન્દ્ર સરકારે સંસદમાં માહિતી આપી છે કે ભારતીય જીવન વીમા નિગમ (LIC) એ 30 સપ્ટેમ્બર સુધીમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ADANI ગ્રુપ કંપનીઓમાં રૂ. 48,284.62 કરોડનું રોકાણ કર્યું છે. આ માહિતી વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલના એક મહિના પછી આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે LIC એ કેન્દ્ર સરકારના નિર્દેશોને અનુસરીને અદાણી ગ્રુપમાં આશરે 3.9 બિલિયન ડોલર એટલે કે એ સમયે અંદાજે રૂ, 33,000 કરોડનું રોકાણ કર્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે આ નિર્દેશો એવા સમયે જારી કરવામાં આવ્યા હતા જ્યારે અદાણી ગ્રુપ નાણાકીય અને કાનૂની પડકારોનો સામનો કરી રહ્યું હતું.
નાણામંત્રી નિર્મલા સીતારમણે જવાબ આપ્યો
સોમવારે લોકસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે માહિતી આપી હતી કે LIC એ મે મહિનામાં અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન(SIR) દ્વારા જારી કરાયેલા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરમાં રૂ. 5,000 કરોડનું રોકાણ કર્યું હતું. જવાબ મુજબ, આનાથી LICનું કુલ રોકાણ ઇક્વિટીમાં ₹38,658.85 કરોડ અને લોનમાં ₹9,625.77 કરોડ થયું હતું.
આ પણ વાંચો: પ્રેમ લગ્ન કર્યા તો 1 લાખ દંડ અને સામાજિક બહિષ્કાર કરાશે
મઉઆ મોઈત્રા, મોહમ્મદ જાવેદે સવાલ કર્યો હતો
કંપનીઓ દ્વારા નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરનો ઉપયોગ રોકાણકારોને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ આપ્યા વિના મૂડી એકત્ર કરવા માટે કરવામાં આવે છે. રોકાણકારોને નિયમિત વ્યાજ ચુકવણી અને મેચ્યોરિટી પર નિશ્ચિત મુદ્દલ રકમ દ્વારા વળતર મળે છે. નિર્મલા સીતારમણે કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના પ્રશ્નોના જવાબમાં આ જાણકારી આપી હતી.
BREAKING: Govt confirms LIC pumped fresh ₹5,000 crore into Adani Ports NCDs in May 2025.
Total LIC exposure to Adani Group now ₹48,285 crore (up from ₹2,042 cr in 2007). Finance Ministry: “No directions issued; LIC decides independently after due diligence.”
Lok Sabha reply… pic.twitter.com/goJijViCRK
— Sai Ram B (@SaiRamSays) December 1, 2025
LIC પોતાના નિર્ણયો લે છેઃ નાણામંત્રી
સાંસદોએ કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે શું તેણે LIC અથવા અન્ય જાહેર ક્ષેત્રની કંપનીઓને અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરવા માટે નિર્દેશ આપ્યો છે. એવું પણ પૂછવામાં આવ્યું હતું કે શું સરકારે આવા નિર્ણયોના પરિણામોની સમીક્ષા કરી છે, જેમ કે પોલિસીધારકો પર અસર, માર્કેટ ઈન્ટિગ્રિટી અને સંસ્થાઓની સ્વતંત્રતા વગેરે. આ સવાલોના જવાબમાં, સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે નાણા મંત્રાલય LICને તેના રોકાણો અંગે કોઈ નિર્દેશ જારી કરતું નથી.
આ પણ વાંચો: બિહારના 90 % ધારાસભ્યો કરોડપતિ, 102 સામે ફોજદારી કેસ
સરકારી જવાબ પર લોકોને કેટલો ભરોસો?
તેમણે જણાવ્યું હતું કે LICના રોકાણના નિર્ણયો LIC દ્વારા જ સખત તપાસ, જોખમનું આકલન અને નિયમોનું પાલન કર્યા પછી લેવામાં આવે છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ નિર્ણયો વીમા કાયદા અને IRDAI, RBI અને SEBI દ્વારા સ્થાપિત નિયમો અનુસાર લેવામાં આવે છે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે LIC ના રોકાણો સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને તેમાં કોઈ સરકારી દખલગીરી નથી. જો કે, સરકારનો આ ખુલાસો સામાન્ય માણસને ગળે ઉતરે તેમ નથી. ખાસ કરીને ત્યારે, જ્યારે એરપોર્ટથી લઈને દરેક મોટા સરકારી કોન્ટ્રાક્ટો અદાણી ગ્રુપને અપાઈ રહ્યા છે
આ પણ વાંચો: LIC એ ADANI ગ્રુપને લોકોની બચતના 32,000 કરોડ દઈ દીધાંઃ રિપોર્ટ










