ખજૂરાહોના મંદિરમાં વિષ્ણુની મૂર્તિ તૂટી જતા એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં PIL કરી હતી. જેની સુનાવણી દરમિયાન CJI બી.આર. ગવઈએ જે કહ્યું તે ચર્ચાનો વિષય બન્યું છે. CJI BR ગવઈએ જણાવ્યું હતું કે ASI(આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા) ખજૂરાહો મંદિરોના સંરક્ષણ માટે જવાબદાર છે. વધુમાં, સુપ્રીમ કોર્ટે આ PIL(પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન)ને ‘પબ્લિસિટી ઈન્ટરેસ્ટ લિટિગેશન’ ગણાવી હતી.
સુપ્રીમ કોર્ટમાં એક અરજી દ્વારા મધ્યપ્રદેશના ખજુરાહોમાં આવેલા જવારી મંદિરમાં ભગવાન વિષ્ણુની 7 ફૂટ ઊંચી પ્રતિમાના પુનઃ ર્નિર્માણની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને તેને ‘પબ્લિસિટી ઈન્ટરેસ્ટ લિટિગેશન’ ગણાવી હતી. આ સુનાવણી દરમિયાન, કોર્ટે એક નિવેદન આપ્યું હતું જેની વ્યાપક ચર્ચા થઈ રહી છે.
Being a follower of Sanatan Dharma, I had sent a letter to the Hon’ble Chief Justice of India, Justice B R Gavai, demanding the immediate withdrawal of his hurtful remarks against Lord Vishnu and Hindu sentiments.
A copy of the letter has also been sent to the Hon’ble President… pic.twitter.com/gzjhyWuN3H— Adv.Vineet Jindal (@vineetJindal19) September 16, 2025
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ કેસ CJI બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બનેલી બેન્ચ સમક્ષ હતો. CJI એ શરૂઆતમાં તેને ફગાવી દેતા કહ્યું, “આ ફક્ત ‘પબ્લિસિટી ઈન્ટરેસ્ટ લિટિગેશન’ છે… જાઓ અને ભગવાનને આ બાબતે કંઈક કરવા માટે કહો. જો તમે ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હોવાનો દાવો કરો છો, તો પ્રાર્થના અને થોડું મેડિટેશન કરો.”
આ પણ વાંચો: સરકાર બુલડોઝર ચલાવી જજ, જ્યુરી કે જલ્લાદ ન બની શકે: CJI
રાકેશ દલાલ નામના એક વ્યક્તિએ અરજી દાખલ કરી હતી. તેમના વકીલે કોર્ટમાં મૂર્તિના ફોટોગ્રાફને ટાંકીને ભાર મૂક્યો હતો કે ભગવાન વિષ્ણુની મૂર્તિનું માથું તૂટી ગયું છે, જેનું પુનર્નિર્માણની જરૂર છે. તેમણે કહ્યું, “આ એક પુરાતત્વીય શોધ છે. ASI આને મંજૂરી આપશે કે નહીં? તેમાં ઘણા મુદ્દાઓ સામેલ છે. આ દરમિયાન, જો તમે શૈવ ધર્મના વિરોધી નથી, તો તમે ત્યાં જઈને પૂજા કરી શકો છો. ત્યાં એક વિશાળ શિવલિંગ છે, જે ખજુરાહોમાં સૌથી મોટામાંનું એક છે.”
અરજીમાં જણાવાયું છે કે આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અને ASI ને અનેક રજૂઆતો રજૂ કરવામાં આવી હતી. અરજીમાં અધિક્ષક પુરાતત્વવિદ તરફથી મળેલા પ્રતિભાવનો પણ ઉલ્લેખ છે. તેમાં જણાવાયું છે કે ખજૂરાહો મંદિરોના સંરક્ષણ માટે ASI જવાબદાર છે. તે એ વાત પર પણ ભાર મૂકે છે કે ખજૂરાહો મંદિર સંકુલના જવારી મંદિરમાં ભગવાન વિષ્ણુની સાત ફૂટ ઊંચી શિરચ્છેદ કરેલી પ્રતિમાને નવી, સંપૂર્ણ પ્રતિમા સાથે બદલવી એ સંરક્ષણ નિયમોની વિરુદ્ધ છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના સચિવ, ડીજીપીએ CJI B.R. Gavai નું અપમાન કર્યું











Users Today : 11