પાટણના ભીલવણમાં લગ્નમાં ડીજે મુદ્દે દલિતો પર મુસ્લિમોનો હુમલો
લગ્નમાં ડીજે વગાડવા બદલ 20 જેટલી મુસ્લિમ મહિલાઓએ દલિતોને જાતિસૂચક ગાળો ભાંડી. 400 મુસ્લિમોના ટોળાએ દલિતવાસ પર જીવલેણ હુમલો કર્યો.
લગ્નમાં ડીજે વગાડવા બદલ 20 જેટલી મુસ્લિમ મહિલાઓએ દલિતોને જાતિસૂચક ગાળો ભાંડી. 400 મુસ્લિમોના ટોળાએ દલિતવાસ પર જીવલેણ હુમલો કર્યો.
દલિત યુવકના લગ્નમાં ડો.આંબેડકરના ગીતો વગાડતા રાજપૂતોએ હુમલો કરી દીધો. લુખ્ખા તત્વોએ પથ્થરમારો કરી જાનૈયાોને ભગાડ્યા, 1.5 લાખનું ભોજન ફેંકી દીધું.
સર્જરી પછી પણ બાળકની હાલત ગંભીર છે. તેની માથાની સર્જરીનો વાયરલ ફોટો લોકોને ડરાવી રહ્યો છે. ઘટનાને પગલે દલિત સમાજ અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે.
બે સગીર દીકરીઓ બેડમિન્ટન રમી રહી હતી ત્યારે બે યુવકોએ તેમની છેડતી કરી હતી. પીડિયા અને પરિવારે વિરોધ કરતા તેમના પર ઉકળતું તેલ ફેંક્યું હતું.
Dihuli massacre: શોલેના ગબ્બરસિંહે જે રીતે ઠાકુરના ગામ પર ગોળીબાર કર્યો હતો. એનાથી પણ ભયાનક ઘટના વાસ્તવમાં બની હતી. બે ટ્રેક્ટર ભરીને દલિતોની લાશો દવાખાને પહોંચી હતી. જાણો શું હતી આખી ઘટના.
વધુ એક દલિત વરરાજાની જાન પર હુમલો. જાતિવાદીઓએ સીધી વરરાજાના માથે જ બંદૂક રાખી દીધી. એ પછી ઘોડી હોવા છતાં વરરાજા પગપાળા માંડવા સુધી પહોંચ્યા, ડીજે હોવા છતાં વગાડી શકાયું નહોતું.
દલિત વ્યક્તિ પોતાની માલિકીની જમીન પર ઘર બનાવતા હતા. જાતિવાદીઓએ તેમને રોકી પંચાયત બોલાવી સામાજિક બહિષ્કાર કર્યો. તેમની સાથે સંબંધ રાખનારને 1 લાખના દંડનો નિયમ બનાવ્યો.
જમીન પડાવી લેવાના ઈરાદે 20-25 લોકોનું ટોળું ખેતરમાં કામ કરતા દલિત પરિવાર પર ઘાતક હથિયારો લઈને તૂટી પડ્યું. જેમાં 7 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા છે.