દલિત યુવક સાથે લગ્ન કરનાર મુસ્લિમ યુવતીને પરિવારે ફટકારી

Palitana news

દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ યુવતીને તેના ભાઈ અને માતાએ મળીને નિર્દયતાથી માર માર્યો. ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

‘તું તો દલિત છે’ કહી જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડનું અપમાન

Shikhar Pahariya

જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ Shikhar Pahariya એ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટાં શેર કર્યા હતા. જેના પર એક ટ્રોલરે તેને તું તો દલિત છે કહીને ઉતારી પાડ્યો હતો. જો કે શિખરે તેને જોરદાર જવાબ આપ્યો.

હોળીમાં ડીજે વગાડવા બદલ દલિત યુવકની છરી મારી હત્યા

dalit murder

ડીજે વગાડવામાં થયેલા વિવાદમાં ચાર સવર્ણ યુવકોએ દલિત યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો. મૃતક યુવકના પિતા ઈન્સપેક્ટર છે છતાં આરોપીઓને કાયદાનો ડર ન લાગ્યો.

સવર્ણોએ દલિતવાસમાં ઘૂસી પરાણે રંગ લગાવતા પથ્થરમારો, 10 ઘાયલ

dalit area

સવર્ણ યુવકોએ દલિતવાસમાં આવી પરાણે રંગ લગાવવાનું શરૂ કર્યું હતું. જેને લઈને પથ્થરમારો થતા 10 લોકો ઘાયલ થઈ ગયા હતા. જોકે પોલીસે સવર્ણોની ફરિયાદ લઈ 24 દલિતો સામે ફરિયાદ નોંધી.

“તું દલિત છે એટલે તારા વાળ નહીં કાપું, થાય તે કરી લે…”

dalit

વાળ કપાવવા ગયેલા દલિત યુવકને વાળંદે ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે બંનેને એટ્રોસિટી હેઠળ જેલમાં ધકેલી દીધાં.

થરાદમાં DEO સહિત 6 લોકોએ મળી દલિત શિક્ષકનો ભોગ લીધો?

dalit teacher

શિક્ષણ વિભાગમાં બેઠેલા દ્રોણાચાર્યો આજે પણ દલિત શિક્ષકોનો કેવી કેવી રીતે ભોગ લે છે તેનો વધુ એક ભયાનક પુરાવો આ ઘટના છે. મનુવાદી ગેંગે દલિત શિક્ષકને કેવી રીતે ફસાવ્યા?

સાબરકાંઠાના ચડાસણામાં મધરાતે દલિત યુવકને નગ્ન કરીને ફેરવ્યો

dalit crime

આરોપીઓએ દલિત યુવકને ઢોર માર મારી માફીપત્ર લખાવ્યો. બે દિવસ પહેલા બનેલી ઘટનામાં પોલીસે યુવકની ફરિયાદ ન નોંધી. હવે 16 લોકો સામે ફરિયાદ થઈ.

Dihuli massacre: 24 દલિતોની હત્યામાં 44 વર્ષે ન્યાય મળશે

Dihuli massacre

Dihuli massacre: શોલેના ગબ્બરસિંહે જે રીતે ઠાકુરના ગામ પર ગોળીબાર કર્યો હતો. એનાથી પણ ભયાનક ઘટના વાસ્તવમાં બની હતી. બે ટ્રેક્ટર ભરીને દલિતોની લાશો દવાખાને પહોંચી હતી. જાણો શું હતી આખી ઘટના.

દલિત વિદ્યાર્થીએ કબડ્ડીમાં સવર્ણોને હરાવતા આંગળીઓ કાપી નાખી

kabaddi

ધોરણ 11 માં ભણતા દલિત કિશોરે કબડ્ડીમાં બાજુના ગામના કથિત સવર્ણોની ટીમને હરાવી હતી, જેનાથી સવર્ણ છોકરાઓનો ઈગો ઘવાતા તેમણે તેના પર હુમલો કરી ત્રણ આંગણીઓ કાપી નાખી.

ચકચારી પ્રણય હત્યા કેસમાં 1ને ફાંસી, 6 ને આજીવન કેદની સજા

telangana 2018 dalit youth murder case

દલિત યુવકે સવર્ણ યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવતીના પરિવારે રૂ. 1 કરોડની સોપારી આપી હતી. કોર્ટે મુખ્ય આરોપીને ફાંસીની જ્યારે અન્ય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.