15 વર્ષની દલિત દીકરી પર ગેંગરેપ, મૃતદેહ પણ દાટી દેવાયો!

દલિત સગીરા પર ગામના જ કેટલાક લોકોએ ગેંગરેપ કર્યા બાદ શબને દાટી દેવાયાનો આરોપ. 20 દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો.
dalit news
પ્રતિકાત્મક તસવીર

વર્ષ 2025નું વર્ષ વિદાય લેવા જઈ રહ્યું છે પરંતુ દલિતો, આદિવાસીઓ પર અત્યાચાર ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં. એકબાજુ ઉન્નાવ બળાત્કાર કેસની દલિત દીકરી આરોપી કુલદીપ સેંગરને મળેલા જામીન મુદ્દે ન્યાય માટે લડત આપી રહી છે, બીજી તરફ વધુ એક દલિત દીકરી પર ગેંગરેપ બાદ તેના મૃતદેહને બળજબરીથી દાટી દેવાયો હોવાનો આરોપ લાગ્યો છે.

યુપીના લખીમપુર ખીરીની ઘટના

ઘટના ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીની છે. અહીંના એક ગામમાં 15 વર્ષની દલિત દીકરીના પરિવારે કેટલાક માથાભારે તત્વો પર સામૂહિક બળાત્કાર બાદ દીકરીના મૃતદેહને બળજબરીથી દફનાવી દેવાનો આરોપ લગાવ્યો છે. એવો આરોપ છે કે આ ઘટના પછી માથાભારે તત્વોએ પીડિતાના પરિવારને ઘરમાં નજરકેદ કરી દીધો હતો.

આ પણ વાંચો: બકરાં ચરાવવા ગયેલી મંદબુદ્ધિની દલિત દીકરી પર બળાત્કાર

દલિત દીકરીની અપહરણ બાદ હત્યા કરાઈ

દલિત દીકરીના પરિવારે ગઈકાલે પોલીસ અધિક્ષક, જિલ્લા મેજિસ્ટ્રેટ અને મુખ્યમંત્રી હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારે જણાવ્યું હતું કે 8 ડિસેમ્બર, 2025 ના રોજ ગામના ત્રણ માણસોએ તેમની પુત્રીનું બળજબરીથી તેમના ઘરેથી અપહરણ કર્યું હતું. આરોપીઓએ છોકરી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને ગુનાના સ્થળથી લગભગ 400 મીટર દૂર તેને ગંભીર સ્થિતિમાં છોડી દીધી હતી અને પછી ભાગી ગયા હતા.

પરિવારને ધમકાવી મૃતદેહ દફનાવી દેવાયો

પરિવારજનોનો આરોપ છે કે, તેમને ધમકી આપવામાં આવી હતી અને બાદમાં મૃતદેહને દફનાવી દેવામાં આવ્યો હતો. સગીરાનું 9 ડિસેમ્બર, 2025 ના રોજ મૃત્યુ થયું હતું. એવો આરોપ છે કે ગુંડાઓએ પરિવારને ધમકી આપી હતી અને બળજબરીથી મૃતદેહને દફનાવી દીધો હતો. ગુંડાઓએ પરિવારને ફરિયાદ કરતા રોકવા માટે તેને ઘરમાં કેદ કરી દીધો હતો. પોલીસની હાજરીમાં પણ તેમને ડરાવવામાં આવ્યા હતા. તેઓ ડરી ગયા હતા અને ચૂપ રહ્યા હતા.

આ પણ વાંચો: દલિત યુવકને જાતિવાદી ગુંડાઓએ 4 સેકન્ડમાં 10 થપ્પડ મારી

ડીએમ દુર્ગા શક્તિ નાગપાલના આદેશ પર કાર્યવાહી

દલિત દીકરીનો પરિવાર 26 ડિસેમ્બર, 2025 ના રોજ કલેક્ટર કચેરી પહોંચ્યો હતો અને ડીએમ, પોલીસ અધિક્ષક અને મુખ્યમંત્રીને ન્યાય માટે અપીલ કરી હતી. એ પછી, વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. શનિવારે, જિલ્લા મેજિસ્ટ્રેટ દુર્ગા શક્તિ નાગપાલના આદેશ પર, એક પોલીસ ટીમ ગામમાં પહોંચી હતી અને દફન કરાયેલા મૃતદેહને બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે

પીઆઈ રાજેશ કુમાર સિંહે જણાવ્યું કે આ મામલાની જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ઉન્નાવ રેપ પીડિતા સેંગરના જામીનના વિરોધમાં ધરણાં પર બેઠી

3.7 3 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
18 days ago

Hindu jatankvadi or aatankvadi ki paidash hai unko sirf fanshi honi chahiye

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x