‘ભાજપને મત કેમ આપ્યો?’ કહી 3 દલિતોને બૂથ બહાર ફટકાર્યા

ભાજપને મત આપ્યાની આશંકામાં દલિત પરિવારના સભ્યો પર બૂથ બહાર હુમલો. ત્રણ જગ્યાએ મારામારી થતા ગામમાં તંગદિલીનો માહોલ.
Dalits beaten up for voting for BJP

Bihar Election 2025: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં ભાજપને મત આપવાને લઈને બે ગામમાં ત્રણ જગ્યાએ દલિત પરિવારના સભ્યો પર હુમલો(Three Dalits beaten up) થયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, ગોપાલગંજ(Gopalganj)ની બૈકુંઠપુર વિધાનસભામાં મતદાન બાદ, RJD સમર્થકો પર ભાજપને મત આપવા બદલ(voting for BJP) દલિત પરિવાર પર હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સિધવલિયાના બુચેયા ગામ સહિત ત્રણ સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી, જેમાં એક પિતા અને પુત્ર સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા. ભાજપના ઉમેદવાર મિથિલેશ તિવારીએ RJD ધારાસભ્યના સમર્થકો પર ચૂંટણીમાં હાર ભાળી જતા હતાશામાં હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે અને SDPO એ તપાસ અને કાર્યવાહીની ખાતરી આપી છે.

મોડી સાંજે, ગોપાલગંજ જિલ્લાના બૈકુંઠપુર વિધાનસભા મતવિસ્તારમાં મતદાન પૂર્ણ થયા પછી, હિંસા અને તંગદિલી ફેલાયાના અહેવાલો સામે આવ્યા હતા. એવો આરોપ છે કે સિધવલિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બુચેયા ગામમાં એક દલિત પરિવારના સભ્યો પર RJDને મત ન આપવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદના સાબરમતીમાં 20 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

મતદાન બાદ આરજેડી સમર્થકોએ માર માર્યો

પીડિતોના જણાવ્યા મુજબ, તેઓ ગઈકાલે મોડી સાંજે મતદાન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કથિત રીતે આરજેડી સમર્થકો અખિલેશ યાદવ, વિશાલ યાદવ અને અન્ય લોકોએ તેમને રોક્યા અને ભાજપને મતદાન કરવાનો આરોપ લગાવીને તેમને બેરહેમીથી માર માર્યો. હુમલામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ દલિત પરિવાર ગભરાટમાં છે. બૈકુંઠપુર પોલીસ સ્ટેશન હેઠળના બાંગરા અને મોહમ્મદપુર પોલીસ સ્ટેશન હેઠળના દેવકુલીમાં પણ હિંસાના અહેવાલો મળ્યા છે.

ત્રણ અલગ અલગ સ્થળોએ હિંસા

એસડીપીઓ રાજેશ કુમારે ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે મતદાન પૂર્ણ થયા પછી બૈકુંઠપુર વિધાનસભા મતવિસ્તારમાં ત્રણ અલગ અલગ સ્થળોએ હિંસાના બનાવો બન્યા હતા. આ ઘટનાઓ બૈકુંઠપુર પોલીસ સ્ટેશન હેઠળના બાંગરા, મોહમ્મદપુર પોલીસ સ્ટેશન હેઠળના દેવકુલી અને સિધવાલિયા પોલીસ સ્ટેશન હેઠળના બુચેયા ગામમાં નોંધાઈ હતી. એસડીપીઓએ જણાવ્યું કે ઘાયલો પાસેથી લેખિત ફરિયાદો લેવામાં આવી રહી છે, અને ત્રણેય સ્થળોએ આરજેડી સમર્થકોએ હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ખાતરી આપી કે તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપના ઉમેદવાર મિથિલેશ તિવારીએ કાર્યવાહીની માંગ કરી

આ દરમિયાન, ભાજપના ઉમેદવાર મિથિલેશ તિવારી સદર હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલો (બાંગડામાં સંજીત મિશ્રા, દેવકુલીમાં સુમન સિંહ અને બુચેયામાં એક દલિત પરિવારના સભ્યો) ને મળ્યા અને ઘટના વિશે પૂછપરછ કરી.

મિથિલેશ તિવારીએ સીધો જ આરજેડી ધારાસભ્ય પ્રેમ શંકર યાદવના સમર્થકો પર હુમલાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે સંભવિત હારથી હતાશ થયેલા આરજેડી ધારાસભ્યના સમર્થકો આ હતાશામાં એનડીએ સમર્થકોને નિશાન બનાવી રહ્યા છે. ભાજપના ઉમેદવારે માંગ કરી છે કે વહીવટીતંત્ર 48 કલાકની અંદર તમામ આરોપીઓની ધરપકડ કરે. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે, અને ઘટનાઓ બાદ વિસ્તારમાં તણાવ ફેલાયો છે. પોલીસ સતર્ક છે, અને વહીવટીતંત્રે જનતાને શાંતિ જાળવવા અપીલ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતી સંગીતકાર જોડી સચિન-જિગર ફેઈમ સચિનની રેપ કેસમાં ધરપકડ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x