સુરેન્દ્રનગરમાં બે સગીરોએ મળી સગીર મિત્રની હત્યા કરી

સુરેન્દ્રનગરના રતનપર સર્કલ પર સગીર મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ. સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા ઝીંકી હત્યા.
surendranagar murder case

સુરેન્દ્રનગરમાં એક ચોંકાવનારી ઘટના બની છે, જેણે સમાજમાં સગીરોમાં વધતી જતી ગુનાખોરીને લઈને ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. અહીંના રતનપરના મેક્સન સર્કલ નજીક સામાન્ય બોલાચાલી બાદ બે સગીરોએ બદલો લેવા માટે અન્ય સગીરની છરીના ઝા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે બે સગીરોને ઝડપી પાડવામાં આવ્યા બાદ ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દેવાયા છે. આ ઘટનાએ સગીરોમાં વધતી ગુનાખોરીને ઉજાગર કરી છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, કાયદાના સંઘર્ષમાં આવેલા બે સગીરો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 17 વર્ષીય ધનરાજ કુંણપરાનું મોત થયું હતું. આ મુદ્દે મૃતદેહને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારે મોડી રાત્રે જોરાવનગર પોલીસ મથક ખાતે તમામ પરિવારજનો એકત્રિત થઈ અને આરોપીને પકડવાની માંગ કરવામાં આવી હતી. આ મુદ્દે જોરાવરનગર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: આજે નહીં તો કાલે, હું ચોક્કસ રાજકારણમાં જોડાઈશઃ વિક્રમ ઠાકોર

આરોપી સગીરો જોરાવરનગર અને ખેરાળીથી ઝડપાયા

સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા એક આરોપીને જોરાવનગર તેમજ અન્ય એક આરોપીને ખેરાળી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો, અને બંનેની ઉંમર પૂછવામાં આવતા બંનેની ઉંમર 17 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. બંને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો હોવાના કારણે સુરેન્દ્રનગરની સબજેલના સ્થાને તેમને ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

મિત્રોએ જ ભેગા મળી મિત્રની હત્યા કરી

સમગ્ર મામલે આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોની અટકાયત બાદ મૃતદેહ સ્વીકાર કરી અને પરિવારજનો દ્વારા મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા, અને પોલીસે પણ હવે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય બોલાચાલીમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે મિત્રોએ જ ભેગા મળી અને મિત્રની હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવતા આ મુદ્દે હવે પોલીસ વિભાગે પણ તપાસ હાથ ધરી છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બંને સગીરોને સુધારા માટે મોકલી આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે અંધશ્રદ્ધા ફેલાવવાની ફરિયાદ!

મૃતક ધનરાજ અને તેના મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી

મૃતક ધનરાજ અને તેના મિત્ર વચ્ચે અગાઉ બોલાચાલી થઈ હતી, જેમાં સોશિયલ મીડિયા ઉપર બંને ઉશ્કેરણીજનક સ્ટેટ્સ મુકતા હતા અને બંને વચ્ચે છેલ્લા અનેક સમયથી રાગ દ્વેષ ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક મેક્સન સર્કલ નજીક ધનરાજ બંને મિત્રોને મળ્યો હતો. ત્યારબાદ બંને મિત્રો સાથે ત્યાં પણ થોડી બોલાચાલી થયા બાદ મૃતક ધનરાજને છરીના ઘા ઝિંકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલના તબક્કામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બંને બાળકોને ઝડપી લઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટના સમાજ માટે ચિંતાનો વિષય બની છે.

આ પણ વાંચો: વડોદરામાં પોલીસ લોકઅપમાં આદિવાસી યુવકનો આપઘાત

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x