Dalit News: દેશમાં દલિતો પર અત્યાચાર અને હત્યાની ઘટનાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો અને વધુ એક દલિતની હત્યા કરી દેવામાં આવી છે. દલિત રીક્ષાચાલકે સાઈડ ન આપતા બે યુવકોએ તેમનો રસ્તો રોકીને ઢોર મારતા મોત થઈ ગયું હતું. મૃતકના પરિવારને ઘટનાની જાણ થતા તેઓ રસ્તા વચ્ચે ચાલુ વરસાદમાં જ લાશ પાસે બેસીને રડતો રહ્યો.
યુપીના રામપુરની ઘટના
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના રામપુરમાં બે યુવકોએ એક દલિત રિક્ષાચાલકની એટલા માટે હત્યા કરી નાખી કેમ કે તેણે સાઈડ નહોતી આપી. આરોપીઓએ રિક્ષચાલકનો રસ્તો રોકીને તેને બેરહમીથી માર માર્યો, જેના કારણે તેનું મોત નીપજ્યું. મંગળવારે મોડી સાંજે બનેલી આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ લાશને વરસાદમાં રાખીને હોબાળો મચાવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં એસડીએમ-સીઓ સહિતના પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહીનું આશ્વાસન મળ્યા બાદ પરિવારજનો શાંત થયા અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી.
મામલો શું હતો?
રામપુરના પરમ કલ્યાણપુર ગામના રહેવાસી 55 વર્ષીય ભગવાન દાસ અને તેમનો પુત્ર જીતેન્દ્ર ઈ-રિક્ષા ચલાવે છે. મંગળવારે સાંજે પિતા-પુત્ર બંને પોતપોતાની ઇ-રિક્ષામાં મુસાફરો ભરીને શહેરથી ગામ પરત ફરી રહ્યા હતા. પિતાની રિક્ષા થોડી આગળ હતી, જ્યારે તેમનો પુત્ર પાછળ આવતો હતો. લગભગ 7:30 વાગ્યે જ્યારે ભગવાન દાસ તરબ્બા ગામ નજીક પહોંચ્યા ત્યારે પાછળથી આવતા બાઇકસવારોએ તેમને સાઈડ આપવા માટે કહ્યું હતું. જો કે, આગળ કોઈ વાહન જતું હોવાથી ભગવાન દાસને સાઈડ આપવામાં થોડી વાર લાગી હતી. જેના કારણે બંને બાઈકસવાર યુવકોએ ઉશ્કેરાઈ ગયા હતા અને રિક્ષા ઉભી રખાવી ઝઘડો શરૂ કરી દીધો હતો.
આ પણ વાંચોઃ ખેતરમાં ઘાસચારો લેવા ગયેલા દલિત યુવકની ગોળી મારી હત્યા
બાઈકને સાઈડ ન આપતા હત્યા કરી નાખી
ભગવાનના પુત્ર જીતેન્દ્રના જણાવ્યા અનુસાર, બાઇક સવારોએ તેના પિતાને નિર્દયતાથી માર માર્યો અને ગળું દબાવીને હત્યા કરી નાખી. તે પાછળથી રિક્ષા લઈને પહોંચ્યો ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયા હતા. ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને દલિત સમાજના લોકો રોષે ભરાયા હતા. માહિતી મળતાં જ પરિવાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
દલિત સમાજે રસ્તા પર ઉતરી હોબાળો મચાવ્યો
ત્યારબાદ એસડીએમ આનંદ કુમાર કનૌજિયા, સીઓ રાજવીર સિંહ પરિહાર, કોટવાલ ધનંજય કુમાર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગુસ્સે ભરાયેલા પરિવારજનો અને દલિત સમાજના લોકોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો ઇનકાર કર્યો હતો અને આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક વિદ્યા સાગર મિશ્રા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની માહિતી મેળવી હતી. અધિકારીઓએ યોગ્ય કાનૂની કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું, ત્યારબાદ આંદોલનકારીઓ રાત્રે દસ વાગ્યે શાંત થયા હતા અને મૃતદેહનું પંચનામું કર્યા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ સૈરાટ ફિલ્મ જેવી ઘટનાઃ મુસ્લિમ પ્રેમિકાની હત્યા, દલિત પ્રેમી ગુમ
प्रदेश में कानून व्यवस्था पूरी तरह ध्वस्त हो चुकी है क्योंकि यहां कानून का राज नहीं,भाजपा का जंगलराज है!
UP: रामपुर दिनदहाड़े ई-रिक्शा चालक की हत्या सरेआम रोड पर पेचकस से उतारा मौत के घाट।
हत्यारा वारदात को अंजाम देकर मौके से फरार
थाना सिविल लाइन क्षेत्र का मामला!@rampurpolice pic.twitter.com/22SvIGaVnm— Manish Yadav (@ManishY78062388) July 31, 2025
પોલીસને હજુ સુધી ફરિયાદ નથી મળી
પોલીસ અધિક્ષક વિદ્યા સાગર મિશ્રાએ જણાવ્યું હતું કે બાઇકસવારોનો રિક્ષાચાલક સાથે ઝઘડો થયો હતો. જેમાં ઇ-રિક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું. પરિવારના સભ્યો સાથે વાત કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ફરિયાદ હજુ સુધી મળી નથી.
આ પણ વાંચોઃ ગાય ચોરીની શંકામાં દલિત યુવકને જાતિ પૂછી નગ્ન કરી ઢોર માર માર્યો
વરસાદને કારણે મૃતદેહને પતરાના શેડમાં રાખવામાં આવ્યો
વરસાદને કારણે ભીડે મૃતદેહને એક પતરાના શેડમાં રાખ્યો હતો. સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે જે લોકોએ દલિત રિક્ષાચાલકને માર મારી મોતને ઘાટ ઉતારી દીધો તે યુવકો બરા ગજેજા ગામના રહેવાસી છે. તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. તેઓ રિક્ષાચાલકને ઓળખતા હતા, તેમ છતાં તેની હત્યા કરી નાખી. પોલીસે કલાકો સુધી સમજાવ્યા બાદ લોકો માંડ શાંત પડ્યા હતા અને પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ દલિત સગીરા પર બ્રાહ્મણ યુવકે રેપ કરી બ્લિડીંગ બંધ ન થતા ઝાડીમાં ફેંકી દીધી