વાવ-થરાદનો બંને પગ ગુમાવનાર યુવાન પેરા ઓલિમ્પિકમાં દોડશે

વાવ-થરાદના ગગદાસ પરમારે વીજ કરંટથી બંને પગ ગુમાવ્યા હતા, પણ હિંમત હાર્યો નહોતો. હવે પેરા ઓલિમ્પિકમાં દોડશે.
Vav-tharad news

કહેવાય છે કે, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આ વાતને વાવ-થરાદ જિલ્લાના ગગદાસ પરમારે સાચી સાબિત કરી બતાવી છે. વીજળીનો કરંટ લાગતા ગગદાસે બંને પગ ગુમાવ્યા હતા, પરંતુ તેમ છતાં તેણે હિંમત હારી નહોતી. આજે ગગદાસે પોતાની અડગ ઇચ્છાશક્તિ, પરિવારના સહયોગ અને સરકારની મદદથી રમતજગતમાં નવી ઓળખ બનાવી છે. ગગદાસ હવે પેરા ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યો છે.

વીજળીનો કરંટ લાગ્યો અને બંને પગ ગુમાવ્યા

વર્ષ 2017માં વીજળીનો કરંટ લાગતા ગગદાસના બંને પગ ઘૂંટણની નીચેમાંથી કપાવવા પડ્યા. ખેતમજૂર પિતા થાનાભાઈ પરમાર માટે આ સમય અત્યંત કઠિન હતો. પરિવારએ આઠથી દસ લાખ રૂપિયાનો ભારે ખર્ચ કરીને દીકરાની સારવાર કરી અને તેને નવજીવન આપ્યું. શારીરિક અક્ષમતા છતાં ગગદાસે આત્મવિશ્વાસ ગુમાવ્યો નહીં.

આ પણ વાંચો: ગુજરાતમાં 27 લાખ લોકો મેદસ્વી, 58 ટકા પુરૂષો સામેલ

Vav-tharad  news

ડિસ્ક થ્રો અને પેરા પાવર લિફ્ટિંગમાં મેડલ જિત્યા

અભ્યાસ માટે ગગદાસ પાલનપુર ગયો. જ્યાં દિવ્યાંગ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં રહીને ભણતાં ભણતાં તેને કોચ નિલેશભાઈ રબારીનો સાથ મળ્યો. તેમના માર્ગદર્શનથી ગગદાસ રમત ક્ષેત્ર તરફ વળ્યો. માત્ર છ મહિનાની તૈયારીમાં જ તેણે ડિસ્ક થ્રો અને પેરા પાવરલિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે સ્વર્ણ અને કાંસ્ય પદક જીત્યા. આ સફળતાઓએ તેના ઓલિમ્પિક સ્વપ્નને મજબૂત બનાવ્યું.

સરકારી સહાય અને એનજીઓની મદદથી પ્રોસ્ટેથિગ પગ નખાવ્યા

રમત ક્ષેત્રે આગળ વધવા માટે સામાન્ય પ્રોસ્થેટિક પગ પૂરતા નહોતા. એડવાન્સ પ્રોસ્થેટિક પગ માટે 14 થી 15 લાખ રૂપિયાનો ખર્ચ આવતો હતો. જે પરિવાર માટે અશક્ય હતો. ત્યારે ગગદાસે હિંમત કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પોતાની રજૂઆત કરી. મુખ્યમંત્રીના વિશેષ પ્રયાસોથી સરકારી સહાય અને CSR ફંડ દ્વારા ગગદાસને અદ્યતન ટેકનોલોજીથી બનેલા પ્રોસ્થેટિક પગ ઉપલબ્ધ થયા.

આ પણ વાંચો: ‘એ દલિત છે, તું એની સાથે લગ્ન કરવાનું વિચારી કેમ શકે?’

દરરોજ 100-200 મીટર દોડની પ્રેક્ટિસ કરે છે

આજે ગગદાસ દરરોજ 100 અને 200 મીટર દોડની કઠોર પ્રેક્ટિસ કરે છે. તેની આંખોમાં હવે એક જ સપનું છે. પેરા ઓલિમ્પિકમાં મેડલ જીતીને ગુજરાત અને દેશનું નામ ગૌરવશાળી બનાવવું. કરુણ ઘટનાથી શરૂ થયેલી ગગદાસની સફર આજે પ્રેરણાદાયક કથામાં બદલાઈ ગઈ છે. ગગદાસની કહાની એવા અનેક યુવાનોને પ્રેરણા આપશે, જે હિંમત હારી જાય છે. ગગદાસને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આ પણ વાંચો: ‘હું IAS છું, છતાં સવર્ણો અટક જોઈને મારી સાથે ભેદભાવ કરે છે!’

3.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x