ગુજરાતમાં સૌથી જાતિવાદી વિસ્તાર ગણાતા સૌરાષ્ટ્રમાં દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આવેલી જ્ઞાનગંગા સ્કૂલમાં એક દલિત વિદ્યાર્થીને સ્કૂલના જાતિવાદી દરબાર સંચાલકે તેનું જાહેરમાં જાતિસૂચક અપશબ્દો બોલીને અપમાન કર્યા બાદ ગુપ્તાંગ પર પાટું મારી અમાનવીય વર્તન કર્યું હતું. આ મામલે વિદ્યાર્થીએ તેના પરિવારને જાણ કરતા વિદ્યાર્થીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
‘તમે ભણવાને લાયક નથી’ કહીને ગુપ્તાંગ પર પાટું માર્યું
આ ઘટનાની મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા વાલીએ જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા (રહે. વાંકાનેર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો 15 વર્ષનો દીકરો ધોરણ 10માં જ્ઞાનગંગા સ્કૂલમાં અભ્યાસ કરે છે. બે દિવસ પહેલા તે સ્કૂલમાં રિસેશ દરમિયાન સ્ટેચ્યૂ ચોક નજીક આવેલી નાસ્તાની દુકાન પર નાસ્તો કરી રહ્યો હતો ત્યારે સ્કૂલનો સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા ત્યાં પહોંચી ગયો હતો. અને તેણે દલિત વિદ્યાર્થીને કશા જ કારણ વિના તેની જાતિ પ્રત્યે જાહેરમાં અપમાનિત કરવાનું શરૂ કરી દીધું હતું. આરોપીએ વિદ્યાર્થીને ‘તમે ભણવાને લાયક નથી’ તેમ કહીને તેના ગુપ્તાંગ પર જોરથી પાટું માર્યું હતું. એટલું જ નહીં, તેણે વિદ્યાર્થીને જાહેરમાં માર પણ માર્યો હતો.
આ પણ વાંચો: તમિલનાડુની DMK સરકાર બાળકોને હિંદીને બદલે AI-અંગ્રેજી ભણાવશે
દલિત વિદ્યાર્થી ચક્કર ખાઈને જમીન પર ફસડાઈ પડ્યો
સ્કૂલ સંચાલકે ગુપ્તાંગ પર પાટું મારતા દલિત વિદ્યાર્થીને ચક્કર આવી ગયા હતા અને તે જમીન પર ફસડાઈ પડ્યો હતો. જેથી અન્ય વિદ્યાર્થીઓએ તેના પરિવારને જાણ કરી હતી. વિદ્યાર્થીએ જેમતેમ કરીને ઘરે પહોંચીને ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી. એ પછી વિદ્યાર્થીનો પરિવાર તરત તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાંથી બાદમાં વાંકાનેર સીટી પોલીસે આરોપી સ્કૂલ સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપી સંચાલક યોગેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મોરબી જિલ્લા એસસી એસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડી આ કેસની તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: મોરબીના ધૂળકોટમાં સ્વામિનારાયણ મંદિરે ગયેલી દલિત મહિલાને માર પડ્યો
આ એક આતંકવાદી ગુંડો છે, જાતિવાદ એના દિમાગમાં હાવી થઈ ગયો છે, માણસાઈ મરી ગઈ અને માણસ મટીને ગુંડો બની ગયો છે,બેખોફ થઈ ગયો છે, શિક્ષક તો શું શિક્ષણ જગતને શરમાવે તેવો રાક્ષસ છે,દેશ નું કલંક છે,
આ ગુંડા ને બરતરફ કરી કડક કાર્યવાહી થવી જરૂરી છે,