UGC મુદ્દે સુપ્રીમના નિર્ણય પર બહુજન નેતાઓ લાલઘૂમ, જાણો શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે નવા UGC નવા નિયમો પર સ્ટે આપતા પ્રકાશ આંબેડકર, ચંદ્રશેખર આઝાદ, માયાવતીએ આકરી ટીકા કરી.
new ugc bill 2026

29 જાન્યુઆરી 2026ના રોજ સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નવા નિયમો પર વચગાળાનો સ્ટે લાદી દીધો છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે નિયમો પહેલી નજરે અસ્પષ્ટ છે અને દુરુપયોગ થવાની સંભાવના ધરાવે છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને UGC ને નોટિસ જારી કરીને જણાવ્યું હતું કે નિયમોની ભાષા એટલી અસ્પષ્ટ છે કે તે સમાજને વિભાજીત કરવાની ક્ષમતા ધરાવે છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશને વાંચવામાં આવતાં તેનો વિરોધ થયો હતો.

પ્રખ્યાત વકીલ ઇન્દિરા જયસિંહે મુખ્ય ન્યાયાધીશને અટકાવતા કહ્યું, “અમારા મંતવ્યો સાંભળ્યા વિના નિયમો પર સ્ટે મૂકવો યોગ્ય નથી. એવું ન થઈ શકે કે તમે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરો અને પછી સ્ટે લાદવા માટે કોર્ટમાં આવો.”

ઇન્દિરા જયસિંહે દલીલ કરી હતી કે ઉચ્ચ શિક્ષણમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે આ નિયમો જરૂરી હતા અને બધા પક્ષોને સાંભળ્યા વિના સ્ટે લાદવો અન્યાયી હતો. કોર્ટે તેમની દલીલો સાંભળી પરંતુ વચગાળાના સ્ટેને સમર્થન આપ્યું.

આ પણ વાંચો: UGC નિયમો પર આવ્યું માયાવતીનું નિવેદન, જાણો શું કહ્યું?

ન્યાયતંત્રની ન્યાયિક શરણાગતિ: પ્રકાશ આંબેડકર

આ નિર્ણય પર વિવિધ સંગઠનો અને અગ્રણીઓ તરફથી પ્રતિક્રિયાઓ આવી છે. ઉચ્ચ જાતિના સભ્યો નવા નિયમો પર સ્ટેને પોતાના વિજય તરીકે ગણાવી રહ્યા છે, જ્યારે SC-ST, OBC અને તેના સંગઠનો સુપ્રીમ કોર્ટના નિર્ણયની આકરી ટીકા કરી રહ્યા છે. વંચિત બહુજન આઘાડીના પ્રમુખ અને ડૉ.આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકરે કહ્યું કે, જો UGCના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન આપવાના નવા નિયમોની આસપાસની ચર્ચાનું સ્તર નિંદનીય હતું, તો સુપ્રીમ કોર્ટનો આ નિયમો પરનો સ્ટે તે જ ચર્ચા પ્રત્યે ન્યાયિક શરણાગતિનું ચિંતાજનક ઉદાહરણ છે.

પ્રકાશ આંબેડકરે કહ્યું, “આ સ્ટે બંધારણીય સિદ્ધાંતો અને વાસ્તવિક સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. આ સમાનતા, સામાજિક ન્યાય અને શિક્ષણ સુધી લોકતાંત્રિક પહોંચના વચનની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નવા નિયમો “સમાજને વિભાજીત કરશે!” પરંતુ શું સમાજ પહેલાથી જાતિના આધારે વિભાજિત નથી? અને આ નિયમો તો જાતિ ભેદભાવને રોકવા માટે જ બનાવવામાં આવ્યા હતા. મને સમજાતું નથી કે કોઈ મૂળભૂત સમાનતાના પગલાંનો વિરોધ કેવી રીતે કરી શકે છે? વિરોધ પ્રદર્શનો પોતે રોહિત વેમુલા, પાયલ તડવી અને હજારો અન્ય લોકોની યાદોનું અપમાન હતા, જેમણે શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિ આધારિત ભેદભાવનો સામનો કર્યો છે અને કરી રહ્યા છે. આ એક દુઃખદ દિવસ છે!

આ પણ વાંચો: રોહિત વેમુલાથી દર્શન સોલંકી સુધી, આ દલિતો જાતિવાદનો ભોગ બન્યા

લેખક અને વિચારક લક્ષ્મણ યાદવે આ નિર્ણય પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં લખ્યું, “મેં પહેલા દિવસથી જ કહ્યું હતું કે #UGCR નિયમો એક કાવતરું અને કૌભાંડ છે. વસ્તુઓને ભેળસેળ કરીને તેમણે પહેલા દલિતો અને પછાત વર્ગોને ગેરમાર્ગે દોર્યા, પછી ઉચ્ચ જાતિઓને વિરોધ કરવા માટે ઉશ્કેર્યા, અને પછી કોર્ટને તેને રોકવા માટે મજબૂર કરી. આનાથી મોટી મજાક શું હોઈ શકે?”
સાંસદ ચંદ્રશેખર આઝાદે કહ્યું, “સુપ્રીમ કોર્ટે જાતિ ભેદભાવને કાયદેસર બનાવ્યો છે. સરકાર કોર્ટમાં પોતાનો કેસ મજબૂતીથી રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.”

ભૂતપૂર્વ સાંસદ ઉદિત રાજે X ના પ્રતિભાવમાં કહ્યું, “ભારતમાં કેટલાક મનુવાદીઓ એવી રીતે ઉજવણી કરી રહ્યા છે જાણે તેમણે પાકિસ્તાન સામે યુદ્ધ જીતી લીધું હોય. સુપ્રીમ કોર્ટનો 19 માર્ચ સુધી UGC નિયમોને સ્થગિત કરવાનો તાજેતરનો નિર્ણય સામે આવ્યો છે. કેટલાક એવી રીતે ઉજવણી કરી રહ્યા છે જાણે તેમણે કોઈ મોટું યુદ્ધ જીતી લીધું હોય. દુનિયામાં જાતિગત દ્વેષથી વધુ ઘાતક ઝેર બીજું કોઈ નથી. જો આ તાકાતનો 25 ટકા ભાગ પેપર લીક, ખાનગીકરણને કારણે નોકરી ગુમાવવા અને મોંઘા શિક્ષણનો વિરોધ કરવામાં ઉપયોગમાં લેવાયો હોત, તો કેટલા લોકોને ફાયદો થયો હોત? દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ પ્રત્યે આટલી બધી નફરત? તેમને કંઈ મળવું જોઈએ, ભલે દેશ પછાત રહે કે તેઓ પોતે ભિખારી બની જાય.”

RJD સાંસદ મનોજ ઝાએ X પર લખ્યું, “ઇતિહાસ આપણને યાદ અપાવે છે કે ‘ન્યાયિક નિષ્પક્ષતા’ ઘણીવાર એક દંતકથા હોય છે; મહત્વનું એ છે કે કાયદો કઈ ‘યથાસ્થિતિ’નું રક્ષણ કરવાનું પસંદ કરે છે.”

આ પણ વાંચો: ‘ભલે સસ્પેન્ડ કરી દો, બોલો ડૉ.આંબેડકરનું નામ કેમ ન લીધું?’

માયાવતીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો

અન્ય બહુજન આગેવાનોની સરખામણીએ બીએસપી સુપ્રીમો માયાવતીએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. બસપાના વડા માયાવતીએ X પર લખ્યું હતું કે, “દેશની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં જાતિ આધારિત ઘટનાઓને રોકવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) દ્વારા લાગુ કરાયેલા નવા નિયમોએ સામાજિક તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે. આ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માનનીય સુપ્રીમ કોર્ટનો આજે UGC ના નવા નિયમોને સ્થગિત કરવાનો નિર્ણય યોગ્ય છે. પરંતુ આ મામલામાં જો UGC એ નવા નિયમ લાગુ કરતા પહેલા તમામ પક્ષોને વિશ્વાસમાં લીધા હોત અને કુદરતી ન્યાય હેઠળ તપાસ સમિતિ વગેરેમાં ઉચ્ચ જાતિના સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું હોત તો સામાજિક તણાવનું આ વાતાવરણ ઊભું ન થયું હોત.”

અખિલેશ યાદવનો વિરોધ

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગોળ ગોળ જવાબ આપ્યો હતો. અખિલેશે લખ્યું, “સાચો ન્યાય કોઈની સાથે અન્યાયી નથી હોતો. અદાલત આ જ કરી રહી છે. કાયદાની ભાષા અને ભાવના સ્પષ્ટ હોવી જોઈએ. વાત ફક્ત નિયમની નથી, નિયતની પણ છે. કોઈ જુલમ ન હોવો જોઈએ, કોઈની સાથે અન્યાય ન થવો જોઈએ.

આ પણ વાંચો: UGC ના સમાનતાના નિયમ સામે સવર્ણોને શું વાંધો છે?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
5 days ago

**CJI સૂર્યકાંત RSS BJP નાં પ્રભાવ હેઠળ સાંપ્રદાયિક ફેંસલો આપ્યો છે, તે નિંદનીય છે તથા વખોડવા જેવો છે, સામાજિક અસમાનતા, આર્થિક અસમાનતા, રાજનૈતિક અસમાનતા અને હવે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ અસમાનતા દેશના સવર્ણ મનુવાદીઓનુ દેખીતું ષડયંત્ર છે! જેવું કરશો તેવું પામશો! એને કોઈ રોકી શકતું નથી! આ પણ કુદરતી ન્યાયની પરીક્ષા સમાન છે! જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર! સત્યમેવ જયતે!

તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x