ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં ૧૧ વર્ષની મૂકબધિર દલિત બાળકી પર બળાત્કારની ઘટના બની છે. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી દાન સિંહ બાળકીને લલચાવીને જંગલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો. બાળકી બેભાન અવસ્થામાં મળી આવી હતી. હાલમાં તેમની મેરઠ મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.
આ મામલે પોલીસ અધિક્ષક વિદ્યાસાગર મિશ્રાએ જણાવ્યું હતું કે છોકરીની માતાએ સૈફની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ કહ્યું હતું કે તેની પુત્રી બોલી કે સાંભળી શકતી નથી, કોઈએ તેની સાથે બળાત્કાર કર્યો છે. વિદ્યાસાગર મિશ્રાએ જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. આ માટે ત્રણ ટીમો બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો: ખેતમજૂર માબાપની દીકરી કેરળની પ્રથમ આદિવાસી એર હોસ્ટેસ બની
તેમણે કહ્યું, “જ્યારે પોલીસ આરોપીને પકડવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે તેણે પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો. એ દરમિયાન પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો. જેમાં આરોપી ઘાયલ થયો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી.”
थाना सैफनी #RampurPolice द्वारा वादिनी की नाबालिग पुत्री के साथ दुष्कर्म करने के आरोपी को पुलिस मुठभेड़ के दौरान गिरफ्तार करने के संबंध में #एसपी_रामपुर द्वारा दी गयी बाइट।#RampurPolice#UPPolice https://t.co/PjiwfgssRx pic.twitter.com/ZLUzixSusI
— Rampur police (@rampurpolice) April 16, 2025
માહિતી આપતાં અધિકારીએ જણાવ્યું કે આરોપી દાન સિંહ ખારસોલ ગામનો રહેવાસી છે. પોલીસે અધિકારીએ વધુમાં કહ્યું, “ઘટનાના સંદર્ભમાં ડિજિટલ પુરાવા અને સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ છે. સીસીટીવી ફૂટેજ સ્કેન કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી દેખાય છે. બાળકી તેના ઘરમાંથી નીકળીને બહાર જતી પણ જોવા મળે છે. હાલમાં, બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.”
પોલીસે જણાવ્યું કે છોકરી 15 એપ્રિલ, 2025 ની સાંજથી ગુમ હતી. બીજા દિવસે સવારે તે ખેતરમાં બેભાન હાલતમાં મળી આવી. તે નગ્ન અવસ્થામાં હતી અને તેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. પોલીસે BNS ની કલમ 65(2) અને POCSO એક્ટની કલમ 5m/6 હેઠળ કેસ નોંધ્યો છે. આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: વડાલીમાં મજૂર પરિવારના પાંચ લોકોએ ઝેરી દવા પી લેતા ચકચાર