ટિફિનમાં નોનવેજ લાવતા શાળાએ ત્રણ મુસ્લિમ બાળકોને કાઢી મૂક્યા

આચાર્યે બાળકોની માતાને કહ્યું કે હું એવા બાળકોને નહીં ભણાવું જે Non Veg ખાઈ મોટા થઈને મંદિરોનો નાશ કરે. આ ઘટનાથી બાળકોના માનસપટ પર ઘેરી અસર પડી છે.

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અમરોહા(Amroha)માં એક મુસ્લિમ પરિવાર (Muslim Family) ના ત્રણ બાળકોને ખાનગી શાળામાંથી કાઢી મુકવામાં આવ્યા (expelled from a private school) હતા. બાળકો પર આરોપ હતો કે તેઓ તેમના ટિફિન બોક્સ (tiffin boxes) માં નોન-વેજ ફૂડ (non-veg food) લાવ્યા હતા. હવે અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) આ મામલે જિલ્લાના ડીએમને કડક આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે ડીએમ ત્રણેય બાળકોનો પ્રવેશ અન્ય કોઈ CBSE સંલગ્ન શાળામાં થાય તેવી વ્યવસ્થા કરે.

ડીએમએ બે અઠવાડિયામાં કોર્ટના આદેશ પર કાર્યવાહી કર્યા બાદ એફિડેવિટ દાખલ કરવી પડશે. આ કેસની આગામી સુનાવણી 6 જાન્યુઆરીએ થવાની છે. કોર્ટે કહ્યું છે કે જો બાળકોને આપેલા સમયની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે તો ડીએમને કોર્ટમાં હાજર રહેવું પડશે.

Read Also: સેક્યુલર ભારતમાં પહેલીવાર મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર

ઘટના શું હતી?

બાળકોની માતાએ સપ્ટેમ્બર મહિનામાં હાઈકોર્ટમાં અરજી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી આરોપ લગાવ્યો હતો કે આચાર્યએ તેમના બાળકોને ટિફિનમાં Non Veg Food લાવવા જેવા અયોગ્ય કારણોસર શાળામાંથી કાઢી મૂક્યા હતા. તેમણે કહ્યું કે આ કારણે તેઓ તેમના શિક્ષણના અધિકારથી વંચિત રહી ગયા છે. અરજદારે એવી પણ માગણી કરી છે કે રાજ્ય સરકારે બાળકોને તેમના શિક્ષણમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવી જોઈએ.

અરજી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ઘટના ભયાનક છે. આ બાળકો પર મનોવૈજ્ઞાનિક અસર કરે છે. અને શક્ય છે કે તેઓ આ ઘટનાને જીવનભર ભૂલી ન શકે.

17 ડિસેમ્બરે જસ્ટિસ સિદ્ધાર્થ (Justice Siddharth) અને જસ્ટિસ સુભાષ ચંદ્ર શર્મા (Justice Subhash Chandra Sharma) ની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ મામલાને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે Khabarantar.in એ વીડિયોને સમર્થન નથી આપતું. આ વીડિયો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રિન્સિપાલે બાળકોની માતાને કહ્યું હતું કે તેઓ એવા બાળકોને ભણાવશે નહીં જેઓ પાછળથી મંદિરોનો નાશ કરે. ત્યારે બાળકોની માતાએ આરોપ લગાવ્યો હતો કે સ્કૂલમાં અવારનવાર હિંદુ-મુસ્લિમની ચર્ચા થતી હતી. પ્રિન્સિપાલ કથિત રીતે અન્ય બાળકોને મુસ્લિમ બાળક વિશે દૂષિત વાતો કહે છે.

Read Also: સેક્યુલર ભારતમાં પહેલીવાર મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે પહેલગામ જેવા આતંકવાદી હુમલા રોકવા માટેની સૌથી વધુ જવાબદારી કોની છે?
0
Would love your thoughts, please comment.x
()
x