ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ કાવડ યાત્રા શરૂ થઈ ગઈ છે. પહેલા જ દિવસે દેશના વિવિધ ભાગોમાંથી કાવડીયાઓ દ્વારા તોફાન મચાવ્યું હોવાના સમાચાર આવ્યા છે. પોલીસે દરમિયાનગીરી કરીને અનેક તોફાની કાવડિયાઓની અટકાયત કરી હતી. કાવડિયાઓમાં મોટાભાગના દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના બેરોજગાર યુવકો હોય છે.
11 જુલાઈ, શુક્રવારથી શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. આ સાથે, કાવડ યાત્રા પણ શરૂ થઈ ગઈ છે. યાત્રા દરમિયાન કાવડીયાઓની સુવિધા માટે વહીવટીતંત્રે ખાસ વ્યવસ્થા કરી છે. આમ છતાં, પહેલા જ દિવસે ઘણા વિસ્તારોમાંથી કાવડીઓ દ્વારા હંગામો મચાવ્યો હોવાના સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશથી ઉત્તરાખંડ સુધી કેટલાક કાવડીઓએ વાહનોમાં તોડફોડ કરી અને રસ્તાઓ પર હંગામો મચાવ્યો હતો.
હરિદ્વારમાં કાવડિયાઓએ કારમાં તોડફોડ કરી
મીડિયા રિપોર્ટ મુજબ, હરિદ્વારના બહાદરાબાદમાં એક કાર કાવડિયાઓ સાથે અથડાતાં ભારે હોબાળો મચી ગયો હતો. કાવડિયાઓએ કાર પર લાકડીઓથી હુમલો કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે કારમાં સવાર લોકોને પણ માર માર્યો હતો.
આ પણ વાંચો: મીતલીમાં દલિતોના કૂવા પાસે પોલીસ પહેરો ગોઠવોઃ મેવાણી
મળતી માહિતી મુજબ, હરિયાણાના સોનીપતથી આવેલા શ્રદ્ધાળુઓ ગંગાજળ લઈને કારમાં પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન તેમની કાર કાંવડિયાઓના કાવડ સાથે અથડાઈ ગઈ હતી. તેનાથી કાવડિયાઓ ગુસ્સો ભરાયા હતા. તેમણે કાર સવારો પર હુમલો કર્યો અને તેમને કારમાંથી બહાર ખેંચીને માર માર્યો હતો. હોબાળાને કારણે રસ્તા પર ભારે જામ થઈ ગયો હતો.
શ્રાવણ માસના પહેલા જ દિવસે દેશના વિવિધ શહેરોમાં કાવડીયાઓ દ્વારા તોફાન મચાવવાની અનેક ઘટનાઓ સામે આવી છે. #sonipat માં કાવડીયાઓના એક જૂથે એક કારમાં તોડફોડ કરી હતી. #kavadiya #kavadyatra #viralvideo #ShravanMas pic.twitter.com/TonwnDGbTp
— khabar Antar (@Khabarantar01) July 12, 2025
માહિતી મળતા જ શાંતારશાહ ચોકીના ઇન્ચાર્જ ખેમેન્દ્ર ગંગવાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને કાર સવારોને બચાવી લીધા હતા. એટલું જ નહીં, તેમણે વધારાની પોલીસ ફોર્સને પણ ઘટનાસ્થળે બોલાવી લીધી હતી, ત્યારબાદ પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ કેસમાં ત્રણ કાવડિયાની અટકાયત કરવામાં આવી હતી. ત્રણેય સહારનપુરના ગંગોહના રહેવાસી છે.
રૂડકીમાં પણ કાવડિયાઓએ તોફાન મચાવ્યું
બીજી તરફ, ઉત્તરાખંડના રૂડકીમાં પણ કાવડિયાઓએ તોફાન મચાવ્યું હોવાના સમાચાર છે. અહીં, હરિદ્વાર-રુરકી રાજ્ય ધોરીમાર્ગ પર બેલડા ગામ નજીક કાવડિયાઓએ એક કારચાલક પર કાવડને ટક્કર મારીને તેને ખંડિત કરવાનો આરોપ લગાવ્યો હતો. એ પછી તેમણે રસ્તાની વચ્ચે હોબાળો મચાવ્યો હતો. કાવડિયાઓએ કાર ચાલકને જોરદાર માર માર્યો હતો અને કારને પણ નુકસાન થયું હતું. લોકોએ ડ્રાઈવરને બચાવી લીધો હતો. ઉપરાંત, પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલાં, કાવડિયાઓએ કારને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.
મુઝફ્ફરનગરમાં બાઈકસવાર યુવકને ફટકાર્યો
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પણ શ્રાવણના પહેલા જ દિવસે કાવડિયાઓએ આતંક મચાવ્યો હતો. ગુરુવાર, 10 જુલાઈના રોજ, હરિદ્વારથી ગંગાજળ ભરીને દિલ્હી જઈ રહેલા કાવડિયાઓનું એક જૂથ શહેરના શિવ ચોક પર પહોંચ્યું હતું. એ દરમિયાન એક બાઇકસવારની બાઈકનો સાઇડનો ભાગ એક કાવડિયાને અડી ગયો હતો. એ પછી કાવડિયાઓએ હોબાળો મચાવ્યો હતો.
કાવડિયાના ટોળાએ પવિત્ર જળને ખંડિત કરવાનો આરોપ લગાવીને બાઈકસવાર યુવકને દંડાથી ફટકાર્યો હતો. તેની બાઈકમાં તોડફોડ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી બાઇકસવારને બચાવી લીધો હતો અને કાવડિયાઓને શાંત પાડ્યા.
આ પણ વાંચો: ભરબજારે ધોળા દિવસે દલિત યુવકની ગોળી મારી હત્યા