મેંદરડામાં દલિત યુવકનું બાઈક અથડાતા 6 શખ્સોએ ઢોર માર માર્યો

મેંદરડાના દલિત યુવકનું બાઈક ભૂલથી અથડાઈ જતા 6 કાઠી દરબાર અને ગઢવી શખ્સોએ મળી જાતિ વિરુદ્ધ અપશબ્દો કહી ઢોર માર માર્યો.
Mendarda Dalit youth beaten up

જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક દલિત યુવાન પર જાતિગત ભેદભાવ અને અપશબ્દો સાથે હુમલો કરવાની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. મેંદરડા પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને છ જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મામલો શું છે?

ભોગ બનનાર 20 વર્ષીય યુવકે ફરિયાદ નોંધાવી હતી કે, યુવક મેંદરડાના સાત વડલા વિસ્તારનો રહેવાસી છે, આ યુવક તેમના મિત્રો સાથે 03 નવેમ્બર 2025ના રાત્રે 09 વાગ્યા આસપાસ માલણકા ગામેથી મેંદરડા તરફ આવી રહ્યા હતો. કસ્બા હોટલ સામે રોડ ઉપર પહોંચતા, સામેથી આવી રહેલા મોટરસાયકલ સાથે ફરિયાદીની ફોર-વ્હીલ અથડાઈ હતી. આ સામાન્ય અકસ્માતનો ખાર રાખીને આરોપીઓ – જેમાં મેંદરડાના ચંપુ દરબાર અને સંદીપ કરપડા, માલણકાનો વનરાજ કરપડા, કરશનગઢ ગામના બે ગઢવી અને અન્ય અજાણ્યા માણસો એકઠાં થઈ ગયા હતાં.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં બળાત્કારની 9000 ઘટનાઓ નોંધાઈ

આરોપીઓએ યુવકને માર માર્યાનો વીડિયો બનાવ્યો

આ તમામ આરોપીઓએ ભેગા મળીને ચિરાગભાઈને રોક્યા હતા અને તેમને જાતિસૂચક અપશબ્દો કહી હડધૂત કરીને આખા શરીરે મુંઢ માર માર્યો હતો. આરોપીઓએ માર માર્યાનો આખો વીડિયો પણ ઉતારી લીધો હતો અને ત્યારબાદ સ્થળ પરથી નાસી છૂટ્યા હતાં.

એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ

આ ગંભીર ઘટનાની ફરિયાદ યુવકે મેંદરડા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પી.આઈ. પી.સી. સરવૈયાએ ફરિયાદ નોંધીને તમામ છ આરોપીઓ વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમો 189(2), 191(2), 190, 115(2), 296(બી) તેમજ એટ્રોસિટી એક્ટ ની કલમો 3(1)(આર), 3(1)(એસ), 3(1)(યુ) હેઠળ ગુનો દાખલ કર્યો છે.આ કેસની વધુ તપાસ વિસાવદરના મદદનીશ પોલીસ અધિક્ષક રોહીત ડાગર દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસે વીડિયોના આધારે ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: IPS પૂરણ કુમાર આત્મહત્યા કેસમાં SC-ST Act ની હળવી કલમો લગાવાઈ

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x