‘રોટલી કેમ અડ્યો?’ કહી 6 સવર્ણોએ દલિતનું માથું ફોડી નાખ્યું

Dalit News: ભોજન સમારંભમાં દલિત યુવકે જાતે રોટલી લેતા 6 લોકોએ ઢોર માર મારી માથામાં ફ્રેક્ચર કરી નાખ્યું.
Dalit News

Dalit News: લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે અને તેની સમાંતરે દલિતો પર જાતિ ભેદભાવ અને અત્યાચારની ઘટનાઓ પણ ચાલુ થઈ ગઈ છે. આવી જ એક ઘટનામાં એક દલિત યુવકનું જાતિવાદી તત્વોએ લગ્નના ભોજન સમારંભ(wedding reception) દરમિયાન જાતે રોટલી લેવા બદલ માથું ફોડી નાખ્યું(Dalit youth attacked) હતું. આ ઘટનામાં દલિત યુવકને માથામાં ફ્રેક્ચર થતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને તેની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે 6 લોકો SC-ST ACT હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

યુપીના સીએમના મત વિસ્તાર ગોરખપુરની ઘટના

મામલો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુર(Gorakhpur)નો છે. અહીંના ગુલરિહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દલિત યુવક સાથે લગ્નના ભોજન સમારંભ દરમિયાન જાતિવાદી તત્વોએ રોટલી છીનવી લઈને તેને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, જાતિવાદીઓએ દલિત યુવકના ઘરે પહોંચી ગયા હતા અને ફરી તેને અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં દલિત યુવકના માથામાં ફ્રેક્ચર થઈ ગયું હતું. જાતિવાદી ગુંડાઓએ દલિત યુવકના પરિવારજનોને પણ માર માર્યો હતો. પોલીસે 6 જાતિવાદી ગુંડાઓ સામે નામજોગ અને કેટલીક અજાણી મહિલાઓ સામે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: સાબરમતી-ગુરુગ્રામ વંદે ભારત ટ્રેન 500 કિ.મી. સુધી ખોટા ટ્રેક પર દોડી!

રોટલીને અડવા બદલ સર્વણોએ હુમલો કર્યો

સલેમપુર મોગલપુરાના રહેવાસી અવધેશ કુમારે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 21 નવેમ્બરના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ, તે અને તેનો પરિવાર સ્વસ્તિક મેરેજ લોનમાં ગામની એક છોકરીના લગ્નમાં જમવા ગયા હતા. અવધેશના જણાવ્યા અનુસાર, જેવી તેણે જાતે રોટલી ઉપાડી કે તરત ગામના માખન અગ્રહરિએ તેને ‘તું રોટલીને કેમ અડ્યો?’ એમ કહીને તેના હાથમાંથી રોટલી છીનવી લઈને ફેંકી દીધી હતી. આરોપીએ અવધેશને જાતિવાદી અપશબ્દો કહીને તેને અને તેના પરિવારને ભોજન સમારંભમાંથી ભગાડી દીધા હતા.

Dalit News

આ પણ વાંચો: ‘અકસ્માત વધે તો સરકાર શું કરે? ગ્રહોની ચાલ જોઈને ઘરેથી નીકળો?’

દલિત યુવકનું માથું ફાટી ગયું, માથામાં ફ્રેક્ચર થઈ ગયું

વાત આટલેથી અટકતી નથી. અવધેશ અને તેનો પરિવાર તેમના ઘરે પહોંચતાની સાથે જ માખન અગ્રહરી, પ્રથમ ગુપ્તા, કરણ ગુપ્તા, શેખર મોદનવાલ, રાજ ગુપ્તા, ઋષિપાલ ગુપ્તા, તેમના પરિવારની મહિલાઓ અને કેટલાક અજાણ્યા લોકો પહેલાથી ત્યાં હાજર હતા. આ બધાંએ અવધેશ અને તેના પરિવારને ગાળો ભાંડવાનું શરૂ કર્યું. જ્યારે તેણે વાંધો ઉઠાવ્યો, ત્યારે આ તમામે મળીને અવધેશના માથા પર લાકડીઓ અને લોખંડના સળિયાથી હુમલો કર્યો, જેના કારણે અવધેશનું માથું ફાટી ગયું અને તે બેભાન થઈ ગયો.

6 લોકો સામે નામજોગ, અજાણી મહિલાઓ સામે ફરિયાદ થઈ

અવધેશને બેભાન જોઈને તેનો પુત્ર અમન, માતા અને પત્ની દરમિયાનગીરી કરવા આવ્યા, પરંતુ આરોપીઓએ તેમને પણ માર માર્યો. હોબાળો થતા ગામલોકો ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારબાદ આરોપીઓ તેમને ધમકી આપતા ભાગી ગયા. અવધેશની ફરિયાદના આધારે પોલીસે માખન અગ્રહરી, અન્ય છ લોકો સામે નામજોગ અને અજાણી મહિલાઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 191(2), 110, 115(2), 351(3), 352 અને SC/ST અધિનિયમની કલમ 3(1)(d) હેઠળ કેસ નોંધી આ મામલાની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ‘સામે કેમ જુએ છે?’ કહી 5 શખ્સોએ Dalit યુવકને સળિયાથી માર્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x