જ્ઞાનેશ કુમાર તો ફસાઈ ગયા છે પણ શું ભાજપ બચી શકશે?

શું CEC જ્ઞાનેશ કુમારની વિદાય નક્કી છે? 13 કરોડ મતદારોના નામ કપાતા શું ભાજપ અને કેન્દ્ર સરકાર પણ હવે ભીંસમાં આવી ગઈ છે?

ચૂંટણી પંચની નિર્ણય પ્રક્રિયામાં ગંભીર ખામીઓ અંગેના ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ આવ્યા બાદથી, પંચ ભલે સામાન્ય જનતા અને સંબંધિત પક્ષો સામે પોતાની વાત રજૂ કરવાથી બચવા માંગતું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ સરકાર અને પંચના તમામ સંબંધિત લોકોએ અદાલત સમક્ષ તમામ સવાલોના જવાબ આપવા પડશે. અને પછી એ સફાઈનો કોઈ અર્થ નથી રહેતો કે અદાલતે અરજદારના વકીલની એ દલીલ ન માની કે મુખ્ય ચૂંટણી કમિશનરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને તેમને કામ કરતા રોકવામાં આવે. અદાલત આ નિર્ણય ન કરી શકે અને સંબંધિત પક્ષને સાંભળ્યા વિના આવો નિર્ણય ન્યાયી હોતો પણ નથી.

પરંતુ અદાલતે જે રીતે દરેક બાબત સ્પષ્ટતાથી પૂછી છે અને ફોર્મ 6 ના વિવાદમાં પોતાને ઢસડાવાથી દૂર રાખ્યું છે, તે એ વાતનો સંકેત છે કે જ્ઞાનેશ કુમાર મોટી મુશ્કેલીમાં છે.

જો 14 નિર્ણયો પર બાકીના બે ચૂંટણી કમિશનરોની વાંધાઅરજીઓને તેમણે અવગણી હતી તો આ ગંભીર દોષ છે, અને સરકારે ચૂંટણી કાયદામાં સુધારો કરવાને બદલે જાતે જ ફોર્મ 6 માં ફેરફારો કરી લીધા તો આ ગુનાની શ્રેણીમાં જ આવશે. જો તેઓ વાંધાઅરજીઓ પછી પણ બાકીના બંને કમિશનરો દ્વારા તમામ નિર્ણયો પર સહીઓ કરવાના પુરાવા લાવી દે છે, જેવું કે ભાજપ તરફથી કહેવામાં આવી રહ્યું છે, તો પછી અદાલત તેમના પક્ષમાં નિર્ણય આપશે.

આ પણ વાંચો: રાપરમાં કુલર બદલવા બાબતે દુકાનદારે દલિત મહિલાને થપ્પડો મારી

ભાજપના જવાબ આપવા પર પણ સવાલો ઉઠ્યા

જો કે, સવાલો ભાજપના જવાબ આપવા પર પણ ઉઠ્યા છે અને મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ પર ભાજપ અને એનડીએના લોકો જ સતત જવાબો આપતા રહ્યા છે. તે હિસાબે ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૂંટણી પંચની ઘેરાબંધી કરવી અને દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવું મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી સતત આ મુદ્દો ઉઠાવતા રહ્યા છે પરંતુ તેમનું વર્તન મુદ્દાને અનુરૂપ પૂરતું ગંભીર નથી જણાતું. તમામ ગડબડ ગણાવીને પણ ચૂંટણીમાં ભાગીદારી કરવી અને જીતવા પર સરકાર બનાવવાથી લઈને ખુશીઓ મનાવવી અને હારવા પર ઈવીએમ અને પંચ પર દોષ કાઢવો ગંભીરતાને ખતમ કરે છે.

જો કે, અદાલતી લડાઈ અને રાજકીય લડાઈનો તફાવત આપણે પણ સમજવો પડશે. અદાલત તથ્યો અને તર્કોના આધારે નિર્ણય કરે છે, રાજકારણમાં માહોલ બનાવવાની પણ મોટી ભૂમિકા હોય છે. અને ચૂંટણી પંચની ઘેરાબંધીથી લઈને રસ્તા પર ઉતરવું તેનો જ એક ભાગ છે. જ્યારે ભાજપ ખૂલીને ચૂંટણી પંચનો સાથ આપી રહ્યું છે ત્યારે જ્ઞાનેશ કુમારના નિર્ણયો સાથે કેન્દ્ર સરકાર અને ભાજપને જોડવું બહુ મુશ્કેલ નથી.

આ પણ વાંચો: દલિતોના દસ્તાવેજો પર સવર્ણોએ સબસીડીમાં ભેંસો ખરીદી લીધી

મતદાર યાદીની સુધારણાને એક સામાન્ય વહીવટી ઝુંબેશને બદલે ઘૂસણખોર વિરોધી ઝુંબેશ, લઘુમતી વિરોધી ઝુંબેશ અને નબળા તથા ઓછું ભણેલા કે દસ્તાવેજો સાચવવા અને રજૂ કરવાના મામલે લાચાર લોકો વિરુદ્ધની ઝુંબેશ બનાવી દેવી એ માત્ર ચૂંટણી પંચનું કામ નહોતું. આ ભાજપનો એજન્ડા હતો.

SIR ને વિદેશી નાગરિકો શોધવાની ઝુંબેશ બનાવી દીધી!

જે ઝુંબેશ ભારતીય મતદાર યાદીને દુરસ્ત કરવા પર કેન્દ્રિત હોવી જોઈતી હતી તેને ખબર નહીં ક્યારે વિદેશી નાગરિકો શોધવાની સિસ્ટમ બનાવી દેવામાં આવી. ફોર્મ 6 માં ફેરફાર પણ મતદારોના મા-બાપની શોધ અને તેમનાથી જોડાયેલા દસ્તાવેજો સુધી આ જ કારણે પહોંચ્યો. અને પરિણામ શું આવ્યું? બાંગ્લાદેશી કે રોહિંગ્યા ઘૂસણખોરો પકડાયા હોય તેવો ભાગ્યે જ કોઈ કિસ્સો સામે આવ્યો પરંતુ મતદાર યાદીમાંથી તેર કરોડ નામો કાઢી નાખવામાં આવ્યા.

આ બધું ત્યારે થયું જ્યારે બિહાર પછી દરેક રાજ્યમાં નવી મતદાર યાદીમાં નામ ઉમેરવા અને કાઢવાનું એક અભિયાન જેવું ચલાવવામાં આવ્યું. મૃત્યુ પામેલા લોકો કે સરનામું બદલનારાઓ અને બે જગ્યાએ નામ ધરાવતા લોકોના નામ હટાવવા જરૂરી હતા, પરંતુ તેના માટે કેટલાક રાજ્યોમાં ત્રીસ ટકાથી પણ વધુ નામો કાપી નાખવા એ માત્ર બીએલઓ જેવા કર્મચારીઓનું કામ નથી. આ નિર્દેશ ચૂંટણી પંચ અને શક્ય છે કે ભાજપના ટોચના નેતૃત્વ તરફથી ગયો હોય. આ જ શક્યતાને મજબૂત રાજકીય વિમર્શ બનાવવાનો પ્રયાસ કોંગ્રેસ અને વિપક્ષ કરી રહ્યા છે. હવે આ તેમની મહેનત પર નિર્ભર કરે છે કે તેઓ આ કામને ક્યાં સુધી પહોંચાડે છે.

આ પણ વાંચો: જો દલિતો એટ્રોસિટીનો દુરૂપયોગ કરે છે, તો સજાનો દર નીચો કેમ?

ભાજપ અને કેન્દ્ર સરકાર જો અત્યાર સુધી જ્ઞાનેશ કુમારની પાછળ ઊભા છે તો આ તેમના ફાયદાનો સોદો રહ્યો હશે. પરંતુ એટલું નક્કી માનજો કે જો જ્ઞાનેશ કુમાર ફસાય છે તો આ જોડાણ બહુ દૂર સુધી નહીં જાય. કેન્દ્રીય સત્તા આટલી સહેલાઈથી આવા મુદ્દાઓમાં ઘેરાઈ જાય તેવું બનતું નથી. તે જ્ઞાનેશ કે પછી કોઈપણ એવા અતિ મહત્વાકાંક્ષી અને કારકિર્દીના નાના ફાયદાઓ માટે કાયદા-કાનૂનને સાઈડલાઈન કરનારાઓથી હાથ ખંખેરવામાં વાર નહીં લગાડે.

પરંતુ તેના માટે જરૂરી રહેશે કે કોંગ્રેસ અને વિપક્ષનું રસ્તા પરનું આંદોલન આટલું દબાણ બનાવવામાં સફળ થાય જેને ભાજપનું નેતૃત્વ પોતાના માટે નુકસાનકારક માનવા લાગે. આ દૂરની વાત લાગે છે પરંતુ અદાલતી નિર્ણય આ સ્થિતિને ઝડપથી લાવવામાં પણ મદદ કરશે. આગામી સુનાવણીની તારીખ બહુ દૂર નથી. અને ત્યાં આવનારો જવાબ ઘણા બધા સંકેતો આપવા લાગશે.

આ પણ વાંચો: જાતિગત અપમાનથી કંટાળી દલિત યુવકે ખુદને આગ ચાંપી દીધી

સીજેપીએ પણ બનાવ્યો મુદ્દો

વિપક્ષ આ વાત પર પણ ખુશ થઈ શકે છે કે કૉકરોચ જનતા પાર્ટીએ પણ આ મુદ્દા પર સીધા જ્ઞાનેશ કુમારની વિદાયને મુદ્દો બનાવ્યો છે. તેનું અભિયાન દસ ઓક્ટોબરથી શરૂ થયું છે. આ પહેલા તેણે બીજી ઓક્ટોબરે જે કાર્યક્રમ કર્યો તેમાં મુંબઈનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો જ્યારે દિલ્હીમાં પોલીસે આંદોલનકારીઓને સતત ખેદડી મુક્યા. તેમાં માત્ર કૉકરોચ જનતા પાર્ટીના લોકો જ નહીં, ડાબેરી વિદ્યાર્થી સંગઠનો અને યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ જેવા લોકો પણ હતા. આ માગણીને જે રીતે સુપ્રીમ કોર્ટના વર્તમાન જજ સહિત ઘણા બધા પ્રબુદ્ધ અને નામાંકિત લોકોનું સમર્થન મળી રહ્યું છે તેને પણ વિપક્ષ પોતાના આંદોલનનો સહારો બનાવી શકે છે.

છેલ્લી વખતે કૉકરોચ જનતા પાર્ટીએ જ મોદી સરકારની અને તેમની મજબૂત છબીને વેરવિખેર કરી દીધી હતી અને ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું પડ્યું હતું. પરંતુ આના માટે વિપક્ષે ખૂબ જ સાવધાની અને સમજણથી કામ લેવું પડશે. પણ તેનાથી વધુ મુશ્કેલ કામ ભાજપ માટે છે. અત્યાર સુધી તો તે જ્ઞાનેશ કુમારના દરેક કામનું સમર્થન કરી દેતી હતી અને સુપ્રીમ કોર્ટે પણ બંગાળ ચૂંટણી સમયે લાખો મતદારોને નિરાશ કરતા આગામી ચૂંટણીમાં આપવાની મજાક કરી દીધી. આ વખતે એવું લાગતું નથી. જ્ઞાનેશ કુમાર ફસાઈ ગયા છે પરંતુ ભાજપ ફસાઈ છે કે નહીં તે આવનારા સમયમાં બહુ જલ્દી ખબર પડી જશે.

આ પણ વાંચો: દલિત વિદ્યાર્થીને ‘તારે ક્યાં અનામતની જરૂર છે?’ કહેનાર HOD સામે કેસ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર લાગેલા જાતિવાદના આરોપો અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x