અમદાવાદ(Ahmedabad)ના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં બોટ ઉંધી વળી જતા(boat capsizes) ત્રણ યુવકો(three youth die)ના ડૂબી જવાથી મોત થયા છે. મળતી માહિતી મુજબ ચાર યુવકો કોર્પોરેશનની પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને અંદર ગયા હતા. જો કે ચોથો યુવક થોડીવારમાં જ બોટમાંથી ઉતરી ગયો હતો. જ્યારે બાકીના ત્રણ યુવાન અંદર ગયા હતા. એ દરમિયાન બોટ ઉંધી વળી જતા ત્રણેય યુવક ડૂબી ગયા હતા. જેમાંથી સૌથી પહેલા બે યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા ત્યાર બાદ અંધારુ થઈ જતાં શોધખોળમાં મુશ્કેલી પડી હતી. જેથી ફ્લડ લાઇટ ચાલુ કરીને આ શોધખોળ કરવામાં આવી હતી અને રાત્રે 8 વાગ્યા આસપાસ ત્રીજા યુવકનો મૃતદેહ પણ બહાર કાઢી લેવામાં આવ્યો હતો. જે બોટ લઈને યુવાનો ગયા હતા તે બોટને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. તેમજ ઘટના સ્થળે સિક્યુરિટી ગાર્ડ ન હોવાની વાત પણ સ્થાનિકો પાસેથી જાણવા મળી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં દલિતોની 100 વર્ષ જૂની ચાલી અદાણી-પોલીસે તોડી પાડી

ધારાસભ્ય, ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા
આ ઘટનાની માહિતી મળતા જ વેજલુરના ધારાસભ્ય અમિત ઠાકર, ડીસીપી ઝોન-7 શિવમ વર્મા અને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ પહેલાં સાંજે યુવકો ડૂબ્યા હોવા અંગેનો ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. જેને પગલે પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ટીમ હાલ ઘટના સ્થળે જવા રવાના કરી હતી. આ અંગે મળેલી પ્રાથમિક માહિતી અનુસાર ફાયર વિભાગની બે ટીમ દ્વારા બે છોકરાના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં 18 વર્ષનો પપ્પુ ચાવડા અને 21 વર્ષીય વિશાલ કિશોર ચાવડાનો સમાવેશ થાય છે.
દુર્ઘટનાને નજરે જોનારાઓએ શું કહ્યું
એક વ્યક્તિએ જમાવ્યું હતું કે, હું અહીંથી પસાર થતો હતો ત્યારે એક વ્યક્તિએ મને રોકીને પૂછ્યું હતું કે, તમને તરતા આવડે છે, કેમ કે ત્રણ છોકરા પાણીમાં ડૂબી ગયા છે. મેં હા પાડી અને પછી પાણીમાં કૂદીને બે યુવકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર એક યુવકની માતાએ આક્રંદ કરતા કહ્યું હતું કે, મારા છોકરાને શોધવા માટે હું પાણીમાં કૂદી જઈશ. જો કે, લોકોએ તેમને રોકીને સાંત્વના પાઠવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં એક મહિનાથી ગુમ દલિત યુવકની લાશ મળી, હત્યા કે મોત?
ધારાસભ્યે શું કહ્યું
ઘટનાસ્થળે પહોંચેલા વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે, તળાવમાં વરસાદના પાણી ભરાયા હતા. પાણીમાં જે ગંદવાડ હોય એ દૂર કરવા માટેની બોટ અહીં હોય છે. જે લઈને આ યુવાનો અંદર ગયા હતા. બોટનો ઉપયોગ ક્યા કારણસર કર્યો તે અંગે તપાસ કરીને જ ખ્યાલ આવશે. આ કોર્પોરેશનની બોટ હતી અને એ અંદર લઈને જવાની જરૂર નહોતી. તેઓ વચ્ચે ગયા ત્યારે બોટની સાથે જ ડૂબી ગયા હતા. આ નિર્માણાધીન તળાવ છે.
ડીસીપીએ શું કહ્યું
ઝોન-7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે, સાંજે ત્રણ યુવક તળાવમાં ગયા હતા. આ સમયે બોટ ઉંધી વળી ગઈ હતી. જેમાંથી બેના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. ક્યાંથી નીકળ્યા હતા અને કેમ ગયા હતા એ સહિતની વિગતો તપાસનો વિષય છે.
આ પણ વાંચોઃ અમદાવાદની આ સોસાયટીમાં રબારી, દેવીપૂજક, વાલ્મિકીને ઘર નહીં મળે











