જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ કરેલા હુમલામાં ગુજરાતના ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાં હતા. આ આતંકવાદી હુમલા બાદ ગુજરાત પર જોખમ ઊભું થયું હોવાની વિગતો સાંપડી છે. જેના કારણે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરિય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના નાગરિકોના મોત અને હાઇએલર્ટ જાહેર કરવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બોલાયેલી બેઠકમાં રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓને બોલવવામાં આવ્યા હતા. બેઠકમાં ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષીકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્ય સચિવથી માંડીને રાહત કમિશનર ઉપરાંત રાજ્ય પોલીસ વડા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત તમામ શહેરોના કમિશનરો અને જિલ્લા એસપી પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હિચકારો હુમલો કરવામાં આવતા 26 નાગરિકોનાં મોત નિપજ્યાં હતા. જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. હાલ તો દેશના તમામ મહત્વના રાજ્યો અને શહેરો માટે હાઇએલર્ટ જાહેર કરાયું છે. તેમજ ભાગી છુટેલા આતંકવાદીઓને ઝડપી લેવા માટે સેના અને પોલીસ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ હુમલાના પગલે સમગ્ર દેશમાં તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોમાં ભારે રોષની લાગણી છે. આ સંજોગોમાં બીજી તરફ ગુજરાતમાં પણ હાઇએલર્ટ જાહેર કરાયું છે. જેના કારણે ગુજરાતના મંદિરો, રેલવે સ્ટેશન, એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, રાજકોટ, જામનગર સહિતના શહેરની પોલીસને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે. ત્યારે ગુજરાતી પ્રવાસીઓને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી હતી. જેમાં નાગરિકોના મોત અને હાઇએલર્ટ જાહેર કરાતા તમામ ઉચ્ચ અધિકારીઓને બેઠકમાં બોલાવ્યા હતા. જેમાં રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: freebies : મી લૉર્ડ, તમારો તર્ક ખોટો છે
જ્યારે બીજી તરફ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ગુજરાતી પ્રવાસીઓના પાર્થિવ દેહ મોડી રાત્રે તેમના વતન પહોંચશે. આ ઉપરાંત જમ્મુ કશ્મીરમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓને કાઢવા માટે પણ બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.
પોલીસને પેટ્રોલિંગ વધારવા અને ઇન્ટેલિજન્સ નેટવર્કને સક્રિય કરવા સૂચના
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઈએલર્ટ અપાયું છે. જેના અંતર્ગત ગુજરાતના મંદિરો, રેલવે સ્ટેશન અને એરપોર્ટની સુરક્ષામાં વધારી દેવામાં આવી છે. અમદાવાદ સહિત તમામ મહાનગરો અને નગરો અને શહેરમાં પોલીસને પેટ્રોલિંગ વધારવા અને ઇન્ટેલિજન્સ નેટવર્કને સક્રિય કરવા સૂચના આપવામાં આવી છે. સ્ટેટ આઇબીને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.

કંઈ પણ શંકાસ્પદ જણાય તો તત્કાલ કાર્યવાહીના આદેશ અપાયા છે. આ ઉપરાંત નાગરિકોને પણ અપીલ કરાઈ છે કે, કંઈ પણ શંકાસ્પદ જણાય તો તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે. આતંકી હુમલાના એલર્ટને લઈને પોલીસને સતર્ક રહેવા સૂચના અપાઇ છે.
મંદિરો, રેલવે સ્ટેશનો, એરપોર્ટ પર લોકોને એલર્ટ રહેવા અપીલ
આ ઉપરાંત રાજ્યના મહત્વના સ્થળો પર પણ હાઇએલર્ટ જાહેર કરાયું છે. જેને લઈને ગુજરાતના મંદિરો, રેલવે સ્ટેશન અને એરપોર્ટ, પર્યટન સ્થળો તેમજ જ્યાં ભીડભાડ વધુ હોય તેવા તમામ સ્થળો પર લોકોને જાગૃત રહેવા માટે અપીલ કરાઈ છે. ત્યારે બીજી તરફ આદેશ મળતાની સાથે જ પોલીસ દ્વારા રાજ્યના સીમા વિસ્તારોમાં ચેકિંગ ચાલુ કરી દેવાયું છે. સમગ્ર રાજ્યમાં ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. જેના કારણે સમગ્ર રાજ્યની પોલીસ રસ્તા પર ઉતરી આવી છે.
આ પણ વાંચો: વક્ફ કાયદા મુદ્દે બંગાળમાં ભયાનક હિંસા, કલમ 163 લાગુ











Users Today : 1485