સંગીતકાર પલાશ મુચ્છલ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ સામે સાંગલીમાં એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધાઈ છે. સ્મૃતિ મંધાનાના મિત્રનું જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કરી છેતરપિંડી કર્યાનો ગંભીર આરોપ.
musician Palash Muchhal

સાંગલી: ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથેના લગ્ન તૂટવા વખતે સમાચારોમાં ચમકેલા ફ્લોપ સંગીતકાર અને ગાયિકા પલક મુચ્છલના ભાઈ પલાશ મુચ્છલ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં પલાશ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ (SC/ST Act) અને છેતરપિંડીના ગંભીર આરોપો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં, પરંતુ પલાશની પૂર્વ મંગેતર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાના બાળપણના મિત્ર વિજ્ઞાન પ્રકાશ માનેએ નોંધાવી છે. આ ઘટનાને પગલે મનોરંજન અને રમતજગતમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ટોલ પ્લાઝા પર થયેલ વિવાદનો મામલો

પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સત્તાવાર અહેવાલ મુજબ, આ સમગ્ર વિવાદની શરૂઆત 22 નવેમ્બરના રોજ થઈ હતી. સાંગલી-આષ્ટા રોડ પર આવેલા એક ટોલ પ્લાઝા પાસે પલાશ મુચ્છલ અને ફરિયાદી વિજ્ઞાન માને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિજ્ઞાન માનેનો આરોપ છે કે દલીલ દરમિયાન પલાશ મુચ્છલે સંયમ ગુમાવ્યો હતો અને તેના માટે અત્યંત અપમાનજનક તેમજ જાતિસૂચક ટિપ્પણીઓ કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે SC/ST એક્ટની કલમ 3(1)ની સાથે-સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2) અને 352 હેઠળ કેસ નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ડો.આંબેડકરની પ્રતિમા તોડી પડાતા હિંસા ફાટી નીકળી, 200 દલિતો સામે ફરિયાદ

રૂપિયા 25 લાખની છેતરપિંડી અને લેણદેણનો મામલો

કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલી સાંગલી પોલીસે જણાવ્યું છે કે આ વિવાદનું મૂળ આર્થિક લેણદેણમાં છુપાયેલું છે. ફરિયાદી વિજ્ઞાન માનેના જણાવ્યા અનુસાર, પલાશ મુચ્છલે એક મોટા ફિલ્મ પ્રોડક્શન પ્રોજેક્ટમાં ભાગીદારીના નામે તેની પાસેથી 25 લાખ રૂપિયાની મોટી રકમ લીધી હતી. પલાશે ખાતરી આપી હતી કે આ ફિલ્મ પ્રોજેક્ટ છ મહિનાની અંદર પૂર્ણ થઈ જશે, પરંતુ લાંબો સમય વીતવા છતાં પ્રોજેક્ટ પર કોઈ કામ થયું નહોતું.

જ્યારે વિજ્ઞાને પોતાના રોકાણ કરેલા પૈસા પાછા માંગવાની શરૂઆત કરી, ત્યારે પલાશ તેને ટાળવા લાગ્યો હતો. આખરે 22 નવેમ્બરે જ્યારે વિજ્ઞાને ફરીથી પૈસા અંગે કડક પૂછપરછ કરી, ત્યારે પલાશે તેની સાથે ગેરવર્તન કર્યું અને ગંદી ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે. વિજ્ઞાને મીડિયા સમક્ષ પણ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું છે કે પલાશ છેતરપિંડી કરનાર વ્યક્તિ છે અને તેણે મારી લાગણીઓ તેમજ નાણાં સાથે રમત રમી છે.

આ પણ વાંચો: ખેતરમાંથી ડૉ.આંબેડકરની તોડીને ફેંકી દેવાયેલી પ્રતિમા મળી આવી

સ્મૃતિ મંધાના સાથેના સંબંધોનો વિવાદાસ્પદ ભૂતકાળ

પલાશ મુચ્છલ અગાઉ ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાના સાથેના પ્રેમ સંબંધોને કારણે સતત સમાચારોમાં રહેતો હતો. બંને લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતા અને તેમની સગાઈ પણ થઈ ચૂકી હતી. આશ્ચર્યની વાત એ છે કે નવેમ્બર 2025માં જ તેમના લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. 22 અને 23 નવેમ્બરના રોજ પીઠી, મહેંદી અને સંગીત જેવા પૂર્વ-લગ્ન સમારોહ પણ યોજાઈ ગયા હતા.

પોલીસે તપાસ શરૂ કરી

જોકે, લગ્નની વિધિઓ પૂર્ણ થાય તે પહેલા જ અચાનક બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો, જેણે સૌને ચોંકાવી દીધા હતા. તે સમયે પણ પલાશ પર સ્મૃતિને દગો આપવાના અને વિશ્વાસઘાતના ગંભીર આક્ષેપો લાગ્યા હતા. હવે જ્યારે સ્મૃતિના જ મિત્રએ પલાશ સામે છેતરપિંડી અને એટ્રોસિટીની ફરિયાદ કરી છે, ત્યારે પલાશ મુચ્છલની છબી વધુ ખરડાઈ છે. પોલીસ હાલમાં પુરાવા એકત્ર કરી રહી છે અને પલાશ વિરુદ્ધ કાયદેસરની ધરપકડની કાર્યવાહી પણ થઈ શકે છે.

આ પણ વાંચો: અમરેલીના દલિત યુવાનની હત્યાના બે દિવસ બાદ પણ ન્યાયની પ્રતીક્ષા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x