દલિતોને સવર્ણ હિંદુઓ હિંદુ માનતા નથી, તેમનાથી અસ્પૃશ્યતા રાખે છે. નેતાઓ ચૂંટણી વખતે દલિતોના મત લેવા માટે તેમને હિંદુ હોવાનો અહેસાસ કરાવવા દલિત વસ્તીમાં જઈને ભોજન કરે છે, ધાર્મિક કાર્યક્રમો યોજે છે. પરંતુ જેવી ચૂંટણી પુરી થાય કે તરત સવર્ણોનું અસલ જાતિવાદી સ્વરૂપ સામે આવી જાય છે. મનુવાદી તત્વો દલિતોને નાની-નાની બાબતોમાં માર મારી જાહેરમાં અપમાન કરતા ખચકાતા નથી. નેતાઓ સવર્ણોની પડખે રહે છે. પરિણામે જાતિવાદ કાયમ રહે છે. કાયદો જાતિવાદી તત્વોને આકરી સજા કરતો ન હોવાથી જાતિવાદી તત્વોને દલિતો પર અત્યાચાર કરવા પ્રોત્સાહન મળે છે. દલિતો પર સવર્ણો દ્વારા અત્યાચારની ઘટનાઓ દરરોજ બનતી રહે છે.
આવી જ એક ઘટના મધ્યપ્રદેશના શીવપુરીમાંથી સામે આવી છે. જ્યાં દલિત સમાજના કેટલાક યુવકો પોતે હિંદુ હોવાના વહેમમાં શીવજીને જળ ચઢાવવા માટે મંદિરમાં ગયા હતા. જો કે, સવર્ણ હિંદુઓએ તેમને મંદિરમાં જતા અટકાવ્યા હતા અને તેમના કાવડ તોડીને ફેંકી દઈને માર મારી, ફરીથી મંદિર આસપાસ દેખાયા તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. દલિત યુવકોને પોતે હિંદુ ન હોવાનું ભાન થતા આખરે તેમણે પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ 6 લોકો સામે કેસ નોંધાવ્યો હતો.
આ પણ વાંચોઃ મોરબીના ધૂળકોટમાં સ્વામિનારાયણ મંદિરે ગયેલી દલિત મહિલાને માર પડ્યો
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના રિછાઈની ઘટના
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના ખનિયાધાના પોલીસ સ્ટેશનના રિછાઈ ગામની આ ઘટના છે. આરોપ છે કે અહીં જાટવ સમાજના કેટલાક યુવાનોને શિવ મંદિરમાં કાવડનું જળ ચઢાવતા અટકાવવામાં આવ્યા હતા. કાવડ લઈને આવનારા યુવકોએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ તેમને જાતિસૂચક અપશબ્દો બોલીને તેમની સાથે દુર્વ્યવહાર કરી મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ તેમનો કાવડ પણ તોડીને ફેંકી દીધો હતો. જાટવ સમાજના કાવડીયાઓની ફરિયાદના આધારે પોલીસે છ લોકો સામે કેસ નોંધ્યો છે.
ઘટના કેવી રીતે બની?
દલિત કાવડીઓ સાથે મારામારીનો આ મામલો 6 ઓગસ્ટનો છે. જીતુ જાટવ અને તેના મિત્રોએ જણાવ્યું કે તેઓ ઔરછાના પ્રખ્યાત મંદિરમાંથી જળ લઈને કાવડ યાત્રા પર નીકળ્યા હતા. તેઓ સવારે 10 વાગ્યાની આસપાસ ગામમાં પાછા ફર્યા અને બપોરે 1 વાગ્યાની આસપાસ ગામના પીપળાવાળા બડે બાબા મંદિરના પ્રાંગણમાં સ્થિત શિવ મંદિરે પહોંચ્યા હતા. અહીં તેઓ કાવડામાંથી શીવજીને જળ ચઢાવવાની તૈયારી કરી રહ્યા હતા. તેમણે કંજવાહા ગામના પૂજારી રાકેશ પંડિતને પૂજા કરવા માટે બોલાવ્યો હતો.
આ પણ વાંચોઃ દલિત વૃદ્ધની બકરી મંદિરમાં જતા પૂજારીએ વૃદ્ધના પગ ભાંગી નાખ્યા
છ લોકોએ મંદિરમાં પહોંચીને જળ ચઢાવતા રોક્યા
પૂજા શરૂ જ થઈ હતી ત્યાં, કરણસિંહ ઉર્ફે સેદારસિંહ બુંદેલા, કિસપાલસિંહ બુંદેલા, હરિસિંહ બુંદેલા, સૈદપાલ બુંદેલા, મંજુ બુંદેલા અને નારાયણસિંહ બુંદેલા મંદિરમાં આવી પહોંચ્યા. આરોપીઓએ પહેલા જાતિવાદી શબ્દોનો પ્રયોગ કર્યો અને કહ્યું કે તેઓ આ મંદિરમાં દલિત-જાટવોના કાવડમાંથી જળ નહીં ચઢાવવા દે. એ પછી તેમણે માથાકૂટ શરૂ કરી દીધી અને દલિત કાવડીયાઓનું જાતિસૂચક અપશબ્દો કહીને અપમાન કર્યું. આરોપીઓએ દલિત યુવક પાસેથી કાવડ છીનવીને જમીન પર ફેંકી દીધું.
આ પણ વાંચોઃ કાવડ યાત્રાની ટીકા કરનાર દલિત શિક્ષકને ગામલોકોએ મંદિર સામે નાક રગડાવ્યું
દલિતોનો કાવડ તોડીને જમીન પર ફેંકી દીધો
જીતુ જાટવે જણાવ્યું કે, ઝઘડા દરમિયાન હરિસિંહ અને સૈદપાલે પુજારી રાકેશ પંડિતના હાથમાંથી કાવડ છીનવી લીધું અને જમીન પર ફેંકી દીધું. જીતુ જાટવનો આરોપ છે કે આરોપીઓએ તેના સાથીઓને ધમકી પણ આપી હતી કે જો તેઓ આ ઘટના વિશે ફરિયાદ કરશે તો તેઓ તેમને જાનથી મારી નાખશે.
SC-ST એક્ટ હેઠળ 6 આરોપીઓ કેસ નોંધાયો
જીતુ જાટવને આખરે પોતે હિંદુ ન હોવાનું ભાન થતા તેણે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી હતી. કેસની માહિતી મળતાં, જિલ્લા પંચાયત સભ્ય સિયારામ લોધી ઘટનાસ્થળે પહોંચ્યા અને ગ્રામજનો સાથે ચર્ચા કરી. તેમના હસ્તક્ષેપ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ કેસમાં, પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ IPC અને SC/ST એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચોઃ દલિત યુવકને મંદિરમાં પૂજા કરતા રોકી 3 પૂજારીઓએ ઘંટથી માર્યો












ईतने अपमान के बाद भी ये लोग सुधरते नहीं है।। शिवजी खुद भी रक्षा करने नहीं आये। समज जाओ।