દલિત યુવકે દારૂ પીતા રોકતા લુખ્ખાઓએ તલવારથી હાથની નસ કાપી નાખી

દલિત યુવકના ઘર પાસે લુખ્ખા તત્વો દારૂ પી રહ્યા હતા. યુવકે રોકતા તલવારથી હુમલો કરી હાથની નસ કાપી નાખી. હવે નસ ફરી કામ નહીં કરી શકે.
dalit youth atrocities case

ઉત્તરપ્રદેશના અમરોહા જિલ્લાના બછરાયુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક દલિત યુવકના ઘર પાસે બેસીને કેટલાક લુખ્ખા દારૂની મહેફિલ માણી રહ્યા હતા. યુવકે તેમને તેના ઘરેથી દૂર જઈને દારૂ પીવા કહ્યું હતું. જેના કારણે લુખ્ખા તત્વો ઉશ્કેરાઈ ગયા હતા અને યુવક અને તેના પિતા પર તલવારોથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં યુવકના હાથની નસ કપાઈ ગઈ હતી અને તેને 15 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરે જણાવ્યું છે કે, હવે તેની નસ ફરીથી કામ નહીં કરી શકે.

આ ઘટના 17 ઓગસ્ટના રોજ બની હતી. અહીંના મુસલ્લેપુર ગામના રહેવાસી શિવમ સિંહે તેના ઘરની બહાર કેટલાક લોકોને દારૂ પીવાથી રોક્યા હતા. સિદ્ધાંત દેવરા નામનો એક વ્યક્તિ તેના ઘરની બહાર તેના મિત્રો સાથે દારૂ પી રહ્યો હતો. જ્યારે શિવમે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો, ત્યારે આરોપીએ તેના અન્ય મિત્રોને બોલાવ્યા અને શિવમ અને તેના પિતાને માર માર્યો. આરોપીઓએ બંને પર તલવારથી હુમલો કર્યો, જેમાં શિવમના હાથની નસ કપાઈ ગઈ.

Dalit youth attacked

આ પણ વાંચો: ‘તમારી અહીં રહેવાની ઔકાત નથી, ઘર બદલી દો, બાકી મજા નહીં આવે’

શિવમને ગંભીર હાલતમાં મેરઠની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તે 15 દિવસ રહ્યો. ડોકટરોના મતે, તેના હાથની કપાયેલી નસ હવે કામ નહીં કરે. શિવમ તેના પિતા સાથે ભંગાર વેચવાનું કામ કરે છે. તેમનું ઘર ગામની બહાર રસ્તાની બાજુમાં આવેલું છે. જેના કારણે લુખ્ખા તત્વો દારૂ પીવા બેસી ગયા હતા.

આ ઘટના મુદ્દે સવર્ણ મીડિયા યોગ્ય રીતે કવરેજ ન કરતા, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે રાજ્ય સરકારને આરોપીઓની ધરપકડ કરવાની માંગ કરી છે. ચંદ્રશેખરે ચેતવણી આપી છે કે જો ગુનેગારોની ટૂંક સમયમાં ધરપકડ નહીં કરવામાં આવે તો તેમનું સંગઠન જન આંદોલન શરૂ કરશે.

આ પણ વાંચો: ‘દલાલોનો સાથ, ખાનગીકરણનો વિકાસ’, મેયરપુત્રે સરકારની પોલ ખોલી

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
5 months ago

ગુંડાઓને સલાહ નો આપવી જોઈએ.

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x