જામનગર(Jamnagar)ના દલિત યુવાન દીપક જાદવ(Deepak Jadav) વિખ્યાત ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ'(KBC)માં પહોંચ્યાં છે. આ લખાઈ રહ્યું છે ત્યારે તેઓ મુંબઈમાં KBC નું શુટિંગ પૂર્ણ કરીને જામનગર પરત ફર્યા છે. તેમના સન્માનમાં જામનગરમાં સમસ્ત બહુજન સમાજ દ્વારા સન્માન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દીપકભાઈએ જામનગર પહોંચીને સૌ પ્રથમ શહેરના લાલ બંગલા ખાતે આવેલી ડો.આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને ‘જય ભીમ’નો નારો લગાવ્યો હતો. ત્યારબાદ તેમના નિવાસ સ્થાન ‘ભીમવાસ’, શેરી નંબર 1 A ખાતે તેમનું સન્માન કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકો ઉપસ્થિત રહી દીપકભાઈની સિદ્ધિની બિરદાવશે. સમસ્ત જામનગર શહેર બહુજન સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કોણ છે દીપકભાઈ જાદવ?
કૌન બનેગા કરોડપતિ(KBC)માં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ(Hot Seat) બેસવા સુધી પહોંચનાર દીપકભાઈ જાદવ(Dipak Jadav) બેંક કર્મચારી છે. તેઓ જામનગરની બેંક ઓફ બરોડમાં ફરજ બજાવે છે. તેમના પિતા પણ એક નિવૃત્ત બેંક કર્મચારી છે અને હાલ જામનગરમાં પાંઉભાજીની દુકાનના સંચાલક છે. દીપકભાઈ છેલ્લાં ઘણાં સમયથી કૌન બનેગા કરોડપતિ(KBC)ની હોટ સીટ સુધી પહોંચવા માટે મહેનત કરી રહ્યા હતા. તેમની મહેનત આખરે રંગ લાવી છે અને તેઓ કેબીસીની હોટ સીટ સુધી પહોંચી શક્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે તેઓ મુંબઈ ખાતે કેબીસીના સ્ટુડિયોમાં તેમના શોનું શૂટિંગ પૂર્ણ કરીને અમદાવાદથી જામનગર પહોંચ્યા છે. જ્યાં જામનગરના બહુજન સમાજ દ્વારા તેમનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં બહુજન યુવાનો, યુવતીઓ અને દીપકભાઈના પરિવારજનો, સગાસંબંધીઓ જોડાયા છે.
આ પણ વાંચો: બોલો લો! ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઝડપાઈ!
દીપકભાઈ ડો.આંબેડકરને પોતાના આદર્શ માને છે
જામનગરના બહુજન આગેવાન જીતુભાઈ બૌદ્ધ khabarantar.in સાથે દીપકભાઈ વિશે વાત કરતા જણાવે છે કે, “દીપકભાઈ જાદવ છેલ્લાં ઘણાં વર્ષોથી કેબીસીમાં પહોંચવા માટે મહેનત કરી રહ્યા હતા. આખરે તેમની મહેનત ફળી છે અને તેઓ હોટ સીટ સુધી પહોંચી શક્યા છે. આજે તેમના સન્માન કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેઓ નખશીખ આંબેડકરવાદી છે. મહાનાયક ડો.ભીમરાવ આંબેડકરને તેઓ પોતાના આદર્શ માને છે.
દલિત-બહુજન બાળકોના શિક્ષણ માટે ચિંતિત રહે છે
ડો.આંબેડકરના ‘શિક્ષણ સિંહણનું દૂધ છે, જે પીશે તે ગર્જના કરશે’ વાક્યમાં તેઓ ભરપૂર વિશ્વાસ ધરાવે છે. અને તેથી જ તેઓ દલિત-બહુજન સમાજના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે જાગૃત છે. તેઓ દલિત બાળકોના શિક્ષણ માટે આર્થિક, સામાજિક એમ દરેક પ્રકારની મદદ કરતા રહે છે. તેઓ સતત સમાજના હિતોની ચિંતા કરતા રહે છે.”
દીપકભાઈ જાદવનો કૌન બનેગા કરોડપતિ(KBC)નો એપિસોડ તા. 25 ઓગસ્ટ 2025ને સોમવારના રોજ રાત્રે 9.00 વાગ્યે સોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવિઝન પર રજૂ થશે.
આ પણ વાંચો: તમિલનાડુની DMK સરકાર બાળકોને હિંદીને બદલે AI-અંગ્રેજી ભણાવશે
*ભીમ સુપુત્ર આયુષ્યમાન શ્રી દિપકભાઈ જાદવ સર, KBC કાર્યક્રમ ની હોટ સીટ સુધી પહોંચવા બદલ હાર્દિક અભિનંદન સાથે ખુબ ખુબ મંગલકામનાઓ પાઠવું છું, તમે દલિત-બહુજન બાળકોનાં શિક્ષણ માટે ચિંતિત છો, તે વિચાર એક અદભુત, ઉમદા અને સરાહનીય છે. ધન્યવાદ! સાધુવાદ! સપ્રેમ જયભીમ નમો બુદ્ધાય!
નબળા વર્ગો નાં શોષણ નાં કેટલાંય સમાચાર સાથે એક સારા સમાચાર મળ્યા છે ખુબ ખુબ અભિનંદન…