કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદના મોટેરામાં 29 મકાનો તોડી પડાયા!

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારી માટે મોટેરાના બળદેવનગરમાં 29 મકાનો તોડી પડાયાં. જેમાંના મોટાભાગના દલિતોના છે.
Demolition in ahmedabad

વિકાસ માટે કોઈએ તો ભોગ આપવો પડશે ને? આ સવાલનો ભાજપની સરકારમાં એકમાત્ર જવાબ જાણે દલિતો જ હોય તેવી સ્થિતિ જણાય છે. અમદાવાદમાં વિકાસના નામે દલિત વસ્તીઓ પર વારાફરતી બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. આવી જ રીતે આજે શહેરના સાબરમતી વિસ્તારમાં મોટેરા સ્ટેડિયમ પાસે આવેલા બળદેવનગરમાં 29 મકાનો તોડી પડાયા હતા. જેમાંના મોટાભાગના દલિત સમાજના લોકોના છે. આ લોકો વર્ષોથી અહીં રહેતા હોવા છતાં તેમના ઘરો તોડી પડાયા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સ (commonwealth games)અમદાવાદમાં યોજાવાની છે. ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા ટીપી રોડને ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જેને પગલે મોટેરા વિસ્તારમાં બળદેવનગરમાં આવેલાં મકાનોને તોડવામાં આવ્યા હતા. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશને કુલ 22 મકાન તોડી પાડ્યા છે. જેમાંથી 7 જેટલા ઘર સ્થાનિકો દ્વારા જાતે જ જ તોડી પાડવામાં આવ્યા હતા. આમ હવે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એકવાટિક સ્ટેડિયમ નજીક જઈ શકાશે.

આ પણ વાંચો: પોલીસે BSP નેતાને છત પરથી ફેંકી દેતા મોત? SC-ST act નો કેસ થયો

ઉલ્લખનીય છે કે, ઇસનપુર તળાવમાં 24 નવેમ્બરે 900 દબાણ હટાવ્યા હતા. તેના 5 દિવસમાં જ બીજું ડિમોલિશન કરવામાં આવ્યું છે. જ્યારે આ પહેલાં એપ્રિલમાં ચંડોળા તળાવમાં 4,000 કાચાં-પાકાં બાંધકામ દૂર કરી દેવામાં આવ્યા હતા.

મોટેરા બળદેવનગરનાં 29 જેટલાં મકાનો ટીપી રોડમાં આવતાં હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપીને ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી છતાં પણ રહીશો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યાં નહોતાં. હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને હાઇકોર્ટે નકારી દીધી હતી.

સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા 24 મીટર પહોળાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. આ ટીપી રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એકવાટિક સ્ટેડિયમ નજીક ખૂલશે. આ રોડ પરથી સીધા એક્વેટિક સ્ટેડિયમ તરફ જઈ શકાશે, જેથી આ રોડને ખુલ્લો કરવો જરૂરી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રહેણાક તથા કોમર્શિયલ પ્રકારનાં મળી કુલ 29 જેટલાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

આ પણ વાંચો: ‘દલાલોનો સાથ, ખાનગીકરણનો વિકાસ’, મેયરપુત્રે સરકારની પોલ ખોલી

આગામી કોમનવેલ્થ ગેમ્સને લઈને અમદાવાદ શહેરને સ્પોર્ટ્સ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે નવું SVP એન્કલેવ બનાવવાનું છે, ત્યારે આજુબાજુના વિસ્તારને પણ ડેવલપ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આવેલા બળદેવનગર પાસેથી ટીપી રોડ ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવી છે. અચેર ડેપોથી ટીપી રોડ સીધો ટોરેન્ટ પાવર પાસે ખૂલે છે. ટીપી રોડમાં સાબરમતી બળદેવનગર વિસ્તાર અને સુભાષનગર વિસ્તારનાં કેટલાંક મકાનનો સમાવેશ થાય છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટાફ સાથે આજે (29 નવેમ્બર) વહેલી સવારથી 4 હિટાચી મશીન, બે જેસીબી અને મજૂરો સાથે ડિમોલિશનની શરૂ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે જે પણ રહીશો હતા તે તમામ રહીશોનાં મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યાં હતાં. મકાનો ખાલી કરાવ્યાં બાદ એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં સવર્ણ હિંદુઓએ CJI ગવઈનો વિરોધ કર્યો

મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ટીપી રોડ પર આવતા અચેર વિસ્તારના સુભાષનગરનાં મકાનોનું ડિમોલિશન પહેલા કરી દેવામાં આવ્યું હતું, જેથી એ ભાગ ખુલ્લો થઈ ગયો હતો, પરંતુ એકમાત્ર મોટેરાના બળદેવનગરનાં આ મકાનો તોડવામાં આવ્યાં નહોતાં. રહીશો ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા, જેના કારણે ડિમોલિશન થયું નહોતું.

હાઇકોર્ટ ડબલ જજની બેન્ચ સમક્ષ સુનાવણી થાય એ પહેલાં જ ડિમોલિશન ગત 28 નવેમ્બર, 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સિંગલ જજ દ્વારા અમદાવાદના સાબરમતીમાં આવેલા અચેર ગામના બળદેવનગર વિસ્તારમાં રહેતા 29 રહેવાસી દ્વારા દાખલ કરેલી અરજીઓને નકારી દેવાઈ હતી, સાથે જ સિંગલ જજે પોતાના ચુકાદા ઉપર બે સપ્તાહનો સ્ટે મૂક્યો હતો, જે પૂર્ણતાના આરે છે, ત્યારે રહેવાસીઓએ સિંગલ જજના ચુકાદાને ડબલ જજની બેન્ચ સમક્ષ પડકારતાં તાત્કાલિક સુનવણીની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે તેમના રહેણાક મકાન કોર્પોરેશન તોડી શકે એમ છે. ત્યારે હાઇકોર્ટે આ મુદ્દે સોમવારે(1 ડિસેમ્બરે) સુનાવણી રાખી છે

આ પણ વાંચો: દાણીલીમડાના રોગચાળા અંગે NHRC નું સચિવ, કલેક્ટર, AMC ને તેડું

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x