પોરબંદરના દરિયામાંથી રૂ. 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. ભારતીય શિપને જોઈ પાકિસ્તાની બોટચાલકો ડ્રગ્સ દરિયામાં ફેંકી નાસી છૂટ્યાં.
drugs

drugs worth rs 1800 crore seized :ગુજરાતનો દરિયો હવે જાણે ડ્રગ્સ તસ્કરીનું હબ બની ગયો હોય તેવી સ્થિતિ છે. રાજ્યના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. અરબી સમુદ્રના માર્ગે નશીલા પદાર્થનો કાળો કારોબાર કરનારા ઘણીવાર સુરક્ષા એજન્સીના સકંજામાં આવી જાય છે. ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડને સફળતા મળી છે.

પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં હાથ ધરાયેલા એક ઓપરેશનમાં રૂપિયા 1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. કોસ્ટ ગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટ ગાડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12-13 એપ્રિલે હાથ ધરાયું હતું. ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ ATSની તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું.

ગુજરાત ATSના DIG સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત ATSને એક ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે, પાકિસ્તાનનો ફીદા નામનો ડ્રગ માફિયા 400 કિલો જેટલો ગેરકાયદેસર માદક પદાર્થ પાકિસ્તાની ફિશિંગ બોટમાં ભરી 12 એપ્રિલે સાંજે 8 વાગ્યાથી 13 એપ્રિલના સવારે 4 વાગ્યા દરમિયાન પોરબંદરના IMBL (International Maritime Boundary Line) નજીક ગુજરાતના દરિયાકાંઠે લાવવાનો છે. જ્યાંથી ચેનલ નંબર 48 પર પોતાની કોલ સાઇન ‘રમિઝ’ના નામથી તમિલનાડુની કોઈ બોટને ‘સાદિક’ના નામે બોલાવી તમામ ડ્રગ્સને તમિલનાડુ મોકલવાનો છે.

બાતમીના આધારે ATS અને ભારતીય કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ તુરંત જ ગંભીરતા લઈ ઓપરેશનની તૈયારી કરી ભારતની જળ સીમામાં બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચમાં પહોંચી ગયા હતા. તે દરમિયાન IMBL (International Maritime Boundary Line) નજીક આ બાતમીવાળી બોટ દેખાતા તેને કોસ્ટગાર્ડની શીપ દ્વારા પકડવા જતા હતા. ત્યારે બોટ પર રહેલા ઇસમોએ બ્લુ રંગના ડ્રમ્સ દરિયામાં ફેંકી દીધા તથા ઝડપથી IMBL (International Maritime Boundary Line) તરફ આગળ વધવા લાગ્યા હતા.

આ પણ વાંચો: જાતિવાદીઓએ દલિત મહિલાની 8.5 વીઘા જમીન પડાવી લીધી

drugs

કોસ્ટગાર્ડે આ પાકિસ્તાની બોટનો પીછો કર્યો, પરંતુ આ પાકિસ્તાની બોટ IMBL ઓળંગી નાસી ગઇ હતી. જ્યારે દરિયામાં નાખેલા તમામ ડ્રમ્સ રિક્વર કરવામાં આવ્યા હતા.ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા રીકવર કરેલા ડ્રમ્સની તપાસ કરતા તેમાં કુલ 311 પેકેટમાં આશરે 311 કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો. જેની અંદાજીત આંતરરાષ્ટ્રીય બજાર કિં.રૂ. 1800 કરોડ થાય છે, જે બાબતે ગુજરાત એ.ટી.એસ. ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ડ્રગ્સ મોકલનારનું નામ આગાઉ પણ ATSની તપાસમાં ખુલ્યું હોવાનું જાણવા મળ્યું.

drugs

ગુજરાત ATS દ્વારા વર્ષ 2018થી દરિયાઇ માર્ગે ફિશિંગ બોટ મારફતે ઘૂસણખોરી કરવામાં આવતા માદક પદાર્થો બાબતે અલગ અલગ રેડ દરમિયાન દરિયાઇ માર્ગમાંથી 77 પાકિસ્તાની, 34 ઈરાન, 2 નાઈજેરિયન સહિત 5400 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. જેની કિંમત 10 હજાર કરોડ જેટલી થાય છે.ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારો ડ્રગ્સની દાણચોરી માટેનો મુખ્ય માર્ગ બની ગયા છે. તાજેતરના વર્ષોમાં ICG અને ATSએ અનેક સંયુક્ત કામગીરીમાં મોટી માત્રામાં માદક દ્રવ્યો જપ્ત કર્યાં છે. ગયા વર્ષે, એપ્રિલ 2024માં, ICGએ પોરબંદર કિનારા નજીક એક પાકિસ્તાની બોટમાંથી 86 કિલો ડ્રગ્સ (600 કરોડ રૂપિયાની કિંમત) જપ્ત કર્યું હતું અને 14 પાકિસ્તાની ક્રૂ સભ્યની ધરપકડ કરી હતી. ફેબ્રુઆરી 2024માં, ભારતીય નૌકાદળ અને NCB એ પોરબંદર નજીક 3300 કિલો ડ્રગ્સ (3089 કિલો હશીશ, 158 કિલો મેથામ્ફેટામાઇન અને 25 કિલો મોર્ફિન) જપ્ત કર્યું. તેમની કિંમત 1300થી 2000 કરોડ રૂપિયા હતી.

આ પણ વાંચો: ‘બંધારણ લખનારા મૂર્ખ હતા’ -સુરત ઈસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસનો બફાટ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x