અનુસૂચિત જાતિના રામજીભાઈ (નામ બદલ્યું છે) રોહિત વડોદરા જિલ્લાના છે. તેઓ 15 વર્ષ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી રહ્યા. રામજીભાઈની ઈચ્છા BAPS સંપ્રદાયમાં દિક્ષા પ્રાપ્ત કરી સાધુ બનવાની હતી. મહંત સ્વામી વતી સાધુ શ્રુતિપ્રિયદાસે 26 ઓગસ્ટ 2017ના રોજ રામજીભાઈને પત્ર લખી જણાવેલ કે “સાધુ થવાની ઈચ્છા હોય તો સાળંગપુર આવી જાવ!” રામજીભાઈ સાળંગપુર ગયા અને એક વર્ષ BAPS સાળંગપુરમાં રહ્યા. શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને પ્રચારક બન્યા. એક વરસ દિલ્હી અક્ષરધામમાં પરમતૃપ સ્વામી સાથે સેવામાં રહ્યા. તેમની સાથે બીજા બે અનુસૂચિત જાતિના સાધક હતા. સાધુ શ્રુતિપ્રિયદાસે 18 માર્ચ 2018ના રોજ રામજીભાઈને પત્ર લખેલ કે “ડો.આંબેડકરનો દાખલો વિચારીને જાગો અને મંડી પડો, પુરુષાર્થમાં આગળ ફતેહ છે.”
મેં 12 જુલાઈ 2025ના રોજ રામજીભાઈને પૂછયુંઃ ”BAPSમાં સત્સંગી તરીકે જોડાવાનું કારણ શું હતું? તમને દિક્ષા નહીં આપવાનું શું કારણ હતું? સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવા પ્રકારનો ભેદભાવ રખાય છે? શું તમે શિક્ષાપત્રીના શ્લોક-45માં ‘અતિ શૂદ્રોએ માત્ર ચાંદલો કરવો પણ તિલક ન કરવું’ તથા શ્લોક-90માં શૂદ્રોએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની સેવા કરવી એવો આદેશ સહજાનંદજીએ આપેલ છે તેનાથી તમે વાકેફ ન હતા?”
રામજીભાઈનો જવાબ હતો, “હું કેમેસ્ટ્રી સાથે BSc થયો છું. અમારા મહોલ્લામાં સ્વામિનારાયણના પ્રચારકો આવેલા. અમને સત્સંગસભામાં હાજરી આપવા લઈ ગયા. શરૂઆતમાં અમે પ્રસાદ ખાવા જતા. પછી સત્સંગમાં જોડાઈ ગયા. શિક્ષાપત્રીના શ્લોક-90 મુજબ ત્યાં અમારી પાસે સેવા લેવામાં આવતી. મને હતું કે ધર્મસ્થળમાં ભેદભાવ નહીં હોય. પરંતુ હું 15 વરસ સત્સંગી રહ્યો, તે દરમિયાન સંપ્રદાયમાં ચાલતા ગોરખધંધાની ખબર પડી. સાધુઓ મોબાઈલમાં ન જોવાનું જુએ છે. સૃષ્ટિક્રમ વિરુદ્ધના સંબંધો રાખે છે.
આ પણ વાંચો: ‘મારી મરેલી ગાય ખેંચવા કેમ ન આવ્યો? ઉનાકાંડ ભૂલી ગયો!’
સંપ્રદાયના વિરોધીઓની હત્યા કરાવે છે. હું દિલ્હી અક્ષરધામમાં સેવામાં હતો ત્યારે એક સાધુએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી!મને એમ એમ હતું કે, સ્વામિનારાયણના સાધુઓ ભગવા વસ્ત્રો પહેરે છે એટલે નાત, જાત, વર્ણ, વાડા નાબૂદ થઈ જતાં હશે. સર્વોપરી ભગવાન, પ્રગટ બ્રહ્મસ્વરુપ નાત-જાતના ભેદથી પર હશે. પરંતુ મારી કલ્પના ખોટી પડી. શિક્ષાપત્રીના શ્લોક-45 મુજબ ત્યાં પણ ભેદભાવ છે. રસોઈ બ્રાહ્મણ જ બનાવી શકે, બીજા નહીં. સાધુ તરીકે દલિત દિક્ષા લઈ શકે નહીં. BAPSમાં દલિત સેવા કરી શકે, સત્સંગમાં ભાગ લઈ શકે પણ તેને કોઈ હોદ્દો ન મળે, સાધુ ન બનાવે. મારે દિક્ષા લેવી હતી, મને મોક્ષની ઘેલછા જાગી હતી. દિક્ષા આપવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામીને મેં રૂબરૂ વિનંતિ કરી, પત્રો લખ્યા, પરંતુ તેમણે હું દલિત હોવાથી મને દિક્ષા ન આપી! એક દિવસ મને મહંત સ્વામીના અંગત મદદનીશ શ્રુતિપ્રિયદાસ સ્વામીએ બોલાવ્યો. મારો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરાવી દીધો પછી મને કહ્યું કે ‘તમને કાસ્ટના કારણે સાધુ બનાવી શકીએ નહીં!’ એટલે હું ઘેર પરત આવ્યો અને 17 નવેમ્બર 2024ના રોજ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો! મારી સાથે બીજા બે અનુસૂચિત જાતિના સાધક હતા તે હજુ અક્ષરધામમાં ગુલામી કરે છે!”
સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો-સત્સંગીઓની કાયમી દલીલ હોય છે કે “સ્વામિનારાયણ સંપ્રદાયે દેશ વિદેશમાં હિન્દુ ધર્મનો ફેલાવો કર્યો છે !” પરંતુ રામજીભાઈનો કિસ્સો ધ્યાને લેતા કહી શકાય કે સ્વામિનારાયણ સંપ્રદાયે તો દલિતો પ્રત્યે ભેદભાવ રાખી હિન્દુધર્મને સાંકડો કર્યો છે !
મેં રામજીભાઈને પૂછયું : “આપના નામ-ફોટા સાથે ફેસબૂક પર પોસ્ટ લખું તો વાંધો નથી ને?”
રામજીભાઈ કહે : “મારી ઓળખ ન થાય તે રીતે જરૂર લખો. મારો ફોટો મૂકશો નહીં. કેમકે હાલ જે બિઝનેસ કરું છું તેમાં મારા ગ્રાહકો સત્સંગીઓ છે. તેઓ મારો બહિષ્કાર કરશે; મને આર્થિક નુકસાન કરશે.” સંપ્રદાયની કેવી પક્કડ! કોઈ અવાજ પણ ઊઠાવી શકે નહીં!
રમેશ સવાણી (લેખક પૂર્વ IPS અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)
આ પણ વાંચો: બધાં ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છેઃ નિત્યસ્વરૂપદાસજી
Swaminarayan na sadhu lampat hoy che swmi na gadhda na ketalay blatkar ni kissa aave che vidhyarthio uper surti virudh na krutyo aave che SC ST samaje ,,, Baudh, dham apnavvo sauthi best way,, che,,,,, jai bheem jai mulnivashi namobudhay
સ્વામી નારાયણ સંપ્રદાય ઝેરીલો છે અને લુખાઓ છે સ્વામી નારાયણ ન સાધુ માટે તેમના મંદિર માં જવાનું થતુંજ નથી નાલાયક છે સ્વામિ નારાયણ
હમણાં હમણાં દલિત સમાજ ના લોકો સ્વામિનારાયણ સંપ્રદાય અને જય ગુરુદેવ સંપ્રદાય અને જયશ્રી દિદી ના સંપ્રદાય માં જવા ની હોડ માં છે..
સ્વામી નારાયણ સંપ્રદાયના લોકો ના ધતિંગ રોજ પેપરો માં આવે છે.
તે એક ભાષા માં નાગો સંપ્રદાય છે.બીજા દરેક વિશે બધા બધું જાણે છે.
માતા પિતા ની સેવા કરવી નથી અને આવા સંપ્રદાય ના સાધુઓ અને બાવાઓ સાથે સંપર્ક માં રહી ને પોતાની જાતને ઉચ્ચ બતાવવા ની કોશિશ દલિત સમાજ ખુબ જ શરમજનક છે
આવા ફેમિલી ઓ ને નાત બહાર મૂકી એ
સ્વામિનારાયણ મંદિરમાં આવુજ ચાલે છે… ટકલાઓ એક બીજાની #$ છે..
*જય સ્વામિનારાયણ! અભિવાદન છોડો અને જયભીમ બોલો નમો બુદ્ધાય! બોલો, આના સિવાય દલિત સમાજનો થવાનો નથી, દીક્ષા લેવાની જરૂર નથી એકવાર
દીક્ષાભૂમિ નાગપુર જઈને સાક્ષાત બાબાસાહેબ ડો ભીમરાવ આંબેડકર જીના દર્શન કરશો તો તમારા 15
નો ભોગ એળે નહીં જાય…! ધન્યવાદ સાધુવાદ!