‘RSS ના માણસોને બહુ ચરબી કૂદી રહી છે’, બોટાદ કેસમાં મેવાણી આક્રમક

બોટાદ પોલીસ દ્વારા 17 વર્ષના સગીરને ચોરીના કેસમાં કસ્ટડીમાં ઢોર માર મારવાના ગંભીર કેસમાં જિગ્નેશ મેવાણીએ પોલીસનું પાણી ઉતારી દીધું.
botad news

‘કોઈએ પોલીસથી ડરવાની જરૂર નથી, પોલીસ આપણી ગુલામ છે. આ RSS અને ભાજપના માણસોને બહુ ચરબી કુદી રહી છે’, આ શબ્દો છે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના. બોટાદ પોલીસ દ્વારા 17 વર્ષના સગીર સગીરને ચોરીના કેસમાં કસ્ટડીમાં રાખી ઢોર માર મારવાના ગંભીર પ્રકરણમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ 29 ઓક્ટોબરે બોટાદ DYSPને ઉગ્ર રજૂઆત કરી હતી. જિગ્નેશ મેવાણીએ ફરાર ત્રણ પોલીસ કર્મચારી સહિત ચાર આરોપીને તાત્કાલિક પકડવા માટે માગણી કરી અને ભોગ બનનાર સગીરના પરિવારની મુલાકાત લીધી હતી.

જીગ્નેશ મેવાણીની ઉગ્ર રજૂઆત અને સ્પષ્ટ ચેતવણી

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સગીર સગીરના પરિવારની મુલાકાત લીધી અને તેમને ન્યાયની હૈયાધારણા આપી હતી. ત્યાર બાદ તેઓ સગીરના પરિવાર સાથે DYSP ઑફિસ પહોંચ્યા હતા. મેવાણીએ DYSP મહર્ષિ રાવલને ઉગ્ર રજૂઆત કરી હતી કે, સગીરના કેસમાં ફરાર ચારેય આરોપીને તાત્કાલિક પકડવામાં આવે.

આ પણ વાંચો: GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી

botad news

મેવાણીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, “હું આપ સૌને કહેવા આવ્યો છું કે, કોઈ પોલીસથી ડરવાની જરૂર નથી. એકવાર નહીં સાડી સત્તરવાર પોલીસ આપણી ગુલામ છે. આ દેશમાં બંધારણ લાગુ છે અને બધાને ન્યાય મેળવવાનો અને શાંતિથી રહેવાનો અધિકાર છે.”

‘RSS અને BJPના માણસોને બહુ ચરબી કુદી રહી છે’

મેવાણીએ વધુમાં કહ્યું કે, “RSS અને BJPના માણસો જ્યાં પણ પાવરમાં છે, ત્યાં એમને બહુ ચરબી કૂદી રહી છે. પોલીસ સત્તાનો દુરુપયોગ કરી રહી છે. ખેડૂતોને હડદડમાં માર્યા અને 17 વર્ષના સગીરને પણ માર્યો. અમે આ કોઇપણ સંજોગોમાં ચલાવી લેવાના નથી. આ આપણું ગુજરાત ન હોઇ શકે. સગીરના કેસમાં અમે ન્યાય લઇને રહીશું. તેના માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પણ અમે તૈયાર છીએ.”

પોલીસે સગીરને એટલો માર્યો હતો કે કિડની ફેઈલ થઈ ગઈ

આ ઘટનાએ ફરી એકવાર પોલીસના અત્યાચાર અને કસ્ટોડિયલ ટોર્ચર જેવા ગંભીર મુદ્દાઓ પર સવાલો ઊભા કર્યા છે, અને ફરાર આરોપીઓની ધરપકડ થાય તે માટે રાજકીય દબાણ વધ્યું છે. પીડિત સગીરે મીડિયા સમક્ષ પોલીસ કર્મચારીઓ પર કરેલા આક્ષેપો મુજબ, પોલીસે તેને 7-8 દિવસ સુધી રાત્રે 2 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી નિર્દયતાથી માર માર્યો હતો. તેને પગમાં વીજળીનો શોક આપ્યો, પીઠ ઉતરડી નાખી અને મોઢા પર બૂટ માર્યા હતા. ઢોર માર મારવાના કારણે સગીરને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેની એક કિડની પણ ફેલ થઈ ગઈ હતી. પરિવારે પોલીસકર્મીઓ પર વૃદ્ધ પેન્શન, ગાડીના વેચાણ અને બાળ સુરક્ષા કેન્દ્રમાંથી આવેલા ₹50,000 રોકડા પણ લઈ જવાનો આક્ષેપ પણ કર્યો હતો.

ઉમેશ મકવાણાએ CMને પત્ર લખી કાર્યવાહી કરવા કહ્યું હતું

ગંભીર ઈજાઓને કારણે સગીરને પહેલાં બોટાદ અને ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અગાઉ ધારાસભ્ય ઉમેશ મકવાણા, ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ પણ હોસ્પિટલમાં જઈ સગીરની મુલાકાત લીધી હતી. દરમિયાન ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી આરોપી પોલીસકર્મીઓ પર કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. આ ઘટનાના પગલે બોટાદ પોલીસે ચાર પોલીસ કર્મચારીઓ અને એક અન્ય વ્યક્તિ મળી કુલ પાંચ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: મેવાણીને જાતિસૂચક અપશબ્દો કહેનાર આરોપી ત્રણ વર્ષે ઝડપાયો

માત્ર એક પોલીસકર્મીની ધરપકડ કરાઈ, ચાર હજુ પણ ફરાર

આટલા ગંભીર કેસમાં બોટાદ પોલીસ દ્વારા માત્ર એક પોલીસ કર્મચારી કૌશિક જાનીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાકીના ચાર હજુ પણ ફરાર છે. પોલીસે આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ BNS ની વિવિધ કલમો, જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 75 અને ગેરકાયદે કસ્ટડીમાં રાખવા બાબતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. જે સ્પષ્ટ રીતે પોલીસ તેના કર્મચારીઓને બચાવી રહી હોવાનું સાબિત કરે છે.

આરોપીઓ પોલીસ કર્મચારીઓના નામ

કૌશિક જાની

અજય રાઠોડ

યોગેશ સોલંકી

કુલદીપસિંહ વાઘેલા

એક અનામી વ્યક્તિ

આ પણ વાંચો: મેવાણીએ કહ્યું, ‘ધારાસભ્યોને ઈંટના ભઠ્ઠામાં મોકલો તો ખબર પડે’

2.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
અમ્રિત
અમ્રિત
10 days ago

આવા હરામીઓ ને કડકમાંકડક સજા કરો

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x