સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લામાં સમાજવાદી પાર્ટી (સપા)ના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને એકલા હાથે ધૂળ ચાટતા કર્યા હતા.
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ સમગ્ર રાજયમાં ડંકો વગાડનાર ભાજપને હંફાવ્યુ હતું. કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં પ્રારંભથી જ ભારે રસાકસીભર્યો માહોલ હતો.
આ પણ વાંચો: ઓશો રજનીશ પર દલિત-બહુજન સમાજ પુનર્વિચાર કરે
જેમાં એવું લાગતું હતું કે, અહી સમાજવાદી પાર્ટી ભાજપને સત્તા અપાવવામાં અને કોંગ્રેસને હરાવવામાં મદદરૂપ થશે એવું લાગતું હતું.
પરંતુ આવી ધારણાઓ વચ્ચે સમાજવાદી પાર્ટીએ ભાજપને હરાવીને કુતિયાણા નગરપાલિકામાં મોટો ઉલટફેર કર્યો છે. સમાજવાદી પાર્ટીએ કુતિયાણા નગરપાલિકાની 24 બેઠકોમાં 16 બેઠક જીતીને ઇતિહાસ રચ્યો છે. કુતિયાણા નગરપાલિકામાં 16 બેઠકો મળતાં સમાજવાદી પાર્ટી નગરપાલિકાના સત્તાના સૂત્રો સંભાળશે. આમ કુતિયાણામાં સપાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ અને કોંગ્રેસને પરાજિત કર્યા છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં BSP એ નવી આશા જન્માવી