‘તારે ફોન રેકોર્ડ કરવો હોય તો કરી લે, હું તને પતાવી દઈશ?’

PhD કરી રહેલા દલિત યુવકને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના સંબંધી ભાજપ નેતાએ જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ફરિયાદ નોંધાવી.
dalit news

લખનૌ યુનિવર્સિટીમાં પીએચડી કરી રહેલા એક દલિત યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ભાજપના નેતા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે જણાવ્યું  છે કે, લખનૌ યુનિવર્સિટીના દલિત સંશોધક વિદ્વાન અને તુર્તીપર ગામના રહેવાસી દીપક કન્નૌજિયાની ફરિયાદ પર સોમવારે મોડી રાત્રે ઉભાંવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

ફરિયાદમાં નોંધવામાં આવેલી વિગતોનો ઉલ્લેખ કરતા પોલીસે જણાવ્યું હતું કે ભાજપના નેતા અને તાલુકા પ્રમુખ આલોક સિંહે 21 મેના રોજ દીપક કન્નૌજિયાને ફોન કરીને તેની સાથે દુર્વ્યવહાર કરી માનસિક રીતે હેરાન કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપી પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પરિવારનો સંબંધી

આ આખી ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે, આરોપી આલોકસિંહ ભૂતપૂર્વ વડા પ્રધાન ચંદ્રશેખરનો સંબંધી છે. ચંદ્રશેખરના પુત્ર અને રાજ્યસભા સભ્ય નીરજ શેખરના અને આરોપી આલોક સિંહ નજીકના સંબંધી છે. જેના કારણે દલિત યુવકને જીવનું જોખમ છે.

આ પણ વાંચો: દલિત યુવકને જાતિ નડી, સવર્ણ પત્નીએ ઝેર આપી હત્યા કરી

dalit news

ફરિયાદી દીપક કન્નોજિયાએ દાવો કર્યો હતો કે આલોક સિંહે તેને ફોન કરીને ધમકી આપી હતી કે, “તારે મારી વાતચીત રેકોર્ડ કરવી હોય તો કરી લે. હું ઉત્તર પ્રદેશની કાયદો વ્યવસ્થાથી નથી ડરતો.”

મારી માતાની પણ હત્યા થઈ શકે છેઃ દીપક કન્નોજિયા

દલિત યુવક દીપક કન્નૌજિયાએ આરોપ લગાવ્યો છે કે આલોક સિંહને તેના પરિવાર સાથે જૂની રાજકીય દુશ્મનાવટ છે. અને એટલે તે વારંવાર તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો રહે છે. દીપક કન્નૌજિયાએ આરોપ લગાવ્યો કે વારંવાર હેરાનગતિને કારણે તેના  પિતા કમલેશ કન્નૌજિયાનું 31 ઓક્ટોબર, 2024 ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેને એવો પણ ડર છે કે આલોક સિંહ ગામમાં એકલી રહેતી તેમની માતાની હત્યા કરી શકે છે.

પોલીસે શું જણાવ્યું?

પોલીસ અધિક્ષક ઓમવીર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે આ ઘટના સંબંધિત એક ઓડિયો ક્લિપ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. રસડા સર્કલ ઓફિસર આલોક ગુપ્તાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી, ત્યારબાદ આ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

અધિકારીએ કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ભાજપના બિલથરા રોડ વિસ્તારના પ્રમુખ અરુણકાંત તિવારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, આલોક સિંહ ભાજપ સાથે સંકળાયેલા છે અને નીરજ શેખરના નજીકના સંબંધી છે.

આ પણ વાંચો: સૈનિકના પુત્રે દલિત યુવતી સાથે લગ્ન કરતા ગામલોકોએ બહિષ્કાર કર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
2 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
7 months ago

*ગહન જાતિવાદને કારણે બીજેપી/ભાજપા નું રાજકીય સ્તરે ઉઠમણું થઈ શકે તેમ છે! કેમકે દેશની 90% આબાદીને બીજેપી સરકારે RSS ની શક્તિ અને તાકાતના જોરે “બાન” માં રાખી છે! જે ખતરનાક સાબિત થઈ શકે તેમ છે…! ધન્યવાદ સાધુવાદ!

પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
6 months ago

જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને સમાવવાનો સમય આવી ગયો છે, તમારાં માં એક ટકો પણ સત્ય ની સાથે રહેવાની હિંમત હોય તો એકવાર ઈવીએમ હટાવી જુઓ તમે વપરાશ કરેલી નફરત નો જવાબ તમને મળી જશે,

CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
2
0
Would love your thoughts, please comment.x
()
x