Mahakumbh Viral Girl Monalisa : મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસા હવે ફિલ્મોમાં કામ કરવા જઈ રહી છે. દિગ્દર્શક સનોજ મિશ્રાએ તેમને તેમની એક ફિલ્મમાં ભૂમિકા આપવાનું વચન આપ્યું હતું અને હવે મોનાલિસા મધ્યપ્રદેશ છોડીને પોતાના સપનાઓ સાથે ઉંચી ઉડાન ભરી રહી છે પરંતુ હવે આ સનોજ મિશ્રા પર જ ગંભીર આરોપો લાગ્યા છે અને ત્યાં સુધી દાવો કરવામાં આવી રહ્યો છે કે મોનાલિસા એક મોટી જાળમાં ફસાઈ ગઈ છે.
SAD NEWS 🚨 वरिष्ठ पत्रकार अभिषेक उपाध्यक्ष ने अपने यूट्यूब चैनल पर खुलासा किया है मोनालिसा एक बड़े ट्रैप में फंस गई है.
अभिषेक उपाध्याय ने बंगाल डायरी, राम की जन्मभूमि और काशी टू कश्मीर फिल्मों के प्रोड्यूसर जितेंद्र नारायण सेंगर उर्फ वसीम रुजवी का इंटरव्यू लिया.
इस इंटरव्यू… pic.twitter.com/PbQke2vUEa
— Kranti Kumar (@KraantiKumar) February 16, 2025
એક યુટ્યુબરે બંગાળ ડાયરી, રામ કી જન્મભૂમિ અને કાશી ટુ કાશ્મીર જેવી ફિલ્મોના નિર્માતા જિતેન્દ્ર નારાયણ સેંગર ઉર્ફે વસીમ રિઝવીનો ઇન્ટરવ્યૂ લીધો હતો. જેમાં જિતેન્દ નારાયણ સેંગરે મોનાલીસાને હિરોઈન બનાવવાના દાવાઓ કરનાર કથિત ફિલ્મ પ્રોડ્યુસર સનોજ મિશ્રા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. વસીમ રિઝવીનું કહેવું છે કે, સનોજ મિશ્રા સતત નશામાં રહે છે અને સેટ પર પણ દારૂ પીવે છે. પીધા પછી તેને તરત છોકરીઓની જરૂર પડે છે.
સનોજ મિશ્રા પર ગંભીર આરોપ
જિતેન્દ્ર નારાયણ સેંગર આગળ કહે છે કે, સનોજ મિશ્રાએ ઘણી ફિલ્મો બનાવવાની વાત કરી હતી પરંતુ તેની એક પણ ફિલ્મ રિલીઝ થઈ ન હતી કે ન તો તે કોઈ કમાણી કરી શકી હતી. અમારી ફિલ્મનું શૂટિંગ સીતાપુરમાં ચાલી રહ્યું હતું, ત્યાં પણ સનોજ મિશ્રાએ સેટ પર દારૂ પીવાનું શરૂ કર્યું હતું અને ત્યાં હાજર મહિલાઓ સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું હતું.
મોનાલિસા લેભાગુની જાળમાં ફસાઈ?
દિગ્દર્શક સનોજ મિશ્રા અંગે તેમણે કહ્યું કે મહાકુંભથી વાયરલ થયેલી મોનાલિસાનો પરિવાર ખૂબ જ સરળ છે. સનોજ તેમના ઘરે પહોંચ્યો હતો અને સનોજ વિશે કંઈપણ તપાસ કર્યા વિના, મોનાલિસાના પરિવારે તેને તેમની પુત્રી સોંપી દીધી. તેમણે આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશની ઘણી છોકરીઓએ ફરિયાદ કરી છે કે સનોજ મિશ્રા ઘણી છોકરીઓને હિરોઈન બનાવવા માટે મુંબઈ લઈ ગયો હતો અને ત્યાં તેમની પાસેથી ખરાબ કામ કરાવ્યા છે.
वीडियो यहाँ देख सकते हैं!🤔🤔 pic.twitter.com/egcqIumUal
— Sh@Nشان (@Shan3655) February 16, 2025
જો આ બધી વાત સાચી હોય તો નિર્દોષ મોનાલિસા ચોક્કસ કોઈ લેભાગુની જાળમાં ફસાઈ ગઈ છે અને તરત આ મામલે કાર્યવાહી થવી જોઈએ.
સનોજ મિશ્રા મોનાલિસાના ઘરે પહોંચી ગયો હતો
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશની રહેવાસી મોનાલિસા મહાકુંભમાં પોતાની સુંદર આંખોને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તે એટલી વાયરલ થઈ ગઈ કે મહાકુંભમાં પહોંચેલા લોકોએ મોનાલિસાના ફોટા અને વીડિયો ઉતારવા માટે તેને હેરાન કરવાનું શરૂ કર્યું. કંટાળીને તેના પરિવારે તેને મહાકુંભ છોડવાનું નક્કી કર્યું. એ પછી કથિત દિગ્દર્શક સનોજ મિશ્રા મોનાલિસાના ઘરે પહોંચ્યો હતો અને ફિલ્મ ઓફર કરી હતી.
આ પણ વાંચો: કુંભ મેળા વાળી મોનાલીસા કઈ જાતિની છે?