દેશમાં એકબાજુ આદિવાસી સમાજમાંથી આવતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હાલમાં જ વિમાનમાં ઉડાન ભરી છે, તો બીજી તરફ આદિવાસી દીકરીઓ પર બળાત્કારની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. આવી જ એક ચોંકાવનારી ઘટના હાલ સામે આવી છે. જેમાં ફૂટબોલ રમીને ઘરે પરત આવી રહેલી એક 14 વર્ષની આદિવાસી દીકરી પર એક શખ્સે અંધારાનો લાભ લઈ તેને બળજબરીપૂર્વક નવનિર્મિત મકાનમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો.
મામલો ઝારખંડના કરમાટાંડ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંના એક ગામમાં ફરી એકવાર માનવતાને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આરોપીઓએ સગીર છોકરી પર બળાત્કાર કર્યો હતો અને પછી તેને બેભાન છોડીને ભાગી ગયો હતો.
આ પણ વાંચો: ‘સામે કેમ જુએ છે?’ કહી 5 શખ્સોએ Dalit યુવકને સળિયાથી માર્યો
૨૮ ઓક્ટોબરના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે, ૧૪ વર્ષની આદિવાસી છોકરી ફૂટબોલ રમીને ઘરે પરત ફરી રહી હતી. અંધારાનો લાભ લઈને તે જ ગામનો એક શખ્સ તેનું ગળું દબાવીને બળજબરીથી નવા બની રહેલા એક ઘરમાં લઈ ગયો હતો. જ્યાં આરોપીઓએ તેને માર માર્યો, જમીન પર પછાડી અને તેના પર બળાત્કાર ગુજાર્યો. આ ઘટના પછી, આરોપીએ તેને ધમકી આપી હતી કે જો તે આ ઘટના વિશે કોઈને કહેશે તો તેને મારીને ફેંકી દેશે. એ પછી આરોપી ફરાર થઈ ગયો હતો.
દરમિયાન, પીડિતાના પરિવારે મોડી રાત સુધી તેમની પુત્રીની શોધખોળ કરી હતી. વ્યાપક શોધખોળ બાદ, તેમને તે નવા બની રહેલા મકાનમાંથી બેભાન હાલતમાં મળી આવી હતી. સ્થાનિક ડૉક્ટર દ્વારા સારવાર બાદ તે હોંશમાં આવી હતી. ત્યારબાદ તેણે ઘટનાની બધી વિગતો તેના પરિવારને આપી હતી.
સગીરાના પિતાની અરજીના આધારે કરમાટાંડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. સ્ટેશન ઇન્ચાર્જ ચંદન કુમાર તિવારીએ જણાવ્યું હતું કે પોલીસ ટીમ આરોપીને શોધવા માટે દરોડા પાડી રહી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો: 10 વર્ષમાં SC-ST સામેના ગુનાઓમાં 46 અને 91 ટકાનો વધારો થયો!











Users Today : 1724