મહારાષ્ટ્રના પુણેથી એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં 26 જુલાઈની રાત્રે એક ટોળું એક મુસ્લિમ વ્યક્તિના ઘરમાં ઘૂસી ગયું હતું અને તેને ‘બાંગ્લાદેશી’ કહીને તેની પાસે ભારતીય તરીકેની ઓળખના પુરાવા માંગ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, આ પરિવાર છેલ્લાં 130 વર્ષથી દેશની સેવા કરી રહ્યો છે. આ પરિવારના લોકો બ્રિટિશ ભારતીય સેનાથી લઈને કારગિલ યુદ્ધ સુધી દેશ માટે લડ્યા છે. તેમ છતાં ટોળાંએ તેમની સાથે આ પ્રકારનું વર્તન કર્યું હતું.
પોલીસ મૂક પ્રેક્ષક બનીને ઉભી રહી
આ ઘટનાની મળતી માહિતી મુજબ, શમશાદ શેખની વ્યક્તિનો ટ્રાન્સપોર્ટનો વ્યવસાય છે. તેઓ પુણેમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમણે જણાવ્યું કે જ્યારે ટોળું તેમના ઘરમાં ઘૂસી ગયું અને ગેરવર્તણૂંક કરી ત્યારે સાદા કપડામાં પોલીસકર્મીઓ પણ ત્યાં હાજર હતા. પરંતુ તેઓ મૂક પ્રેક્ષક બનીને ઉભા રહ્યા. એટલું જ નહીં, તેમના આખા પરિવારને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, પોલીસનું કહેવું છે કે તેમને કેટલાક બાંગ્લાદેશીઓની હાજરી વિશે માહિતી મળી હતી, જેના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે તેઓ ઘરમાં ઘૂસેલા ટોળાના કેસની તપાસ કરી રહ્યા છે.
શમશાદ શેખના પરિવારે ચંદન નગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. અહેવાલ મુજબ, આ મામલે બે પોલીસ અધિકારીઓ અલગ અલગ વાતો કહી રહ્યા છે. ડીસીપી સોમય મુંડે કહે છે કે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે, પોલીસ કમિશનર અમિતેશ કુમાર કહી રહ્યા છે કે એફઆઈઆર પહેલાથી જ લખાઈ ગઈ છે.
ટોળું મધરાતે ઘરમાં ઘૂસી ગયું અને ઓળખના પુરાવા માંગ્યા
26 જુલાઈની રાત્રે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા, શમશાદ શેખ કહે છે, “રાત્રે 11:30 થી 12 વાગ્યાની વચ્ચે આ લોકોએ અમારા ઘરના દરવાજા પર લાતો મારી અંદર ઘૂસી ગયા અને અમારા ઓળખપત્ર માંગવા લાગ્યા. એ પછી, 7 થી 10 લોકોનું ગ્રુપ અમારા ઘરમાં ઘૂસતું રહ્યું. તેઓ અમારા બેડરૂમમાં પણ ઘૂસી ગયા અને મહિલાઓ અને બાળકોને જગાડ્યા. અમે તેમને અમારા આધાર કાર્ડ, પાન કાર્ડ અને મતદાર ઓળખપત્ર પણ બતાવ્યું પરંતુ તેઓ કહેતા રહ્યા કે આ બધાં નકલી છે.”
આ પણ વાંચો: Malegaon Blast Case માં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
શમશાદના જણાવ્યા મુજબ, તેને પોલીસ વાનમાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. ત્યાં, ઇન્સ્પેક્ટર સીમા ઢાકે તેમને કહ્યું કે તમારે બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર થઈને રિપોર્ટ કરાવવું પડશે નહીંતર તમને ‘બાંગ્લાદેશી’ જાહેર કરવામાં આવશે.
શમશાદના પરિવારે દેશની અનેક યોદ્ધાઓ આપ્યા
શમશાદના કાકા ઇર્શાદ અહેમદ પણ એ જ ઘરમાં રહે છે જ્યાં ટોળાએ ઘૂસીને ગેરવર્તન કર્યું હતું. તેમના પરિવારના લશ્કરી ઇતિહાસનો ઉલ્લેખ કરતા, ઇર્શાદ કહે છે, “અમારા પરિવારનો ભારતીય સેનામાં સેવા આપવાનો 130 વર્ષનો ઇતિહાસ છે. અમારા પરદાદા હવાલદાર તરીકે નિવૃત્ત થયા હતા. અમારા દાદા સેનામાં સુબેદાર હતા, અને તેમના ભાઈ જમશેદ ખાન મધ્યપ્રદેશના ડીજીપી હતા. મારા બે કાકા સેનામાં સુબેદાર મેજર હતા, જે હવે નિવૃત્ત થઈ ગયા છે.
નઈમુલ્લાહ ખાન ૧૯૬૨માં સેનામાં જોડાયા હતા અને ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધોમાં લડ્યા હતા. મોહમ્મદ સલીમ ૧૯૬૮માં સેનામાં જોડાયા હતા અને ૧૯૭૧ના યુદ્ધમાં લડ્યા હતા. મારો પોતાનો ભાઈ હકીમુદ્દીન ૧૯૮૨માં પુણેમાં બોમ્બે સેપર્સ સાથે જોડાયો હતો અને તાલીમ પછી આખા ભારતમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો અને ૨૦૦૦માં નિવૃત્ત થયો હતો.”
#WATCH | Pune, Maharashtra: Irshad Ahmed Shaikh, brother of war veteran Hakimuddin Shaikh, says, “…they asked us for our Aadhaar card and PAN card. They were calling us Bangladeshi and Rohingya. When we showed our Aadhaar cards, they claimed they were fake. Whenever we tried to… pic.twitter.com/seiNo4g6kt
— Sandeep Chahar (@schahar966) July 31, 2025
ડીસીપીએ શું કહ્યું?
આ બાબતે માહિતી આપતાં ડીસીપી સોમય મુંડેએ જણાવ્યું હતું કે, “અમને માહિતી મળી હતી કે ત્યાં શંકાસ્પદ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો છે, તેથી અમે ઘટનાસ્થળે ગયા હતા. તેમના કેટલાક દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા અને કેટલાકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. મોડું થઈ રહ્યું હતું તેથી તેમને છોડી દેવામાં આવ્યા હતા અને બીજા દિવસે સવારે પાછા બોલાવવામાં આવ્યા હતા. આ રાત્રે કરવામાં આવ્યું હતું કારણ કે ક્યારેક આ સર્ચ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ લોકો ભાગી જાય છે. માહિતી એવી હતી કે તેમાંના કેટલાક આસામના હતા. તે સમયે આ વાત સાચી નહોતી નીકળી, પરંતુ અમે હજુ પણ આ મામલાની તપાસ કરી રહ્યા છીએ.”
ઘરમાં ઘૂસનાર બજરંગ દળનો સભ્ય હતો તેની તપાસ થશે
ડીસીપીએ એમ પણ કહ્યું કે ઘરમાં ઘૂસનાર વ્યક્તિ બજરંગ દળનો સભ્ય હતો, આ અંગે પણ તપાસ ચાલી રહી છે. આ બાબતે, ઇર્શાદ અહેમદ કહે છે કે તેમના પરિવારના લોકોએ સરહદ પર દેશની સેવા કરી છે, અનેક દુશ્મનો સામે લડ્યા છે. ઇર્શાદના મતે, તેમના કાકા પણ 1971ના યુદ્ધમાં ઘાયલ થયા હતા. પરંતુ હવે તેમની પાસેથી આ દેશના નાગરિક હોવાનો પુરાવો માંગવામાં આવી રહ્યો છે. ઇર્શાદ કહે છે કે, “તેમને અફસોસ છે કે જે પરિવારે દેશ માટે આટલા સૈનિકો આપ્યા તેમની સાથે આજે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.”
આ પણ વાંચો: ‘સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, ઈસ્કોન વગેરે ફ્રોડ સંપ્રદાયો છે!’ : શંકરાચાર્ય












Users Today : 1746