ચીફ જસ્ટિસ બીઆર ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોરને તેના કૃત્ય બદલ કોઈ પસ્તાવો નથી. ન્યૂઝ એજન્સી એએનઆઈને ઈન્ટરવ્યૂ આપ્યા બાદ તેણે ફરી એક ઈન્ટરવ્યૂ આપ્યો છે અને તેમાં પણ તેણે તેની મનુવાદી વિચારસરણીનું ઝેર ઓક્યું છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા રાકેશ કિશોરે કહ્યું કે તે “દૈવી આદેશો”નું પાલન કરી રહ્યો હતો. તેણે કહ્યું, “મેં પરમાત્માનું કાર્ય કર્યું છે. તે એક દૈવી કાર્ય હતું. ખજુરાહો મંદિરમાં ભગવાન વિષ્ણુની પ્રતિમાના પુનર્નિર્માણ અંગેના તેમના નિવેદનથી મને ખૂબ દુઃખ થયું હતું. તેથી જ મેં તે કર્યું.” તેણે દાવો કર્યો કે તે ફરીથી આવું કરી શકે છે.
કિશોરે કહ્યું કે એક દૈવી શક્તિ તેને તાકાત આપી રહી છે. તેણે કહ્યું, “જો પરમાત્મા મને ફરીથી આવું કરવાનું કહેશે, તો હું ફરીથી આવું કરીશ.” તેણે પુનરોચ્ચાર કર્યો કે તેને આ ઘટના અંગે કોઈ અફસોસ નથી. કિશોરને બાર એસોસિએશનમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. જોકે, આ ઘટના પછી મુખ્ય ન્યાયાધીશ ગવઈએ તેને છોડી દેવા કહ્યું હતું. દિલ્હી પોલીસે પણ કોર્ટ પરિસરમાં પૂછપરછ કર્યા પછી તેને છોડી મૂક્યો હતો.
આ પણ વાંચો: દલપતરામે ‘જ્ઞાતિ નિબંધ’ માં ‘દલિતો’ વિશે શું લખ્યું છે?
વેબસાઇટ સાથે વાત કરતા રાકેશ કિશોરની સોસાયટીમાં રહેતા 70 વર્ષીય પુરુષોત્તમે કહ્યું કે, તેને આ ઘટનાથી આશ્ચર્ય થયું નથી. તેમણે કહ્યું, “આ પહેલી વાર નથી જ્યારે તેણે હંગામો મચાવ્યો હોય. 2021 માં ઘણાં રહેવાસીઓએ તેના હિંસક વર્તન વિશે ફરિયાદ કરી હતી.” તેમણે ઉમેર્યું કે પોલીસને સહી કરેલી નકલ પણ આપવામાં આવી હતી.
અહેવાલ મુજબ, આ ફરિયાદ 29 નવેમ્બર, 2021 ના રોજ બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરે છે, જેમાં એક વરિષ્ઠ નાગરિક પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપ એવો પણ મૂકવામાં આવ્યો હતો કે કિશોરે વોટ્સએપ ગ્રુપમાં રહેવાસીઓને ધમકી આપી હતી.
આ પણ વાંચો: ‘ભગવાનને કહો કંઈક કરે!’, વિષ્ણુની મૂર્તિ મુદ્દે CJI એ આવું કેમ કહ્યું?
રાકેશ કિશોરના ઘરની બહાર હોબાળો મચ્યો
અહેવાલો અનુસાર, સોમવારે સવારે કિશોરના મયૂર વિહાર સ્થિત નિવાસસ્થાને ભીડ એકઠી થઈ હતી. પ્રદર્શનકારીઓ ડૉ.આંબેડકરના ફોટા અને બંધારણની નકલ લઈને આવ્યા હતા. ” સીજેઆઈ કા અપમાન નહીં સહેગા હિંદુસ્તાન” જેવા નારા લગાવાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન આ મનુવાદી બ્રાહ્મણ વકીલ રાકેશ કિશોરે ચીફ જસ્ટિસ ગવઈ પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી તેને પકડી લેવામાં આવ્યો હતો અને કોર્ટ પરિસરની બહાર લઈ જવાયો હતો. એ દરમિયાન તેણે, ‘સનાતન કા અપમાન નહીં સહેગા હિંદુસ્તાન’ ના નારા લગાવ્યા હતા.
આ પણ વાંચો: ‘CJI ગવઈ પર જૂતું ફેંકવા બદલ મને કોઈ ડર કે અફસોસ નથી’











આવા વિકૃત માણસો ને જાહેર માં ફાંસી આપી દેવાય એક પ્રતિષ્ઠિત વ્યક્તિ નું અપમાન કરવા બદલ
ઇરછા માં કોઈ વ્યક્તિ નું જાહેર માં અપમાન કરવા બદલતા મોત ની સજા થવી જોઈએ